SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन ૧૦૧ भवतो न न्यूनाधिके । तत्र यत्परोक्षार्थविषयं सम्यग्ज्ञानं, तत्स्वसाध्येन धर्मिणा च संबद्धादन्यतः सकाशात्सामान्येनाकारेण परोक्षार्थस्य प्रतिपत्तिरूपं, ततस्तदनुमानेऽन्तर्भूतमिति । ટીકાનો ભાવાનુવાદ: આ પ્રકારે ‘વ’કાર વિશેષણ, વિશેષ્ય અને ક્રિયાપદ સાથે કહેવાતાં અનુક્રમે અયોગ, અન્યયોગ અને અત્યન્તાયોગનો વ્યવચ્છેદ કરે છે. આથી ઈવ' કારનો ત્રણ પ્રકારે નિશ્ચય થાય છે. કહ્યું છે કે (ii) અસિદ્ધ વસ્તુનું નામ નથી મળતું, પણ જગતની સમસ્તવસ્તુઓનું નામ મળે છે. (iii) વાસ્તવિકપદાર્થનો નિષેધ યુક્તિયુક્ત નથી. (iv) પ્રતિષેધ્યને પણ સિદ્ધ કરી શકતો નથી. ઉત્તરપક્ષ: નાગાર્જુન આ પક્ષનું ખંડન કરે છે. (૧) (i) જે પ્રમાણોના બળઉપર ભાવોની વાસ્તવિકતા સિદ્ધ કરાય છે. તે પ્રમાણોને આપણે ક્યારેય સિદ્ધ કરી શકતા નથી. પ્રમાણ બીજા પ્રમાણોદ્વારા સિદ્ધ નથી કરી શકાતું - કારણ કે તેવી અવસ્થામાં તે પ્રમાણ ન રહેતાં પ્રમેય બની જશે. (ii) પ્રમાણ અગ્નિના સમાન સ્વાત્મ-પ્રકાશક નથી હોતું. (iii) પ્રમેયોનાદ્વારા પણ તેની સિદ્ધિ થઈ શકતી નથી. પ્રમેય તો પોતાની સિદ્ધિના માટે પરતંત્ર છે. તો તે કેવી રીતે પ્રમાણોને સિદ્ધ કરી શકશે ? અને કરશો તો પ્રમાણ થઈ જશે, પ્રમેય નહીં રહી શકે. (iv) અકસ્માત સંયોગથી પ્રમાણ સિદ્ધ થતું નથી. આથી પ્રામાણ્યવાદ અંગે નાગાર્જુનનો આ સારગર્ભિત મત છે. नैव स्वतः प्रसिद्धिर्न परस्परतः प्रमाणैर्वा । મતિ ના પ્રયત્ન ચાણસ્મ પ્રમાનામ્ II વિગ્રહ-વ્યાવર્તિની કારિકા-પર છે. (૨) ભાવોની સત્યતા શૂન્યરૂપ છે - (i) તે સારી-ખોટી ભાવનાની વિરુદ્ધ નથી. તે ભાવના પણ પ્રતીત્ય-સમુત્પાદના કારણે જ છે. જો આ વાત ન માનવામાં આવે અને તેના બદલે સારા-ખોટાનો ભેદ સ્વતઃ પરમાર્થરૂપથી માનવામાં આવે તો તે અચલ એક રસ છે. અને તેને બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાનદ્વારા ક્યારેય પણ પરિવર્તનશીલ નહીં કરી શકાય. (ii) શૂન્યતા હોવાથી જ નામ થાય છે. નામની કલ્પના સ્વયં સબૂત નથી, અસભૂત છે. “જે પદાર્થ સદ્, સ્થિર તથા અવિકારી હોય, તેનું જ નામ હોઈ શકે. જે અસતું હોય તેનું નામ ન હોય” – આ કલ્પના નિતાન્ત અસાર છે. શૂન્યતાના પ્રકારઃ શૂન્યતાનું અધ્યયન બોધિસત્ત્વની પ્રાપ્તિ માટે અત્યન્ત આવશ્યક છે, કે જે નિર્વાણની પ્રાપ્તિનું કારણ છે. (૧) અધ્યાત્મ-શૂન્યતા (આંતરિક વસ્તુઓની શૂન્યતા) અધ્યાત્મનો અભિપ્રાય ૯ વિજ્ઞાનોથી છે. તેને શૂન્ય બતાવવાનો અર્થ એ છે કે આપણી માનસક્રિયાના મૂલમાં, તેનો નિયામક “આત્મા' નામનો કોઈ પદાર્થ નથી. હીનયાનિઓનો અનાત્મવાદ આ શૂન્યતાનો દ્યોતક છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy