SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧| ગાથા-૩ કહિઈ. દ્રવ્ય-અનુયોગ-જી સ્વસમથ-પરસમય પરિજ્ઞાન, તે મોર્ટા ધોગ કહિઓ. જે માટઈં શુદ્ધાહારાદિક સાધન સ્વાધ્યાયનું જ છd. એ સાષિ (સાક્ષી) ૩પશપતાદિક ગ્રંથઈ લહીનઈં શુભ પંથિ-ઉત્તમ માર્ગ ચાલ. બાહ્યવ્યવહાર પ્રધાન કરીનઈં, જ્ઞાનની ગણતા કરવી. તે અશુભ માર્ગ જ્ઞાનપ્રધાનતા રાખવી, તે ઉત્તમ માર્ગ. ગત વ જ્ઞાનાદિક ગુણહેતુ-ગુરુકુલવાસ છાંડી, શુદ્ધાહારાદિ તનાવંતનઈં મહાદોષઈ ચારિત્રહાનિ કહી છ. "गुरुदोषारम्भितया लघ्वकरणयत्नतो निपुणधीभिः। સત્રગ્ધ તથા જ્ઞાયતે પતંત્રિયોગેન” |(mોડ ૨-૧) ૧/૩ બાર્થ : સાધુને બેંતાલીસ દોષ રહિત શુદ્ધ આહારાદિક સંયમયોગ છે. તે તનુ કહેતાં નાના કહીએ= મોક્ષપ્રાપ્તિ પ્રત્યે નાના યોગ કહીએ. દ્રવ્યાનુયોગ જે સ્વદર્શન અને પરદર્શનનું પરિજ્ઞાન તે મોટો યોગ કહીએ=મોક્ષપ્રાપ્તિ પ્રત્યે બળવાન યોગ કહીએ. શુદ્ધ આહારાદિક નાના યોગ કેમ છે, તેથી કહે છે – જે માટે સાધુના શુદ્ધ આહારાદિક સ્વાધ્યાયનું જ સાધન છે. તે સાક્ષી ઉપદેશપદાદિક ગ્રંથને લઈને શુભપંથમાંaઉત્તમ માર્ગમાં, ચાલો=બળવાન એવાં દ્રવ્યાનુયોગમાં શક્તિના પ્રકર્ષથી યત્ન કરો. સ્વાધ્યાય બળવાન યોગ છે અને શુદ્ધ આહારાદિ અબળવાન છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે– સંયમની બાહ્ય આચરણારૂપ વ્યવહારને પ્રધાન કરીએ અને સ્વદર્શન-પરદર્શનના જ્ઞાનની ગૌણતા કરીએ તે અશુભ માર્ગ છે=ભગવાનને સંમત એવો માર્ગ નથી. પરંતુ જ્ઞાનની વિરાધતા હોવાથી કર્મબંધનો માર્ગ છે. જ્ઞાનની પ્રધાનતા રાખવી=સંયમજીવનમાં નવું નવું શ્રુત ભણીને શ્રુત ભણવારૂપ જ્ઞાનની પ્રધાનતા રાખવી, એ ઉત્તમ માર્ગ છે. આથી જ=જ્ઞાનાદિક ગુણહેતુ એવાં ગુરુકુલવાસને છોડીને શુદ્ધ આહારાદિકમાં યતવાવાળા સાધુને મહાદોષ હોવાથી, ચારિત્રની હાનિ કહી છે. “મુદ્દોષકારખિતયા=મોટા દોષમાં આરંભિપણારૂપે, તàરયત્નત =સૂક્ષ્મ દોષોમાં અકરણનો યત્ન હોવાને કારણે, સન્નિાશ્વ અને સન્નિાદિસપુરુષોની વિશ્વ આદિ હોવાને કારણે, નિપુણધીપિ =નિપુણબુદ્ધિવાળા પુરુષો વડે, નિયોકોન=અવશ્યપણાથી, ત–આ અનુષ્ઠાન, તથા જ્ઞાયતે તે પ્રમાણે જણાય છે અપરિશુદ્ધરૂપે જણાય છે.” (ષોડશક ૧-૯) ૧/૩ ભાવાર્થ : જે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી બેંતાલીસ દોષરહિત શુદ્ધ આહારમાં યત્ન કરતાં હોય અને ઉપલક્ષણથી સંયમની અન્ય સર્વ ઉચિત ક્રિયાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરતાં હોય, આમ છતાં શાસ્ત્ર
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy