SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૪-૫ પાણીનું અવલંબન મળે છે ત્યારે ત્યારે માછલી પોતાની ઇચ્છા અનુસાર ગમન-આગમન કરે છે અને પાણીના અવલંબન વગર માછલી ગમન કરતી નથી તેથી લોકસિદ્ધવ્યવહારનો અપલોડ કરી શકાય નહીં. માટે માછલીના ગમન પ્રત્યે જળ આલંબનરૂપ અપેક્ષાકારણ છે તેમ લોકસિદ્ધવ્યવહારથી સ્વીકારવું જોઈએ અને જો માછલીના ગમન પ્રત્યે જળ આલંબન છે તેમ લોકમાં સિદ્ધ હોવા છતાં ન સ્વીકારવામાં આવે તો તેની જેમ ઘટાદિ કાર્યો પ્રત્યે અન્ય કારણ સ્વીકારીને અન્ય સર્વ કારણને અન્યથાસિદ્ધરૂપે સ્વીકારવાનો પ્રસંગ આવે. આશય એ છે કે નિશ્ચયનય બાહ્ય નિમિત્તકારણને કારણ સ્વીકારતો નથી, પરંતુ ઉપાદાનકારણ જ તે તે કાર્યરૂપે પરિણમન પામે છે તેમ સ્વીકારે છે, તેથી ગમનને અનુકૂળ એવી ઇચ્છા જ ગમન પ્રત્યે કારણ છે. આથી જળમાં રહેલી માછલી પણ ગમનને અનુકૂળ ઇચ્છાવાળી થાય છે ત્યારે તે ઇચ્છાથી સ્વત: ગમન કરે છે અને સ્થલમાં રહેલી માછલી જળના અભાવને કારણે વ્યાકુળ હોવાથી તે વ્યાકુળતાને કારણે જ તેને ગમનની ઇચ્છા થતી નથી, પરંતુ તે વ્યાકુળતાને દૂર કરવાની ઇચ્છા વર્તે છે અને ઉપાય નહીં હોવાથી વ્યાકુળતાની અભિવ્યક્તિરૂપ જ ચેષ્ટા કરે છે એમ નિશ્ચયનય સ્વીકારે છે, જ્યારે વ્યવહારનય નિમિત્તકારણને પણ સ્વીકારે છે, પરંતુ નિશ્ચયની જેમ તથા પરિણત પૂર્વેક્ષણનું ઉપાદાનકારણ જ ઉત્તરક્ષણ પ્રત્યે માત્ર કારણ છે તેમ સ્વીકારતો નથી. વળી વ્યવહારનય જેમ નિશ્ચયનયને અભિમત અંતરંગ કારણને સ્વીકારે છે તેમ બહિરંગ એવા નિમિત્તકારણને પણ સ્વીકારે છે; આમ છતાં વ્યવહારનયનો અપલોપ કરવામાં આવે તો નિશ્ચયનયનું અવલંબન લઈને ઘટનિષ્પત્તિ પ્રત્યે તથા પરિણત એવી ઘટની પૂર્વેક્ષણ જ કારણ છે અર્થાત્ કુશુલઅવસ્થા જે ઘટ અવસ્થાનું કારણ છે તેમ સ્વીકારીને વ્યવહારનયને અભિમત દંડ, ચક્ર, ચીવર, કપાલ આદિ અન્ય સર્વ નિમિત્તકારણોને અન્યથાસિદ્ધ સ્વીકારવાં પડે. વસ્તુત: નિશ્ચયનયની દૃષ્ટિથી કશુલઅવસ્થાપરિણત માટી જ ઘટ પ્રત્યે કારણ છે દંડ, ચક્ર, કુલાલ આદિ અન્યથાસિદ્ધ છે તોપણ વ્યવહારનય કાર્યનો અર્થી જે જે કારણોમાં પ્રવૃત્તિ કરે છે તે સર્વ કારણોને તે કાર્ય પ્રત્યે કારણ સ્વીકારે છે તેથી ઘટ પ્રત્યે વ્યવહારનયથી દંડ, ચક્ર કુલાલાદિ પણ કારણ છે અને નિશ્ચયનયને સંમત કુશૂલાવસ્થા પરિણત એવી માટી પણ કારણ છે તેમ જળમાં માછલીની ગમનક્રિયા પ્રત્યે માછલીની ગમનની ઇચ્છા હેતુ છે ત્યારે ગમનના આલંબનરૂપ જળ પણ કારણ છે તેમ સ્વીકારવું જોઈએ અને તે દૃષ્ટાંતના બળથી જીવ અને પુગલની ગતિપરિણતિથી ઉત્પન્ન થયેલી ગમનક્રિયા પ્રત્યે અતીન્દ્રિય એવું ધર્માસ્તિકાયદ્રવ્ય પણ અપેક્ષાકારણ છે. ll૧૦/૪ અવતરણિકા - ઈમ હિવઈ અધર્માસ્તિકાયનું લક્ષણ કહઈ છૐ – અવતરણિતાર્થ - એમ હવે અધમસ્તિકાનું લક્ષણ કહે છે –
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy