SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશનાનું સુંદર પાન કરતાં શ્રીસંઘ, ચાતુર્માસમાં ચાર અનુયોગમય પરમપાવન પંચમાંગ પૂજ્યશ્રી ભગવતીજી સૂત્રનું વિધિપૂર્વક શ્રવણ કરવાનો મનોરથ સેવ્યો. પૂજ્યપાદ આચાર્યદેવને વિજ્ઞપ્તિ પૂર્વક એ જણાવતાં શ્રીસંઘના સદભાગ્યે તેઓશ્રીએ સ્વીકાર કર્યો. અને અષાડ સુદ પાંચમને દિવસે પૂ. ભગવતીજી સૂત્ર અને ભાવના અધિકારે વિક્રમ સંવત પ્રવર્તક શ્રીવિક્રમચરિત્ર ઉત્સવ પૂર્વક શરૂ કરવું એમ નક્કી થયું. આથી શ્રીસંઘમાં આનંદ પ્રવર્તી રહ્યો. અને એ સમયે શ્રેષ્ટિવર્ય શ્રીયુત કાન્તિલાલ ગગલભાઈ હાથીચંદે પ્રતિદિન ૧૦૮ બદામ સહિત અક્ષતના સાથીઆ, નંદ્યાવર્તન સાથીઓ, શ્રીફલ અને તે ઉપર ૧ રૂપીઓ તથા ઘીનો દીવો મારા તરફથી થાય એમ જાહેરાત કરી. શ્રેષ્ટિવર્ય શ્રી મણીલાલ મોતીચંદે તથા શ્રેષ્ટિવર્ય શ્રી કેશવલાલ માણેકલાલે પ્રત્યેક પ્રશ્ન પ્રશ્ન એકેક રૂપૈયાથી પૂજન અમારી તરફથી થાય એમ જાહેરાત કરી. અહર્નિશ પૂ. ભગવતીજી સૂત્રની વિધિપૂર્વક ક્રિયા કરવાની જાહેરાત શ્રેષ્ટિ શ્રી કેશવલાલ રાયચંદ કોતરવાળાએ કરી, અને અષાડ સુદ ચોથને દિવસે પૂ. ભગવતીજી સૂત્ર પોતાના ગૃહમંદિરે પધરાવવાનો આદેશ લીધો. તથા શ્રીસંઘમાં પૂ. ભગવતીજી સૂત્રના પ્રારંભ દિવસથી પ્રતિદિન મહામંગલકારી આયંબિલની તપશ્ચર્યા ચાલુ રહે તેના નામ પણ નોંધાયાં. [ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય પૂજ્યશ્રી યશોવિજયજી મહારાજની બનાવેલી શ્રીભગવતીજી સૂત્રની સઝાયમાં જણાવેલ વિધિને અનુસારે. પૂ. ભગવતીજી સૂત્રની ૨૦ નવકારવાળી તથા ૨૫ લોગસ્સનો કાઉસ્સગ, બે ટંક પ્રતિક્રમણ, ત્રણ ટંક દેવવંદન, બ્રહ્મચર્ય, ભૂમિ સંથારો તથા એકાસણું વગેરે વિધિમાર્ગ પ્રતિદિન ક્રિયાકારકને સાચવવાનો નિર્ણય થયો હતો. ] અષાડ સુદ ચોથને દિવસે શ્રેષ્ઠી શ્રી કેશવલાલ રાયચંદે ચતુર્વિધ સંઘ સહિત બેન્ડ વાજીંત્રોના નાદપૂર્વક વાજતે ગાજતે પૂ. ભગવતીજી સૂત્રને પોતાને ઘેર પધરાવી રાત્રિજાગરણાદિ પ્રભાવનાપૂર્વક સુંદર લાભ લીધો. અષાડ સુદ પાંચમની પ્રભાતે બેન્ડ વાજીંત્રોના નાદપૂર્વક વાજતે ગાજતે શ્રીદશાશ્રીમાળી ધર્મશાળામાં લાવી પૂ. ભગવતીજી સૂત્ર વહરાવવાનો આદેશ લેનાર ભાવુકે પૂજ્યપાદ આચાર્યદેવને વહોરાવ્યું. ત્યાર બાદ શેઠશ્રી
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy