SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - * * 12 કિંચિત જિનવરમાં સઘળા દર્શન છે, દર્શને જિનવર ભજના રે, સાગરમાં સઘળી તિટની સહી તિટનીમાં સાગર ભજના રે, શ્રી નમિ જિનવરના ચરણ ઉપાસક ષઅંગ આરાધે રે. - શ્રી આનંદઘનજી મહારાજા જેમ સાગ૨માં સઘળી નદીઓનો સમાવેશ હોય છે, પણ નદીમાં સાગરનો સમાવેશ નથી, તેમ શ્રી જિનેશ્વર ભગવાનના દર્શનમાં સઘળા દર્શનોનો સમાવેશ છે, પણ અન્ય એક એક દર્શનમાં જિનેશ્વર ભગવાનના દર્શનનો સમાવેશ નથી અથવા તેઓ તેના અંશરૂપ છે. આ તત્ત્વની વાસ્તવિક પ્રતીતિ ક૨વા માટે છ દર્શનનો અભ્યાસ જરૂરી બને છે. પ્રસ્તુત પ્રકાશન તેમાં સહાયક થશે. આ ગ્રંથમાં અન્ય દર્શનોના નિરૂપણ સાથે અંતે જૈનદર્શનના નિરૂપણમાં ઘણા પદાર્થોની રજુઆતમાં વિવિધતા અને વિશેષ સ્પષ્ટતા જોવા મળે છે. જેમ કે ननु सिद्धानां कर्मक्षयः किमेकान्तेन कथञ्चिद्वा ? आद्येऽनेकान्तहानिः, द्वितीये सिद्धानामपि सर्वथा कर्मक्षयाभावादसिद्धत्वप्रसङ्गः, संसारीजीववदिति । ત્રોતે । सिद्धैरपि स्वकर्मणां क्षय स्थित्यनुभागप्रकृतिरूपापेक्षया चक्रे, न परमाण्वपेक्षया । न ह्यणूनां क्षय केनापि कर्तुं पार्यते, अन्यथा मुद्गरादिभिर्घटादीनां परमाणुविनाशे कियताकालेन सर्ववस्त्वभावप्रसङ्गः स्यात् । ततस्तत्राप्यनेकान्त एवेति सिद्धं दृष्टेष्टाविरुद्धमनेकान्तशासनम् । ભાવાર્થ :- સિદ્ધ ભગવાનને સર્વથા એકાન્તે કર્મનો ક્ષય માનશો તો સ્યાદ્વાદની હાનિ થશે અને સર્વથા ન માનો તો અસિદ્ધત્વ માનવું પડશે. આવી પૂર્વપક્ષીએ આપત્તિ આપી, તેના ઉત્તરમાં ગ્રંથકારે જણાવ્યું કે સિદ્ધ ભગવાનને કર્મનો ક્ષય ૫૨માણુની અપેક્ષાએ નથી. પરંતુ કર્મોની પ્રકૃતિ આદિની અપેક્ષાએ છે. અણુનો ક્ષય તો ક્યારેય થઈ શકતો જ નથી. ૫૨માણુનો ક્ષય માનવાથી તો સર્વ વસ્તુના અભાવનો પ્રસંગ આવશે. આ રીતે અનેકાન્ત શાસન પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. વળી ગાથા-૫૭ની ટીકામાં એક સ્થળે સ્યાદ્વાદ સમ્યગ્ એકાન્તથી દૃઢ બને છે, આ વાત બહુ સ્પષ્ટ કરી છે. વસ્તુમાં ‘જે અંશે સત્ત્વ છે, તે અંશ વડે એકાંત સત્ત્વ માનવામાં આવે તો એકાન્ત માનવાથી સ્યાદ્વાદની હાનિ થશે અને ‘જે અંશ વડે સત્ત્વ છે, તે અંશ વડે સત્ત્તાસત્ત્વ માનવામાં આવે' તો અનવસ્થા આવશે. આવા પૂર્વપક્ષના આક્ષેપનો જવાબ આપતાં ગ્રંથકારે જણાવ્યું કે – — . सत्त्वासत्त्वादयो वस्तुन एव धर्माः, न तु धर्माणां धर्माः, 'धर्माणां धर्मा न भवन्ति' इति वचनाद् । न चेवमेकान्ताभ्युगमादनेकान्तहानिः, अनेकान्तस्य सम्यगेकान्ताविनाभावित्वात्, अन्यथानेकान्तस्यैवाघटनाद्, नयार्पणादेकान्तस्य प्रमाणादनेकान्तस्यैवोपदेशात्, तथैव दृष्टेष्टाविरुद्धस्य तस्य व्यवस्थितेः ।
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy