SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ 398 ગાથાર્થઃ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૬ જ્ઞાનાદિક નિજપર્યાય=કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપ સિદ્ધના આત્માના પર્યાય, જે વ્યતિરેકઈં જ્ઞેયાકારઈં=અન્યઅન્યપણે તેયાકારે, પરિણમઈ=પરિણામ પામે છે. તેથી ઈમ પણિ=આ રીતે, સિદ્ધને=સિદ્ધના આત્મામાં, તિયલક્ષણ થાઈ=ત્રણ લક્ષણ થાય=ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણ પ્રાપ્ત થાય. ૯/૧૬।। ટો :- - જે-જ્ઞાનાદિક કેવલજ્ઞાન-કેવલદર્શન, નિજપર્યાયઈં-જ્ઞેયાકારÓ વર્તમાનાદિવિષયાકાઠેં પરિણમઈ. વ્યતિરેકઈં કહતાં-પ્રતિક્ષણ અર્થાન્યપણઈં. સિદ્ધનઈ-ઈમ પણિ ત્રિલક્ષણ થાઈં. પ્રથમાદિ સમયઈં-વર્તમાનાકાર છઈં, તેહો-દ્વિતીયાદિક્ષણઈં નાશ, અતીતાકારઈં ઉત્પાદ, આકારિભાવÜ-કેવલજ્ઞાન-કેવલદર્શનભાવÖ-અથવા-કેવલ માત્ર ભાવÜ-ધ્રુવ; ઈમ-ભાવના કરવી. II૯/૧૬ ઢબાર્થ : જે જ્ઞાનાદિક=કેવળજ્ઞાન-કેવળદર્શનને, નિજપર્યાય છે=સિદ્ધના આત્માના પોતાના પર્યાય છે, વ્યતિરેક કહેતાં પ્રતિક્ષણ, અન્યોન્યપણે=અન્યઅન્યપણે, જ્ઞેયાકારે=વર્તમાનાદિ વિષયાકારે, પરિણમન પામે છે. ઇમ પણિ=એ રીતે, સિદ્ધને ત્રણ લક્ષણ થાય=ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણ થાય. કઈ રીતે સિદ્ધમાં પ્રતિક્ષણ ત્રણ લક્ષણ પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટ કરે છે – પ્રથમાદિ સમયમાં વર્તમાનઆકાર છે=વર્તમાન આકારરૂપે જે શેયાકાર છે, તેનો=તે જ્ઞેયાકારનો, દ્વિતીયાદિ ક્ષણમાં નાશ થાય છે અને અતીત આકારરૂપે તે વર્તમાનઆકારનો ઉત્પાદ છે અને આકારભાવે=કેવળજ્ઞાન-કેવળદર્શનભાવે અથવા કેવળમાત્રભાવે, ધ્રુવ છે=કેવળમાત્રભાવથી કેવળજ્ઞાન ધ્રુવ છે એમ ભાવના કરવી. II૯/૧૬।। ભાવાર્થ: ગાથા-૧૪, ૧૫માં કેવળજ્ઞાનપ્રાપ્તિવાળી સંસારઅવસ્થા અને સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિની પ્રથમ ક્ષણવાળી અવસ્થાને સામે રાખીને કેવળજ્ઞાનમાં ઉત્પાદવ્યયૌવ્યરૂપ ત્રણ લક્ષણની સંગતિ બતાવી. હવે સિદ્ધની પ્રાપ્તિની બીજી આદિ ક્ષણોમાં પણ સતત કેવળજ્ઞાનનો ઉત્પાદ, વ્યય અને ધ્રુવભાવ છે તે બતાવવા અર્થે કહે છે – - સિદ્ધઅવસ્થામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે પછી બીજી આદિ ક્ષણમાં તે કેવળજ્ઞાન અન્યઅન્ય આકારરૂપે પરિણમન પામે છે. કઈ રીતે અન્યઅન્ય આકારરૂપે પરિણમન પામે છે, તે બતાવે છે – પ્રથમ ક્ષણમાં જે કેવળજ્ઞાન, કેવળદર્શન હતું તે તેના શેયને વર્તમાનપર્યાયરૂપે ગ્રહણ કરે છે, ભૂતપર્યાયરૂપે ગ્રહણ કરે છે અને ભવિષ્યપર્યાયરૂપે ગ્રહણ કરે છે. વળી, તે કેવળજ્ઞાન પ્રથમ ક્ષણમાં જે
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy