SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૪ લોક રહેલા છે. વળી જીવ અને પુદ્ગલ દ્રવ્યો ચૌદ રજુઆત્મક આકાશના દેશમાં રહેલા છે. અને તે દેશમાં જીવ અને પુદ્ગલ ગતિપરિણામી થાય છે ત્યારે ધર્માસ્તિકાયનું અવલંબન લઈને ગમન કરે છે. તેથી જીવ અને પુદ્ગલની ગમનક્રિયામાં ધર્માસ્તિકાયની અપેક્ષા છે માટે ધર્માસ્તિકાયને ગમનક્રિયાનું અપેક્ષાકારણ કહેવાય છે. હવે અપેક્ષાકારણનો અર્થ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – પરિણામવ્યાપારરહિત અધિકરણરૂપ જે ઉદાસીનકારણ, તે અપેક્ષાકારણ કહેવાય. જેમ, પાણીમાં રહેલી માછલી જળરૂપ અધિકરણનું અવલંબન લઈને ગમન કરે છે તે વખતે જલ માછલીના ગમનને અનુકૂળ કોઈ પ્રકારના પરિણામવ્યાપારવાળું નથી; પરંતુ જળરૂપ અધિકરણ ન હોય તો માછલી ગમન કરી શકે નહીં અને જળરૂપ અધિકરણ હોય તો માછલી ગમન કરે છે. તેથી માછલીની ગમન પ્રવૃત્તિ પ્રત્યે જળ ઉદાસીનકારણ છે પરંતુ માછલીના ગમન પ્રત્યે જળ કોઈ પ્રકારનો વ્યાપાર કરતું નથી. તેમ, જીવ સ્વપ્રયત્નથી કે કર્માદિ અન્ય નિમિત્તોના પ્રયત્નથી ગમનક્રિયા કરે છે ત્યારે ધર્માસ્તિકાય દ્રવ્યનું અવલંબન લઈને જીવની ગમનચેષ્ટા થાય છે અને તે વખતે ધર્માસ્તિકાય દ્રવ્ય જીવની ગમનક્રિયા પ્રત્યે કોઈ પ્રકારના પરિણામવ્યાપારને કરતું નથી છતાં ધર્માસ્તિકાયનું અવલંબન ન હોય તો જીવ ગમન કરી શકતો નથી. આથી જ ઊર્ધ્વગમનના સ્વભાવવાળા સિદ્ધના જીવો પણ સિદ્ધશિલા ઉપર જઈને સ્થિર થાય છે; કેમ કે ગમનના આલંબનરૂપ ધર્માસ્તિકાય દ્રવ્ય ત્યારપછી નથી. જેમ, જળમાંથી બહાર રહેલી માછલી ગમનના આલંબનરૂપ જલદ્રવ્યના અભાવને કારણે ગમનક્રિયા કરી શકતી નથી. વળી, જેમ, ધર્માસ્તિકાયના આલંબનથી જીવદ્રવ્ય ગમનક્રિયા કરે છે તેમ પુદ્ગલદ્રવ્ય પણ જ્યારે જ્યારે સ્વતઃ ગતિપરિણામવાળું થાય છે ત્યારે ત્યારે ધર્માસ્તિકાયનું અવલંબન લઈને ગતિ કરે છે. આથી એકેક આકાશપ્રદેશ ઉપર અનંતા પરમાણુઓ આદિ પુદ્ગલો સ્થિતિપરિણામવાળા રહેલા છે તેમાંથી જે પરમાણુ આદિમાં ગતિનો પરિણામ પ્રગટ થાય છે તે પરમાણુ આદિ પુદ્ગલ ધર્માસ્તિકાયનું અવલંબન લઈને ક્ષેત્રાંતરગમન કરે છે અને જે પુદ્ગલો ગમનપરિણામવાળા નથી તેઓ ધર્માસ્તિકાયનું અવલંબન લેતા નથી. આ રીતે ગતિપરિણામમાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે તેમ માછલીના દૃષ્ટાંતથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં કોઈ શંકા કરે છે કે, માછલી જળની બહાર રહેલી હોય ત્યારે પાણીના અભાવને કારણે તે વ્યાકુળ હોય છે; કેમ કે પાણીના બળથી જ તેની જીવનપ્રક્રિયા સ્વસ્થ રહે છે અને વ્યાકુળ હોવાને કારણે જ માછલીને ગમનના કા૨ણીભૂત ઇચ્છાનો અભાવ છે તેથી ગમન કરતી નથી પરંતુ જલના અભાવને કારણે સ્થળ પર રહેલી માછલી ગમન કરતી નથી એમ કહી શકાય નહીં, તેથી ગતિમાં અપેક્ષાકારણને સ્વીકા૨વાનું કોઈ પ્રમાણ નથી અર્થાત્ જેમ માછલીને જળની અપેક્ષા નથી તેમ જીવ અને પુદ્ગલને પણ ગમન ક૨વામાં ધર્માસ્તિકાયની અપેક્ષા નથી. આ પ્રકારે પૂર્વપક્ષી શંકા કરે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે— પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે લોકસિદ્ધવ્યવહારથી જ નક્કી થાય છે કે જ્યારે જ્યારે
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy