SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮| ગાથા-૨૪ ૩૦૧ ગાથા - ઇમ બહુ વિષય નિરાકરી રે, કરતાં તાસ સંકોચ; કેવલ બાલક બોધવા રે, રેવસેન આલોચ રે. પ્રાણીe I૮/૨૪ ગાથાર્થ : ઈમ=એ પ્રમાણે ગાથા-૨૨ અને ૨૩માં કહ્યું એ પ્રમાણે, બહુ વિષય-નિશ્ચયનયના અને વ્યવહારનયના ઘણા વિષયો છે, તેનું નિરાકરણ કરીને, તેનો સંકોચ કરતાં એવાં દેવસેન કેવળ બાળક બોધવા આલોચન કરે છે. II૮/૨૪ll બો - એહવા નિશ્ચયન-વ્યવહારનયના ઘણા અર્થ નિરાકરી કહેતાં-ટાલી, તહન, સંકોચ કરતાં-થોડા ભેદ દેખાડતાં, નષિ ગ્રંથકર્તા જે તેવસેન, તેહનો આલચ આપસરખા કેતલાઇક બાલ બોધવાનો જ દીસઈં છઈ, પણિ સર્વાર્થ નિર્ણયનો આલય નથી દીસતો. શુદ્ધ નથાર્થ -શ્વેતાંબર સંપ્રદાય શુદ્ધ નથગ્રંથનઈં અભ્યાસઈ જ જણાઈ. એ ભાવાર્થ. JI૮/૨૪UL બાર્થ: એહવા=ગાથા-૨૨ અને ૨૩માં બતાવ્યા એવાં, નિશ્ચયનય-વ્યવહારનયના ઘણા અર્થનું નિરાકરણ કરીને કહેતાં ટાળીeઘણા ભેદોને ટાળીને, તેનો સંકોચ કરતાં=નિશ્ચયનય-વ્યવહારનયના થોડા ભેદો દેખાડતા, ‘તયચક્ર'ગ્રંથકર્તા જે દેવસેન, તેનું આલોચન આપ સરખા=પોતાના જેવા કેટલાક બાળજીવોને બોધ કરાવવાનો જ દેખાય છેઃબોધ કરાવવાનો પ્રયત્ન દેખાય છે, પરંતુ સર્વ અર્થના નિર્ણયનો= નિશ્ચયનયતા અને વ્યવહારનયના સર્વ અર્થોના નિર્ણયનું, આલોચ=આલોચન, દેખાતું નથી. શુદ્ધનયનો અર્થ=વિરાયતાનો અને વ્યવહારનયનો સંગ્રહ કરે એવાં શુદ્ધનયનો અર્થ, તે શ્વેતાંબર સંપ્રદાય અનુસાર શુદ્ધતયગ્રંથના=પૂર્ણ સંગ્રહ કરે તેવા પ્રકારના વાયગ્રંથના, અભ્યાસથી જ જણાય છે. એ ભાવાર્થ છે. ll૮/૨૪ ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ ગાથા-૨૨માં નિશ્ચયનય કયા કયા સ્થાને પ્રવર્તે છે તે સર્વ સ્થાનોનો સંગ્રહ થાય તે રીતે સંક્ષિપ્તથી તેના ભેદો દેખાડ્યા અને તે નિશ્ચયનયથી લોકોત્તર અર્થની ભાવના થાય છે તેમ બતાવીને આત્મકલ્યાણમાં નિશ્ચયનય કઈ રીતે ઉપકારક છે તેની સ્પષ્ટતા કરી. વળી, ગાથા-૨૩માં વ્યવહારનયનાં સર્વ સ્થાનોનો સંગ્રહ થાય તે રીતે તેના ભેદો બતાવીને વ્યવહારનય લોકવ્યવહારમાં ઉપયોગી થાય છે તેમ બતાવ્યું. આ પ્રકારે નિશ્ચયનયના અને વ્યવહારનયના ઘણા અર્થો છે તે સર્વને બતાવવાનું છોડીને “નયચક્ર'માં દેવસેને બતાવેલ વિભાગ અનુસાર વિચારીએ તો નિશ્ચયનયન અને વ્યવહારનયનાં ઘણા સ્થાનોનો સંગ્રહ
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy