SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | દુહા | ગાથા-૮દુહાઓનું આત્મકલ્યાણ અર્થે યોજના દેહાદિથી જન્ય અપારમાર્થિક સુખને પ્રાપ્ત કરવા સંસારી જીવો યત્ન કરે છે. આ પ્રકારની મિથ્થામતિને કારણે જ સંસારની સર્વ કદર્થનાને તેઓ પ્રાપ્ત કરે છે. અનાદિકાળથી જીવમાં વર્તતી મિથ્થામતિરૂપ જે અંધકાર છે તેને ભેદવા માટે જિનવચનાનુસાર તત્ત્વને સ્પર્શનારું જ્ઞાન મહાઉદ્યોત જેવું છે અર્થાતુ મોટા અજવાળા જેવું છે. જેઓ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયના પરમાર્થને સ્પર્શી શકે તેવો સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરે છે તેઓ ક્ષપકશ્રણને અનુકૂળ પૂર્વભૂમિકાને પ્રાપ્ત કરવા સમર્થ બને છે; કેમ કે પ્રથમ ઢાળમાં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે કે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિના પ્રબળ કારણમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ-અભેદનું ચિંતવન છે. તેથી જેઓ ક્ષપકશ્રેણીના પરિણામનો શાસ્ત્રવચનથી બોધ કરીને તેની પ્રાપ્તિને અનુકૂળ એવો સૂક્ષ્મબોધ થાય તે રીતે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે તો અવશ્ય આત્મામાં વર્તતા અંધકારનો ભેદ કરીને મહાઉદ્યોતને સ્પર્શ, જેથી સુખપૂર્વક ક્ષપકશ્રેણીની ભૂમિકાને પ્રાપ્ત કરશે. માટે જ્ઞાનના પરમાર્થને જાણીને તે પરમાર્થને સ્પર્શે તે પ્રકારે બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ ઢાળના અંતે જ્ઞાનના માહાભ્યને બતાવનાર આ આઠ દુહાઓ બતાવેલ છે. દુહા-દા પ્રસ્તુત દુહાઓનું આત્મકલ્યાણ અર્થે યોજન - ૯ મોક્ષમાર્ગ જ્ઞાનક્રિયારૂપ છે તેમાં સમ્યજ્ઞાનનું સ્થાન શું છે ? અને જ્ઞાનના સ્પર્શ વગરની ક્રિયાનું સ્થાન શું છે? તે બતાવવા અર્થે ચૌદમી ઢાળને અંતે ગ્રંથકારશ્રીએ આઠ દુહા રચેલ છે. જેનાથી બોધ થાય કે, સમ્યજ્ઞાનથી નિયંત્રિત ન હોય તેવી ભગવદ્ પૂજા, પ્રતિક્રમણ આદિ સર્વ ક્રિયાઓ કોઈ મહાત્મા કરતા હોય અને અન્ય કોઈ મહાત્મા એવી સર્વ ક્રિયા ન કરે છતાં જિનવર્ચનાનુસાર યથાર્થ જ્ઞાનથી આત્માને ભાવિત કરે તો ક્રિયારહિત એવું જ્ઞાન અને જ્ઞાનરહિત એવી ક્રિયા એ બે વચ્ચે સૂર્ય અને આગિયા જેટલું અંતર છે. તેથી જેઓ કોઈક રીતે પ્રમાદવાળા છે, ક્રિયામાં ઉલ્લસિત થતા નથી તોપણ દ્રવ્ય-ગુણ-પર્યાયના સૂક્ષ્મ પદાર્થો જે પ્રકારે ગ્રંથકારશ્રીએ કહ્યા છે તે પ્રકારે મધ્યસ્થતાપૂર્વક જાણશે અને તેનાથી આત્માને ભાવિત કરશે તો તે મહાત્મા પણ ક્રિયાની હીનતાને કારણે કંઈક બિથી પણ અલ્પકાળમાં અવશ્ય સંસારસાગરથી તરશે. જેઓ જ્ઞાન વગરની માત્ર ક્રિયાઓ કરે છે તેઓનો ખદ્યોત જેવો બોધ સંસારસાગરને તરવા માટે સમર્થ બને તેવો નથી પરંતુ જન્માંતરમાં તે બોધશક્તિ ક્ષીણ થશે. જેમ ચૂર્ણ થયેલા દેડકાઓ વરસાદની સામગ્રીને પામીને ફરી દેડકારૂપે ઉત્પન્ન થાય છે તેમ ક્રિયાના બળથી ભોગસામગ્રીને પામીને તેમાં લિપ્સાવાળા થઈને સંસારમાં પરિભ્રમણ કરશે. જ્યારે જ્ઞાનયોગથી વાસિત થયેલા જીવો મધ્યસ્થતાપૂર્વક ભાવન કરાયેલા જ્ઞાનના સંસ્કારો જન્માંતરમાં પણ પામીને ફરી તત્ત્વની રુચિવાળા થશે જેથી ક્રમે કરીને અવશ્ય સંસારનો અંત કરશે. આથી જ જ્ઞાનને આત્માનો અપ્રતિપાતી ગુણ કહ્યો છે, મિથ્યાત્વરૂપી અંધકારને ભેદવા માટે મહાઉદ્યોત કહ્યો છે અને ભવસમુદ્રમાં તરવા માટે વહાણ સમાન કહ્યો છે.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy