SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन व्यवच्छेदफलं वाक्यं यतश्चैत्रो धनुर्धरः । પર્થો ધનુર્ધરો નીર્જ સરોમિતિ વા યથા સારૂ ” [પ્રવાવ ૪/૦૧૦-૧૨] सम्यग्ज्ञानस्य च द्वैविध्य प्रत्यक्षपरोक्षविषयद्वैविध्यादवसेयम् । यतोऽत्र प्रत्यक्षविषयादन्यः सर्वोऽपि परोक्षो विषयः। ततो विषयद्वैविध्यात्तग्राहके सम्यगज्ञाने अपि द्वे एव * શૂન્યતાનું લક્ષણઃ નાગાર્જુને શૂન્યનું લક્ષણ એક કારિકાદ્વારા બતાવેલ છે પર ત્યાં શાન્ત પ્રપૌરાશિતમ્ નિર્વિજત્વમનાનાર્થતત્ તત્ત્વચ સામ્ . મા. કા - ૧૮૯ શૂન્ય લક્ષણ આ પ્રકારે છે. (૧) તે (શૂન્ય) અપરપ્રત્યય છે. અર્થાત્ એક દ્વારા બીજાને તેનો ઉપદેશ આપી શકાતો નથી. પ્રત્યેક પ્રાણીએ આ તત્ત્વની અનુભૂતિ સ્વયં પોતાની જાતે કરવી જોઈએ. (પ્રત્યાત્મવેદ્ય). આર્યોના ઉપદેશના શ્રવણથી આ (શૂન્ય) તત્ત્વનું જ્ઞાન ક્યારેય પણ થઈ શકતું નથી. કારણ કે આર્યોનું તત્ત્વપ્રતિપાદન “સમારોપ' દ્વારા જ થાય છે. (૨) તે (શૂન્ય) શાન્ત છે. અર્થાત્ સ્વભાવરહિત છે. (૩) તે પ્રપંચોદ્વારા ક્યારેય પણ પ્રપંચિત થતું નથી. અહીં પ્રપંચનો અર્થ શબ્દ છે, કારણ કે તે અર્થને પ્રપંચિતપ્રગટ કરે છે. શૂન્યના અર્થનું પ્રતિપાદન કોઈપણ શબ્દદ્વારા થઈ શકતું નથી. તેથી તે “અશબ્દ” તથા “અનાર તત્ત્વ કહેવાય છે. (૪) તે (શૂન્ય) નિર્વિકલ્પક છે. વિકલ્પનો અર્થ છે ચિત્તનું ચાલવું અર્થાત્ ચિત્તનો વ્યાપાર (ચિત્તપ્રચાર). શૂન્યતા ચિત્ત-વ્યાપારની અંતર્ગત આવતી નથી. ચિત્ત આ તત્ત્વનો વિચાર કરી શકતું નથી. (૫) અનાનાર્થ છેનાના અનેક) અર્થોથી વિરહિત છે. જેના વિષયમાં ધર્મોની ઉત્પત્તિ માનવામાં આવે છે તે વસ્તુ નાનાર્થ હોય છે. વસ્તુતઃ સર્વધર્મોનો ઉત્પાદ થતો નથી. આથી આ (શૂન્ય) તત્ત્વ નાનાર્થરહિત છે. શૂન્યનો આ પ્રકારનો સ્વભાવ છે – સર્વ પ્રપંચોની નિવૃત્તિ. વસ્તુતઃ તે ભાવપદાર્થ છે, અભાવ નથી. જગતના મૂલમાં વિદ્યમાન હોવાવાળો આ ભાવપદાર્થ છે. શૂન્યતા જ પ્રતીત્યસમુત્પાદ છે. यःप्रत्ययसमुत्पादः शून्यतां तां प्रचक्ष्महे । सा प्रज्ञप्तिरुपादाय प्रतिपत् सैव मध्यमा ।। શુન્યવાદની સિદ્ધિ : શૂન્યવાદના નિરાકરણના નિમિત્તરૂપ પૂર્વપક્ષની અનેક યુક્તિઓ છે, તેનું જ વિશેષ ખંડન નાગાર્જુન પોતાના ‘વિગ્રહ-વ્યાવર્તિની' ગ્રંથમાં વિસ્તારથી કરેલ છે. અહીં ટુંકમાં શૂન્યવાદની સિદ્ધિ કઈ રીતે કરે છે તે જોઈએ. પૂર્વપક્ષઃ (૧) વસ્તુઓનો નિષેધ (શૂન્યવાદ) ઠીક નથી કારણકે (i) જે શબ્દોને યુક્તિના સહારાથી પ્રયોગ કરાય છે. તે પણ શૂન્ય અસાર જ થઈ જશે. (ii) જો તેમ નહીં માનો તો, તમારી વાત છે કે સર્વવસ્તુઓ શૂન્ય છે, તે અસત્ય ઠરશે. (iii) શૂન્યતાને સિદ્ધ કરવાના પ્રમાણનો નિતાન્ત અભાવ છે. વળી (૨) સર્વવસ્તુઓને વાસ્તવિક માનવી જોઈએ. કારણકે. (i) સારા-ખોટાના ભેદનો સર્વે સ્વીકાર કરે છે
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy