SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દન સમુથ મા - ૨ 11. દાખલ કરવામાં આવેલા અનેકવિધ વિષયો છે. જેમાં વિશેષ નોંધપાત્ર પરિશિષ્ટરૂપે “પદર્શનસમુચ્ચયભૂમિકા' (પરિશિષ્ઠ-૭) છે. જે લખાણ વચનસિદ્ધ પૂ.ઉપાધ્યાય પ્રવરશ્રી વીર વિજયજી મહારાજાના શિષ્યરત્ન સકલાગમ રહસ્યવેદિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર કર્મસાહિત્ય સુનિપુણમતિ સચ્ચારિત્ર ચુડામણિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કે જેઓ તે સમયે અનુયોગાચાર્ય પૂ. પંન્યાસજી શ્રી પ્રેમ વિજયજી ગણિવર્ય રૂપે પ્રખ્યાત હતા; તેઓશ્રીમદે ખૂબ જ જહેમત ઉપાડી કરેલ છે, જેમાં આ ગ્રંથરતા, ગ્રંથકાર, ગ્રંથવિષય આદિ અનેકવિધ બાબતોનો પ્રોઢ ગીર્વાણ ગિરામાં પરિચય આપવા ઉપરાંત અનેક કલ્પિતબાબતોનો શાસ્ત્રીય સચોટયુક્તિઓ અને ઉક્તિઓ દ્વારા પ્રબળ પ્રતિકાર પણ કર્યો છે. દરેક દર્શન અધ્યેતાઓએ આ ભૂમિકાનું લખાણ કાળજીપૂર્વક વાચવું ઉપયોગી છે. તદુપરાંત પરિશિષ્ટ - ૮ રૂપે મલધારિગચ્છના પૂ.આ.શ્રી રાજશેખસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચિત પદર્શન સમુચ્ચય નામનો અન્ય આ વિષયક અને સમાન નામવાળો જ ગ્રંથરત્ન ઉદ્ધત કરવામાં આવ્યો છે. ત્યારબાદ પરિશિષ્ટ - ૯ રૂપે પૂ.આ શ્રી. સોમતિલક સૂરીશ્વરજી મહારાજ રચિત આ ગ્રંથ પરની લઘુવત્તિ પણ સંપૂર્ણ મુદ્રિત કરાઈ છે. એની સાથે જ આ ગ્રંથ પર મળતી પ્રાચીન સૂરિવર દ્વારા રચાયેલી અવચૂર્ણ પણ આપવામાં આવી છે (પરિશિષ્ટ - ૧૦) અને અંતે કોઈક અજ્ઞાત કર્તાએ બનાવેલ લઘુ ષદર્શન સમુચ્ચય પણ આપવામાં આવેલ છે. આ રીતે આ વિષયના અનેક ગ્રંથો એક સાથે મળવાથી તુલનાત્મક અભ્યાસ આદિ કરવાની ઇચ્છા ધરાવતા આત્માઓને ખૂબ ઉપયોગી બની રહેશે. પ્રસ્તુત ગ્રંથમાં કયા કયા ક્રમે કયા કયા દર્શનો સંબંધી કયા કયા વિષયોનું નિરૂપણ છે, તેનો નિર્દેશ અનુક્રમણિકામાં કરવામાં આવેલો હોવાથી અત્રે તેનો ઉલ્લેખ નથી કરતો. આ ગ્રંથનો ભાવાનુવાદ તેમજ પરિશિષ્ટોની સંકલન, ટીપ્પણીઓ આદિ સાથેનું સર્વાગ સુંદર સંપાદન કાર્ય ખૂબ જ સૂક્ષ્મબોધ, સમય, આવડત, રુચિ અને જહેમત માગી લે તેવું હોવા છતાં સંપાદક – ભાવાનુવાદકાર મહાત્માએ તેને સાંગોપાંગ પૂર્ણ કરી અનુમોદનીય શ્રુતભક્તિનું કાર્ય કર્યું છે. જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ઉત્તમસંયમી મુનિરાજશ્રી દર્શનભૂષણ વિજયજી મહારાજના શિષ્યર પ્રવચનકાર મુનિરાજશ્રી દિવ્યકીર્તિવિજયજી મહારાજના શિષ્યયર પ્રવચનકાર મુનિરાજશ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજના તેઓ શિષ્યરત્ન છે અને નિર્મળ સંયમના લક્ષ્ય અને પાલનપ્રયત્ન પૂર્વક તેઓ નિરંતર વ્યાકરણ, ન્યાય, દર્શન જેવી જટિલ ગણાતી જ્ઞાનશાખાઓમાં નિપુણતા કેળવી સમ્યગ્દર્શનાદિની શુદ્ધિનો પુરુષાર્થ કરી રહ્યા છે. તેઓનો આ પ્રયાસ અનેકાનેક ભવ્યાત્માઓને પડ્રદર્શનના બોધ દ્વારા, મિથ્યાદર્શનોની અપૂર્ણતાનું ભાન કરાવી તેના ત્યાગના માર્ગે સમ્યકુ જૈનદર્શનની પૂર્ણતાનું શ્રદ્ધાન કરાવી એના સુરુચિપૂર્ણ સ્વીકાર અને પરિપાલનના માર્ગે સર્વકર્મનો ક્ષય કરાવી શાશ્વત સુખાત્મક મોક્ષને પમાડનાર બને એજ શુભાભિલાષા. દાતરાઈ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ વિ.સં. ૨૦૧૧ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી ફાગણ સુદ - ૩ મહારાજાના શિષ્યાલંકાર વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ રવિવાર. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનો શિષ્યાણ - વિજય કીર્તિયશસૂરિ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy