SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुशय भाग - १, श्लोक -८, बोद्धदर्शन અવિસંવાદિજ્ઞાનને પ્રમાણ કહેવાય છે. આથી અવિસંવાદિજ્ઞાન જ પ્રમાણની કોટીમાં આવે છે. જે જ્ઞાન અર્થનું પ્રાપક હોય તે જ જ્ઞાન અવિસંવાદિ કહેવાય છે. જે જ્ઞાન અર્થનું પ્રાપક ન હોય, તે જ્ઞાન અવિસંવાદિ હોતું નથી. જેમકે કેશોંડુકનું જ્ઞાન. (આકાશમાં સૂર્યના પ્રકાશના કારણે બહાર ફરીને આવ્યાબાદ મકાનમાં માથાના વાળ જેવી કે ઉડુંક = મચ્છરો જેવી કાળી રેખાઓ તથા ધાબા હોય તેમ લાગે છે. તેને કશોંડુકજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનમાં વાળ અને મચ્છરરૂપ અર્થની પ્રાપ્તિ થતી નથી, માટે તે પ્રતીતિ અવિસંવાદિ નથી. માટે પ્રમાણરૂપ નથી.) અર્થપ્રાપકત્વ પ્રવર્તકની સાથે વ્યાપ્ત હોય છે. અર્થાત્ અર્થપ્રાપકત્વ પ્રવર્તકની સાથે અવિનાભાવ રાખે છે. કારણ કે જે જ્ઞાન પ્રવર્તક નથી, તે જ્ઞાન અર્થની પ્રાપ્તિ કરાવી શકતું નથી. આ રીતે અધ્યાત્મ આયતન બાહ્ય આયતન (અભ્યત્તરદ્વાર યાને ઇન્દ્રિય) (૧) ચક્ષુરિન્દ્રિય આયતન રૂપ આયતન (૨) શ્રોત્રઇન્દ્રિય આયતન શબ્દ આયતન (૩) ઘાણઇન્દ્રિય આયતન (૯) ગંધ આયતન જિલ્લાઇન્દ્રિય આયતન (૧૦). રસ આયતન (૫) સ્પર્શ(કાયેન્દ્રિય) આયતન (૧૧) સ્પષ્ટવ્ય આયતન (ક) બુદ્ધિ(મન) ઇન્દ્રિય આયતન (૧૨) બાહ્ય ઇન્દ્રિયથી અગ્રાહ્મવિષય (ધર્મો અથવા ધર્માયતન). વૈભાષિકો (સર્વાસ્તિવાદિ)ઓનું કથન છે કે તેમના સિદ્ધાંતને બુદ્ધ સ્વયં પ્રતિપાદન કરેલ છે. પોતાના ઉપદેશના સમયે તેમને સ્વયં કહેલું કે સમસ્ત વસ્તુઓ વિદ્યમાન છે. કઈ વસ્તુઓ વિદ્યમાન છે? એવા પ્રશ્નના જવાબમાં બુદ્ધે કહેલું કે બારઆયતન સર્વદા વિદ્યમાન રહે છે અને તેને છોડીને અન્ય વસ્તુઓ વિદ્યમાન રહેતી નથી. આ કથનનો એ અર્થ છે કે વસ્તુની સત્તાને માટે બારઆયતન આવશ્યક છે. તે કાં તો પૃથફ ઇન્દ્રિયરૂપે અથવા કાંતો પૃથફ ઇન્દ્રિય ગ્રાહ્મવિષય હોવો જોઈએ. આ બંનેમાંથી એકપણ ન હોય, તો તેની સત્તા માન્ય નથી. જેમકે આત્મા'ની સત્તા, જે ન તો ઇન્દ્રિય છે, ન તો ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય વિષય છે. આથી આત્માની સત્તા નથી. (iii) અઢાર ધાતુ: (“ધાતુ' શબ્દ વૈદ્યકશાસ્ત્રાનુસાર લીધેલ છે, તે અનુસાર આ શરીરમાં અનેક ધાતુઓનો સન્નિવેશ છે. આ પ્રકારે બુદ્ધધર્મ આ જગતમાં અનેક ધાતુઓની સત્તા માને છે. અથવા ધાતુ' શબ્દ ખનીજપદાર્થોના માટે વ્યવહૃત થાય છે. જે પ્રકારે ખાણમાંથી ધાતબહાર નિકાળવામાં આવે છે. તે પ્રકારે સત્તાભૂત જગતના ભિન્ન-ભિન્ન અવયવો યા ઉપકરણોને “ધાતુ' કહેવાય છે. જે શક્તિઓના એકીકરણથી ઘટનાઓનો એક પ્રવાહ (સંતાન) નિષ્પન્ન થાય છે. તેની સંજ્ઞા ધાતુ છે. છ ઇન્દ્રિય, છ વિષયો તથા છ વિજ્ઞાનો, એમ અઢારધાતુ છે. ઇન્દ્રિય અને વિષયનું વર્ણન ઉપર છે. ઇન્દ્રિયો વિષયની સાથે સંપર્કમાં આવવાથી એક પ્રકારનું વિશિષ્ટજ્ઞાન (વિજ્ઞાન) ઉત્પન્ન થાય છે. તે ઇન્દ્રિયોની સંખ્યાને અનુસાર ૬ પ્રકારનું છે. 2ધાતુક જગતનો પરસ્પરભેદઃ બૌદ્ધધર્મ આ વિશ્વને ત્રણલોકમાં વિભક્ત કરે છે. અને તેના માટે ધાતુ' શબ્દ પ્રયુક્ત છે. (ઉપરના વિભાજનમાં ધાતુ શબ્દ ભિન્ન અર્થમાં છે.) જગત બે પ્રકારનું છે. (૧) ભૌતિક (રૂપધાતુ), (૨) અભૌતિક ધાતુ.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy