SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૮ ઢબાર્થ : ૩૯ એમગાથા-૧૭માં કેવળજ્ઞાનને આશ્રયીને ત્રણ લક્ષણ બતાવ્યાં એમ, જીવ અને પુદ્ગલને નિજપર્યાયને આશ્રયીને અને આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-એ ત્રણ દ્રવ્યોને પરપર્યાયને આશ્રયીને, એક કાળમાં ઘણા સંબંધથી=જીવાદિ દ્રવ્યોમાં એક કાળમાં જુદાં જુદાં કર્મો અને જુદા જુદા દેહ આદિ ઘણા સંબંધથી, બહુ પ્રકારે ઉત્પત્તિનાશ સંભવે. જેટલા સ્વપરપર્યાય=જીવ અને પુદ્ગલના જેટલા સ્વપર્યાય અને આકાશાદિ ત્રણ દ્રવ્યોના જેટલા પરપર્યાય, તેટલા ઉત્પત્તિનાશ થાય. તે વતી=જેટલા ઉત્પત્તિનાશ છે તે કારણે, ત્યાં=ઉત્પત્તિનાશપર્યાયમાં, ધ્રૌવ્યસ્વરૂપ તેટલા નિરધાર છે=તેટલા ધ્રૌવ્યસ્વરૂપ નિયમા છે. કેમ તેટલા ધ્રૌવ્યસ્વરૂપ છે તેથી સ્પષ્ટ કરે છે પૂર્વઅપરપર્યાય અનુગત આધારાંશ તેટલા માત્ર થાય છે તે વતી−તે કારણે, તેટલા ધ્રૌવ્ય અંશ છે. અત્ર=આમાં=અનેક પ્રકારના ત્રિલક્ષણમાં, સમ્મતિનાથા=સમ્મતિ ગાથા, કહે છે – “ ાસમમ્મિ=એક સમયમાં, વિયમ્સ=એક દ્રવ્યના, વહુમા વિ=ઘણા પણ, કપ્પાયા હૌંતિ=ઉત્પાદો થાય છે. ૩પ્પાય સમા=ઉત્પાદ સમા=ઉત્પાદ જેટલા, વિામા (હૉંતિ)=નાશ (થાય છે), વિઠ્ઠું —સ્થિતિ પણ, ૩૧નો નિયમા=ઉત્સર્ગપણાથી નિયત છે=સામાન્યપણાથી નિયત છે=ઉત્પાદ-વ્યયની સંખ્યા પ્રમાણે જ નિયત છે.” ।।૩/૪૧II (સમ્મતિ, ત્રીજો કાંડ, ગાથા-૪૧) ૫૯/૧૮॥ ભાવાર્થ: સિદ્ધ અવસ્થામાં વર્તતા ભાવને આશ્રયીને દરેક ભાવોમાં ઉત્પાદ્યયૌવ્યની સંગતિ બતાવી. હવે સંસારી જીવોમાં વર્તતા ભાવોને આશ્રયીને ઉત્પાદવ્યયધ્રૌવ્યની સંગતિ કરે છે. સંસારી અવસ્થામાં જીવ કર્મયુક્ત છે તેથી કર્મયુક્ત જીવમાં અનેક પ્રકારના કર્મકૃત ભાવો વર્તે છે, ક્ષયોપશમના ભાવો વર્તે છે, તે સર્વ ભાવોને આશ્રયીને પ્રતિક્ષણ જીવમાં ઉત્પત્તિનાશ થાય છે. તેથી તે તે ભાવોને આશ્રયીને ઉત્પત્તિનાશ જે જે ભાવોના થાય છે તે ભાવો તેટલી સંખ્યામાં ધ્રુવ છે તેથી એક જીવદ્રવ્યને આશ્રયીને એક કાળમાં ઘણા પ્રકારના સંબંધથી ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્યની પ્રાપ્તિ છે. જેમ, વર્તમાનકાળમાં કોઈ જીવ રાગના પરિણામવાળો હોય અને તે રાગનો પરિણામ જ પ્રતિક્ષણ સદેશ કે વિસર્દેશ રાગરૂપે પરિણમન પામતો હોય, તેમાં રાગાંશ ધ્રુવરૂપે પ્રાપ્ત થાય અને પ્રતિક્ષણ અન્યઅન્ય રાગના પરિણામ પણ પ્રાપ્ત થાય. તેમ, અન્યઅન્ય કષાયને આધીન કે અન્યઅન્ય કર્મોને આધીન કે અન્યઅન્ય પુદ્ગલના સંયોગને આધીન અનેક પ્રકારે તે જીવમાં ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્યની પ્રાપ્તિ છે. વળી, પુગલદ્રવ્યમાં પણ અન્ય અન્ય પુદ્દગલના સંબંધથી થતા સ્કંધને કા૨ણે અને જીવ સાથે સંબંધ થવાને કા૨ણે પણ અનેક પ્રકારના ઉત્પત્તિનાશની પ્રાપ્તિ છે અને જેટલા ઉત્પત્તિનાશ છે, તેટલા જ ધ્રૌવ્ય આધારાંશ છે તેથી ઘણા પ્રકારના ભાવોને આશ્રયીને ત્રિલક્ષણની પ્રાપ્તિ જીવ અને પુદ્ગલમાં થાય છે. વળી, આકાશાદિ ત્રણ દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલના સંયોગરૂપ ૫૨૫ર્યાયને આશ્રયીને અનેક પ્રકારના ઉત્પત્તિનાશની પ્રાપ્તિ છે અને જેટલા ઉત્પત્તિનાશ છે તેટલા જ ધ્રુવ આધારાંશ છે; કેમ કે પૂર્વ અને
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy