________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૮-૯
339
કેમ કે તેમ સ્વીકારવામાં મુગટ અને ઘટનાશરૂપ બે પદાર્થની કલ્પના કરવી પડે છે તેના બદલે અનુભવ અનુસાર ઘટનાશરૂપ જ મુગટને સ્વીકારવાથી બે પદાર્થની કલ્પનાકૃત ગૌરવની પ્રાપ્તિ નથી. II૯/૮॥
અવતરણિકા :
વળી, લોક અનુભવથી પદાર્થ ઉત્પાદવ્યયૌવ્યસ્વરૂપ છે તે સ્પષ્ટ કરે છે
ગાથા :
દુગ્ધવ્રત દધિ ભુંજઈં નહીં, નવિ દૂધ દધિવ્રત ખાઈ રે. નવિ દોઈં અગોરસવ્રત જિમÛ, તિણિ તિય લક્ષણ જ્ગ
--
થાઉં રે. જિન II/તા
ગાથાર્થ ઃ
દૂધવતવાળો=“દૂધ જ મારે વાપરવું, અન્ય નહીં” એવાં વ્રતવાળો પુરુષ, દહીં વાપરે નહીં. (તેથી દૂધથી દહીં પૃથક્ છે) દહીં વ્રતવાળો=“દહીં જ મારે વાપરવું, અન્ય નહીં” એવાં વ્રતવાળો પુરુષ, દૂધ ખાય નહીં. (તેથી દહીંથી દૂધ પૃથક્ છે) અગોરસવતવાળો=“ગોરસ મારે ન વાપરવું” એવાં વ્રતવાળો પુરુષ, બંને=દૂધ અને દહીં બંને, જમે નહીં. (તેથી દૂધ અને દહીં અનુગત ગોરસ ધ્રુવ છે) તેથી ત્રણ લક્ષણવાળું જગત થાય છે. II/Iા
ટો
દધિદ્રવ્ય-તે દુગ્ધદ્રવ્ય નહીં, જે માર્ટિ-Ýહનઈં દૂધનું વ્રત છઈં-દૂધ જ જિમવું’ એહવી પ્રતિજ્ઞારૂપ; તે-દહીં જિમઈં નહીં. દુગ્ધપરિણામ જ દધિ-ઈમ-જો અભેદ કહિઈં, તો-દધિ જિમતાં દુગ્ધવ્રત ભંગ થયો ન જોઈઈ. ઈમ-દૂધ તે-દધિદ્રવ્ય નહીં. પરિણામી માટઈં અભેદ કહિઈં, તો-દૂધ જિમતાં દધિવ્રત ભંગ ન થર્યા જોઈઈ. દધિવ્રત તો દૂધ નથી જિમો. તથા અર્ગોરસ જ જિમું’ એહવા વ્રતવંત દૂધ, દહીં ૨ ન જિમઈં. ઈમોરસપણઈં-૨ નઈં અભેદ છઈ. ઈહાં-દધિપણઈં-ઉત્પત્તિ, દુગ્ધપણઈં-નાશ, ગોરસપણઈ ધ્રુવપણું-પ્રત્યક્ષસિદ્ધ છઈ. એ દૃષ્ટાંતઈં સર્વ જગઢર્તિભાવનઈં લક્ષણત્રયયુક્તપણું કહેવું. શ્લોઃ
“પયોવ્રતો ન તિ, ન યોઽત્તિ વૃધિવ્રતઃ ।
अगोरसव्रतो नोभे, तस्माद्वस्तु त्रयात्मकम्” ।।१।।
અન્વયિ રૂપ અનઈ-વ્યતિર્રકિ રૂપ વ્થ પર્યાયથી-સિદ્ધાંતાવિરોધઈં સર્વત્ર અવતારીનઈ ૩ લક્ષણ કહવાં. કેતલાઈક ભાવ વ્યતિરેકિ જ, કેતલાઈક ભાવ અન્વયિ જ ઈમ જે અન્યદર્શની કહઈ છઈ, તિહાં-અનેરા ભાવ સ્યાદ્વાદવ્યુત્પત્તિ દેખાડવા.