SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગાથાર્થ - સહજ ઊર્ધ્વગતિગામી એવા મુક્ત જીવને ધર્મના પ્રતિબંધ વિના=ધર્માસ્તિકાયના ગતિમાં સહાયકનો નિયમ સ્વીકાર્યા વગર, અનંત ગગનમાં કહિઈં=ક્યારેય, ફરવાના રસનો ધંધો ટળે નહીં. ||૧૦/૬II ટબો ઃ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૬ જો-ગતિનઈ વિષઈં ધર્માસ્તિકાય દ્રવ્યનો પ્રતિબંધ ૪૦ નિયમ ન હોઈ, તો સહજ ઊર્ધ્વગતિગામી, જે-મુક્ત કહિઈં સિદ્ધ, તેહનઈં-એક સમયઈં લોકાગ્ર જાઈ” એહવઈં સ્વભાવ-અનંત ગગન જતાં હજી લગઈં ફિરવાના રસનો ધંધ ન ટલઈ, જે માટઈં અનંતોકાકાશપ્રમાણ અોકાકાશ છઈં. લોકાકાશનઈં ગતિહેતુપણું છઈ, તે માટઈં- અોકઈં સિદ્ધની ગતિ ન હોઈ ઈમ તો-ન કહિઉં જાઈ. તે માટઈં ધર્માસ્તિકાય વિના લોકાકાશવ્યવસ્થા જ ન હોઈ. “धर्मास्तिकायविशिष्टाकाश एवं हि लोकाकाशः, तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्याद्” इति न किञ्चिदेतत् । " બીજું-અન્ય સ્વભાવપણઈં કલ્પિત આકાશનઈં સ્વભાવાંતરકલ્પન, તે અયુક્ત છઈ, તે માટઈં-ગતિનિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું. ||૧૦|૬|| ઢબાર્થઃ જો ગતિને વિષે ધર્માસ્તિકાય દ્રવ્યનો પ્રતિબંધ કહેતાં નિયમ, ન હોય તો, સહજ ઊર્ધ્વગામી જે મુક્ત કહેતાં સિદ્ધના જીવો, તેને ‘એક સમયમાં લોકાગ્ર જાય' એવા સ્વભાવે-અનંત ગગનમાં જતાં હજુ સુધી (=ધર્માસ્તિકાય દ્રવ્ય વિના) ફિરવાના રસનો ધંધ=ફરવાના રસની પ્રવૃત્તિ, ટળે નહીં. કેમ ટળે નહીં ? તેથી કહે છે – જે માટે, અનંત લોકાકાશપ્રમાણ અલોકાકાશ છે. લોકાકાશને ગતિહેતુપણું છે=ધર્માસ્તિકાય ગતિનો હેતુ નથી પરંતુ લોકાકાશનું ગતિનું હેતુપણું છે તે માટે “અલોકમાં સિદ્ધની ગતિ થતી નથી”એમ તો કહી શકાય નહીં. તે માટે—લોકાકાશના અભાવને કારણે અલોકમાં સિદ્ધની ગતિ નથી એમ કહેવા માટે, ધર્માસ્તિકાય વગર લોકાકાશની વ્યવસ્થા જ ન થાય એમ માનવું જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે ધર્માસ્તિકાય લોકવ્યવસ્થાનો નિયામક છે તેમ અમે સ્વીકારીએ છીએ પરંતુ ધર્માસ્તિકાય ગતિનો હેતુ નથી, પણ ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશ જ ગતિનો હેતુ છે તેમ સ્વીકારી શકાશે. તે શંકા કરીને તેનું નિરાકરણ કરે છે - થર્માસ્તિાવિશિષ્ટાશ વ દિ નોાળાશ =ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશ જ લોકાકાશ છે, તસ્ય T=અને તેનું=ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશનું, પતિદેતુત્વ=ગતિહેતુપણું હોતે છતે, ઘટાવાવપિ=ઘટાદિમાં
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy