SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ८२ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन . જ્ઞાનોમાં પ્રદર્શિતઅર્થપ્રાપકતા નથી. અને તેથી તે જ્ઞાનોમાં પ્રામાણ્ય પણ નથી. આ જ રીતે પ્રત્યક્ષ-અનુમાન પ્રમાણથી ભિન્ન શબ્દજન્ય આગમજ્ઞાન પણ પ્રદર્શિત અર્થનું પ્રાપક બની પ્રમાણ થઈ શકતું નથી. કારણ કે શબ્દ અનિયતદેશ, કાલ અને આકારવાળી વસ્તુનું પ્રતિપાદન કરે છે. જ્યારે વસ્તુ કોઈને કોઈ દેશ, કાલ અને આકારમાં રહે છે. આથી શબ્દજન્ય આગમજ્ઞાન અનિયતદેશાદિવાળી વસ્તુનું પ્રતિપાદન કરે છે તથા તે જે વસ્તુનું પ્રતિપાદન કરે છે, તે વસ્તુ તે દેશમાં, તે કાલે, તે આકારમાં હોતી પણ નથી અને વસ્તુ જેવા દેશ-કાલ-આકારમાં હોય સર્વ નિમિત્તોથીવિહીન હોવાના કારણે તે ‘અનિમિત્ત' કહેવાય છે. તે લોકોત્તરજ્ઞાન દ્વારા સાક્ષાત્કૃતતત્ત્વ છે. આથી ‘પરમાર્થ' છે અને આ આર્યધર્મોની સમ્યષ્ટિ, સમ્યક્યાયામ (પ્રયત્ન)આદિ શ્રેષ્ઠધર્મોનું કારણ (ધાતુ) છે. આથી તેની સંજ્ઞા ‘ધર્મધાતુ’ છે. સત્તામીમાંસા : યોગાચારમતમાં સત્તા માધ્યમિકમતની સમાન જ બે પ્રકારની મનાય છે. (૧) પારમાર્થિક (૨) વ્યાવહારિક, વ્યાવહારિકસત્તાને વિજ્ઞાનવાદિ આચાર્યો બે વિભાગમાં વહેંચે છે. (૧) પરિકલ્પિતસતા (૨) પરતંત્રસત્તા. અદ્વૈતવેદાન્તિઓની સમાન જ વિજ્ઞાનવાદિઓનું કથન છે કે જગતનો સમસ્તવ્યવહા૨ આરોપ અર્થાત્ ઉપચારના ઉપર અવલંબિત ૨હે છે. વસ્તુમાં અવસ્તુના આરોપને અધ્યારોપ કહેવાય છે. જેમકે રજ્જુમાં સર્પનો આરોપ. આ દૃષ્ટાંતમાં રજ્જુમાં કરેલો સર્પનોઆરોપ મિથ્યા છે. કારણ કે બીજીક્ષણે આપણને ઊચિત પરિસ્થિતિમાં આ ભ્રાન્તિનું નિરાકરણ થઈ જાય છે અને રજ્જુનું રજ્જુત્વ આપણી સમક્ષ ઊપસ્થિત થાય છે. અહીં સર્પની ભ્રાન્તિનું જ્ઞાન પરિકલ્પિત છે. રજ્જુની સત્તા પરતન્ત્રશબ્દથી અભિહિત ક૨વામાં આવે છે. તે વસ્તુ જેનાથી રજ્જુ બનીને તૈયાર થઈ છે તે વસ્તુ પરિનિષ્પન્નસત્તા કહેવાય છે. લંકાવતારસૂત્રમાં પણ પરમાર્થ અને સંવૃત્તિ એમ (સત્તાના) બે ભેદ બતાવેલ છે. સંવૃત્તિસત્ય (વ્યાવહારિક સત્ય) પરિકલ્પિત તથા પરતંત્રસત્ય સ્વભાવનીસાથે સદાસંબદ્ધ રહે છે. આ બંને પ્રકારનું જ્ઞાન થયા બાદ જ પરિનિષ્પન્નજ્ઞાન થાય છે. પરમાર્થસત્યનો સંબંધ તે જ્ઞાનથી છે. ૫૨માર્થનું જ બીજું નામ ‘ભૂતકોટિ’ છે. સંવૃત્તિ ૫રમાર્થનું પ્રતિબિંબમાત્ર છે. સંવૃત્તિનો અર્થ થાય છે બુદ્ધિ, તે બે પ્રકારની માનેલ છે. (૧) પ્રવિચયબુદ્ધિ (૨) પ્રતિષ્ઠાપિકાબુદ્ધિ. પ્રવિચયબુદ્ધિથી પદાર્થોના યથાર્થરૂપનું ગ્રહણ કરાય છે. શૂન્યવાદિઓની સમાન જ સમસ્તપદાર્થો સત્, અસત્, અસ્તિત્વ, નાસ્તિત્વ આ ચાર કોટીથી સદા મુક્ત રહે છે. લંકાવતારસૂત્રનું કથન છે કે બુદ્ધિથી પદાર્થોની વિવેચના ક૨વાથી તેનો સ્વભાવ જ્ઞાનગોચર નહીં થાય. એટલા માટે વિશ્વના સમસ્તપદાર્થોને લક્ષણહીન (અનભિલાપ્ય) તથા સ્વભાવહીન (નિ:સ્વભાવ) માનવા જ પડશે. વસ્તુ-તત્ત્વનું તે વિવેચન પ્રવિચયબુદ્ધિનું કાર્ય છે. પ્રતિષ્ઠાપિકાબુદ્ધિથી ભેદ-પ્રપંચ આભાસિત થાય છે. તથા અસત્ પદાર્થ સદ્ગુરૂપથી પ્રતીત થાય છે. આ પ્રતિષ્ઠાપનવ્યાપારને ‘સમારોપ’ કહેવાય છે. લક્ષણ, ઇષ્ટ, હેતુ અને ભાવ આ ચારનો આરોપ થાય છે. સારાંશ એ છે કે જે લક્ષણ અથવા ભાવ વસ્તુમાં સ્વયં ઉપસ્થિત ન હોય તેની કલ્પના કરવી તે પ્રતિષ્ઠાપન કહેવાય છે. લોકવ્યવહારના મૂલમાં આ પ્રતિષ્ઠાપન વ્યવહાર સદા પ્રવૃત્ત રહે છે. અને આ પ્રતિષ્ઠાપિકાબુદ્ધિનું
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy