SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक -६, बोद्धदर्शन यतो यस्मात्समुदयालोके लोकमध्ये रागादीनां रागद्वेषादिदोषाणां गणः समवायोऽखिलः समस्तः समुदेति समुद्भवति । कीदृशो गण इत्याह । आत्मात्मीयभावाख्यः । आत्मा स्वं, आत्मीयः स्वकीयः, तयोर्भावस्तत्त्वम् । आत्मात्मीयभावः अयमात्मा अयं चात्मीय इत्येवं संबन्ध इत्यर्थः । उपलक्षणत्वादयं परोऽयं च परकीय इत्यादि संबन्धो द्रष्टव्यः । स एवाख्या नाम यस्य स आत्मात्मीयभावाख्यः । अयं भावः-आत्मात्मीयसंबन्धेन परपरकीयादिसंबन्धेन वा यतो रागद्वेषादयः समुद्भवन्ति सः समुदयो नाम तत्त्वं बौद्धमत उदाहृतः कथितः । अत्रोत्तरार्धे सप्तनवाक्षरपादद्वये छन्दान्तरसद्भावाच्छन्दोभङ्गदोषो न વિન્ય:, વાર્ષ–ાત્રસ્તુતશાસ્ત્રW Tોદ્દો ટીકાનો ભાવાનુવાદ: જે કારણથી લોકમાં રાગ-દ્વેષાદિદોષોનો સમસ્તગીર જ્યાર થાય છે. (ત) કારી સમુદય છે.) પ્રશ્ન: તે રાગાદિભાવોનો સમુહ કેવા પ્રકારનો છે ? ઉત્તર : આત્મા-આત્મીયભાવસ્વરૂપ છે. અર્થાત્ આત્મા એટલે “હું” અને આત્મીય એટલે “મારૂં,” આ બંનેનો ભાવ તે આત્મા-આત્મીયભાવ કહેવાય છે. અર્થાત્ “આ હું છું” અને “આ મારૂં છે” આવો ભાવાર્થ જાણવો. ઉપલક્ષણથી આ પર છે અને આ પારકું છે. ઇત્યાદિ સંબંધ નામરૂપ મળે છે. નામરૂપ એટલે શરીર અને મન દ્વારા રચાતું સંસ્થાન. નામરૂપથી પડાયતન જન્મે છે. પાંચ ઇન્દ્રિય અને મન એ પડાયતન છે. ઇન્દ્રિય અને મન દ્વારા વિષયનો સંપર્ક થાય છે. તેને સ્પર્શ કહે છે. સ્પર્શ=ઇન્દ્રિયવિષયના સંપર્કથી સુખ, દુ:ખ કે ઉદાસીનતાની અનુભૂતિ થાય છે, તે વેદના છે. વેદનાથી તૃષ્ણા જન્મે છે. તૃષ્ણા=ઇચ્છા. તૃષ્ણાથી ઉપાદાન જન્મે છે. ઉપાદાન એટલે આસક્તિ. આસક્તિથી પુનર્જન્મ ઉત્પન્ન કરવાવાળું કર્મ=“ભવ” ઉત્પન્ન થાય છે. ભવથી જન્મ અને જન્મથી જરા-મરણની ઉત્પત્તિ થાય છે. આમ, આ દ્વાદશનિદાન દુ:ખનું કારણ બને છે. દ્વાદશનિદાનના પ્રત્યેકઅંગ પરસ્પરકાર્ય-કારણભાવથી સંકળાયેલા છે અને ભવચક્રનું કારણ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેભવ આ કારણશૃંખલા સાથે સંબંધિત છે. અવિદ્યા અને સંસ્કાર આ બે નિદાન અતીતભવ સાથે સંબદ્ધ છે. વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભવ આ આઠ વર્તમાનભવ સાથે સંબદ્ધ છે. જાતિ અને જરામરણ આ બે નિદાન ભવિષ્યજન્મ સાથે સંબદ્ધ છે. દ્વાદશનિદાનની આ પ્રક્રિયાને પ્રતીત્યસમુત્પાદના નામે પણ ઓળખવામાં આવે છે. જે બૌદ્ધોનો મૂળ સિદ્ધાંત કહેવાય છે. પ્રતીત્ય અન્યના આધારે ઉત્પાદ—ઉત્પત્તિ, અર્થાત્ સાપેક્ષકારણતાવાદ.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy