SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૬ પણ, વિશિષ્ટ રત્વેને હેતતા ચા–દંડવિશિષ્ટઆકાશપણાથી જ આકાશની હેતતા થાય અર્થાત્ દંડની હેતતા ન થાય, પરંતુ દંડવિશિષ્ટઆકાશની જ હેતુતા થાય, (જે કોઈને સંમત નથી) તિ=એથી, તિઆ–ધમસ્તિકાયવિશિષ્ટ લોકાકાશને ગતિનો હેતુ સ્વીકાર્યો છે, જે વિશ્વિઅર્થ વગરનું છે. બીજું=ધમસ્તિકાથવિશિષ્ટ આકાશને જ ગતિ હેતુ સ્વીકારવામાં બીજો દોષ બતાવે છે. અન્યસ્વભાવપણે કલ્પિત આકાશનેeગતિમાં સહાય કરવાથી અન્ય એવા અવગાહનસ્વભાવપણાથી કલ્પિત આકાશમાં, સ્વભાવાંતરનું કલ્પન=અવગાહનસ્વભાવથી અવ્ય એવા ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશને ગતિમાં સહાયકસ્વભાવરૂપ અન્ય સ્વભાવનું કલ્પન, તે અયુક્ત છે, તે માટે, ગતિનિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું જોઈએ. ૧૦/૬ ભાવાર્થ - સિદ્ધના જીવોનું ઊર્ધ્વગમન ઊર્ધ્વગતિગામી સ્વભાવને કારણે થાય છે પરંતુ જીવના પ્રયત્નથી સિદ્ધના જીવો સિદ્ધશિલા પર જતા નથી તેમ શાસ્ત્ર કહે છે. આ વચન પ્રમાણે સિદ્ધના જીવોની ઊર્ધ્વગમનની પ્રવૃત્તિ છે છતાં જો જીવની અને પુદ્ગલની ગતિનું નિયમન કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય ન સ્વીકારવામાં આવે તો સિદ્ધના જીવોની ઊર્ધ્વગમનની પ્રવૃત્તિ ક્યારેય બંધ થઈ શકે નહીં; કેમ કે સિદ્ધના જીવો ઊર્ધ્વગમન સ્વભાવને કારણે એક સમયમાં લોકાગ્રે જાય છે. તે સ્વભાવે લોકાકાશ કરતાં અનંતગુણા અલોકાકાશમાં તેઓની ફરવાની ક્રિયા ક્યારેય બંધ થઈ શકે નહીં, તેથી સિદ્ધના જીવોની ગતિ ઊર્ધ્વમાં જઈને અટકે છે માટે તેનું નિયમન કરનાર ગતિનિયામક ધર્માસ્તિકાયનો અલોકાકાશમાં અભાવ અવશ્ય સ્વીકારવો જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે ધર્માસ્તિકાયને ગતિનો હેતુ ન સ્વીકારીએ અને લોકાકાશનું ગતિeતુપણું છે તેમ માનીએ તો અલોકાકાશમાં સિદ્ધની ગતિ થાય નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ગતિના હેતુ તરીકે લોકાકાશને સ્વીકારવા માટે ધર્માસ્તિકાયને સ્વીકાર્યા વગર લોકાકાશની વ્યવસ્થા થઈ શકે નહીં, તેથી લોકાકાશને ગતિeતુ સ્વીકારવા માટે પણ ધર્માસ્તિકાયને અવશ્ય સ્વીકારવું પડે. અહીં પૂર્વપક્ષી કહે કે, ધર્માસ્તિકાયને અમે સ્વીકારીશું પરંતુ ગતિનો હેતુ લોકાકાશ છે, ધર્માસ્તિકાય નથી; કેમ કે ધર્માસ્તિકાયવિશિષ્ટ એવું આકાશ એ લોકાકાશ છે અને તે ગતિનું નિયામક છે તેમ સ્વીકારવાથી સિદ્ધના જીવોની ગતિનો હેતુ ધર્માસ્તિકાય છે તેમ સ્વીકારવાની આવશ્યકતા રહેશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશને ગતિ હેતુ સ્વીકારવામાં આવે તો, ઘટાદિ કાર્ય પ્રત્યે દંડાદિવિશિષ્ટ આકાશને જ હેતુ સ્વીકારવો પડે. આશય એ છે કે, જે આકાશમાં દંડાદિ ઘટનિષ્પત્તિના વ્યાપારવાળા હોય છે તે આકાશમાં જ ઘટ ઉત્પન્ન થાય છે, અન્યત્ર ઘટ ઉત્પન્ન થતો નથી તેથી તે પ્રકારના વ્યાપારવાળા એવા દંડાદિથી વિશિષ્ટ એવા આકાશને ઘટનો હેતુ કહેવો એ વ્યવહારથી બાધક છે તેમ ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશને ગતિનો હેતુ કહેવો તે વ્યવહારથી બાધક છે; કેમ કે કાર્યનો અર્થી જે કારણમાં પ્રવૃત્તિ કરે તે કાર્ય પ્રતિ તે કારણોને હેતુરૂપે સ્વીકારવાં તે સર્વસંમત વ્યવહાર છે માટે ઘટનો અર્થી કુંભાર દંડાદિમાં યત્ન કરે છે તેથી ઘટ પ્રત્યે
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy