SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक -८, बोद्धदर्शन છે, તેવી શબ્દજન્ય આગમજ્ઞાનદ્વારા પ્રદર્શિત કરાયેલ હોતી નથી. આમ વસ્તુનું કથનકરવું તે શબ્દનું સામર્થ્ય નથી. શબ્દદ્વારા પ્રતિપાદ્ય વસ્તુ અનિયતદેશાદિવાળી હોવાના કારણે ન તો અતિક્રમણ કરવું યોગીજનનું પ્રધાન કાર્ય છે. એના સિવાય રાગ-દ્વેષાદિ દ્વન્દાતીત નહીં થાય. અને નિર્વાણ પ્રાપ્ત નહીં થાય. પરિકલ્પિત અને પરતંત્રસત્યમાં પરસ્પરભેદ છે. પરિકલ્પિત કેવલ નિર્મુલ કલ્પનામાત્ર છે. પરંતુ પરતંત્ર બાહ્ય સત્યસાપેક્ષ છે. પરતંત્ર એટલું દુષિત નથી. પરંતુ પરિકલ્પિતસત્ય ભ્રાન્તિનું કારણ છે. પરતંત્ર શબ્દનો જ અર્થ એ છે કે બીજા ઉપર અવલંબિત આથી તાત્પર્ય એ છે કે પરતંત્ર સત્તા સ્વયં ઉત્પન્ન થતી નથી. પણ હેતુ-પ્રત્યયથી ઉત્પન્ન થાય છે. પરિકલ્પિત લક્ષણમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવનો સ્પષ્ટ ઉદય થાય છે. પણ ભેદની કલ્પના નિતાન્તભ્રાન્ત છે. ગ્રાહકભાવ અને ગ્રાહ્યભાવ બંને પરિકલ્પિત છે. કારણકે વિજ્ઞાન એકાકાર રહે છે. તેમાં ન તો ગ્રાહકત્વ છે. અને ન તો ગ્રાહ્યત્વ છે. જ્યાં સુધી આ સંસાર છે. ત્યાં સુધી આ દ્વિવિધકલ્પના ચાલતી રહે છે. જે સમયે આ બંને ભાવો નિવૃત્ત થાય છે. તે સમયની અવસ્થા પરિનિષ્પન્નલક્ષણ કહેવાય છે. પરતંત્ર હંમેશાં પરિકલ્પિતલક્ષણની સાથે મિશ્રિત થઈને આપણી સામે ઉપસ્થિત થાય છે. જે સમયે આ મિશ્રણ સમાપ્ત થઈ જશે અને પોતાના વિરુદ્ધરૂપમાં પ્રતીત થવા લાગશે તે તેની પરિનિષ્પન્નાવસ્થા છે. આચાર્ય અસંગે “મહાયાનસૂત્રાલંકાર'માં સત્યના આ ત્રણ પ્રકારોનું વર્ણન નીચે પ્રમાણે કરેલ છે. (૧) પરિકલ્પિતસત્તા: જેમાં કોઈ વસ્તુનું નામ અથવા અર્થ અથવા નામનો પ્રયોગ સંકલ્પદ્વારા કરાય તે પરિકલ્પિત સત્તા. (યથા નામર્થનર્થસ્થ નાનઃ પ્રસ્થાનતા ર યા સંનિમિત્તે દિ રિન્વિતસ્ત્રક્ષi I (F..99/રૂ8) (૨) પરતંત્રસત્તા : જેમાં ગ્રાહ્ય અને ગ્રાહકના ત્રણે લક્ષણો કલ્પનાનીઉપર અવલંબિત હોય તે પરતંત્ર સત્તા કહેવાય છે. ગ્રાહ્યના ત્રણ ભેદ છે. (૧) પદાભાસ, (૨) અર્વાભાસ, (૩) દેહાભાસ. ગ્રાહકના ત્રણ ભેદ છે (૧) મન, (૨) ઉદગ્રહ (ચક્ષુર્વિજ્ઞાન આદિ પાંચ ઇન્દ્રિય વિજ્ઞાન), (૩) વિકલ્પ. ગ્રાહ્ય અને ગ્રાહકના આ ત્રણ ભેદ જે અવસ્થામાં ઉત્પન્ન થાય છે, તે અવસ્થાની સત્તા પરતંત્રસત્તા કહેવાય છે. મહાયાન સ્ત્રાલંકારમાં કહ્યું છે કે... त्रिविधं विविधाभासो ग्राह्यग्राहकलक्षणः । अभूत परिकल्पो हि परतन्त्रस्य लक्षणम् ।।११।४०।। (૩) પરિનિષ્પન્ન પરિનિષ્પન્ન વસ્તુ તે છે, કે જે ભાવ અને અભાવથી એવા પ્રકારે અતીત છે કે જે પ્રકારે બંનેના મિશ્રણરૂપથી અને તે સુખ અને દુઃખની કલ્પનાથી નિતાન્તમુક્ત છે. મહાયાન સૂત્રાલંકારમાં કહ્યું છે કે.... अभावभावता य च भावाभावसमानता । अशान्तशान्ताऽकल्पा च परिनिष्पनलक्षणम् ।। (११/४५) તેનું બીજું નામ તથતા છે. તે તથતાને પ્રાપ્ત કરી લેવાથી બુદ્ધ તથાગત નામથી પ્રસિદ્ધ થયા હતા. (આવું મનાય છે) તે પરમાર્થ અદ્વતરૂપ છે. તેના સ્વરૂપનું વર્ણન કરતાં આચાર્ય અસંગે મહાયાન સૂત્રાલંકારમાં કહેલ છે કે - ર સન્ન રાત્રિ તથા ન થાચા, ન ના ઐત્તિ ન થાવદીયતે | ન વર્ત ના વિશુદ્ધ પુનઃ, વિશુધ્યતે તત્પરમાર્થ–સામ્ IIદ્દા ૧ી અર્થાત્ પરમતત્ત્વ પાંચ પ્રકારથી અદ્વૈતરૂપ છે. સતુ-અસતું, તથા-અતથા, જન્મ-મરણ, હાસ-વૃદ્ધિ, શુદ્ધિ-અવિશુદ્ધિ આ પાંચે કલ્પનાઓથી પરમાર્થતત્ત્વ નિતાન્તમુક્ત છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy