SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ−૮ | ગાથા-૧૪ ૨૦૧ થાય છે તેથી સાત નયો સ્વીકારી શકાય, જ્યારે દિગંબર સ્વીકારે છે તેમ નવ નયોમાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષય સાત નયોના વિષયો કરતાં ભિન્ન પ્રાપ્ત થતો નથી, માટે દિગંબરની નવ નય સ્વીકારવાની પ્રક્રિયા જૂઠી છે. અહીં દિગંબર કહે કે, દ્રવ્યાર્થિકનયના દસ ભેદો બતાવ્યા અને પર્યાયાર્થિકનયના છ ભેદો બતાવ્યા, તે ભેદોના બળથી જ નક્કી થાય છે કે, સાત નયના વિષય કરતાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષયભેદ છે. દિગંબરોનું તે કથન સંગત નથી, તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે – દિગંબરોએ દ્રવ્યાર્થિકનયના જે દસ ભેદો બતાવ્યા તે સર્વ ભેદો શુદ્ધ-અશુદ્ધ સંગ્રહનય અને વ્યવહારનયમાં અંતર્ભાવ પામે છે. વળી, દિગંબરોએ ઉપચરિત-અનુપચરિત વ્યવહારરૂપ પર્યાયાર્થિકનયના જે છ ભેદો બતાવ્યા, તે સર્વ ભેદો શુદ્ધ-અશુદ્ધ ઋજુસૂત્રનય અને શબ્દનયમાં અંતર્ભાવ પામે છે માટે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો સાત નયથી ભેદ પ્રાપ્ત થતો નથી. અહીં દિગંબર કહે કે, ‘ોવનિવર્ધ’ ન્યાયથી સાત નય કરતાં, દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના વિષયનો ભેદ પ્રાપ્ત થાય છે, માટે સાત નયથી પૃથક્ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય સ્વીકારવામાં દોષ નથી. આશય એ છે કે, પશુઓના ભેદમાં ગાય, હાથી, ઘોડા વગેરે કહેવામાં આવે ત્યારે ‘ગાય’ શબ્દથી ‘બળદ’નો સંગ્રહ થાય છે તેમ સાત નયોમાં દ્રવ્યાર્થિકના દસ ભેદો અને પર્યાયાર્થિકના છ ભેદોનો સંગ્રહ થાય છે માટે પૃથક્ સ્વીકારી શકાય નહીં પરંતુ જેમ ‘ગાય છે’ ‘બળદ છે’ એમ કહેવામાં આવે ત્યારે ‘ગાય’ શબ્દથી સ્ત્રીપશુની પ્રાપ્તિ થાય અને ‘બળદ’ શબ્દથી પુરુષપશુની પ્રાપ્તિ થાય તેથી ગાય અને બળદના વિષયના ભેદની પ્રાપ્તિ છે, તેમ સાત નય કરતાં દ્રવ્યાર્થિકના દસ અને પર્યાયાર્થિકના છ ભેદો પૃથક્ બતાવવામાં આવે ત્યારે તે દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના વિષયો સાત નયોમાં અંતર્ભાવ પામે નહીં માટે નવ નય સ્વીકારવામાં દોષ પ્રાપ્ત થતો નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, આ રીતે ‘જોનિવ' ન્યાયથી દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના ભિન્ન વિષયને ગ્રહણ કરીને નવ નયો કહેવામાં આવે તો ‘સ્થાત્ અસ્તિ વ, સ્થાત્ નાસ્તિ વ્' ઇત્યાદિ સાત ભાંગામાં ઘણા પ્રકારે અર્પિત-અનર્પિત, સત્ત્વ-અસત્ત્વ ગ્રાહક નયની પ્રક્રિયા થાય છે તેનો ભંગ થશે એ પ્રમાણે, પંડિતે વિચારવું જોઈએ. આશય એ છે કે, સપ્તભંગી ક૨વા માટે સાત નયોમાંથી કોઈ એક નયની અર્પણા કરીને, તેનાથી અન્ય નર્યોની અનર્પણા કરવામાં આવે છે તેથી જે નયની અર્પણા કરીને કહેવામાં આવે ત્યારે એ નયનો ‘સ્વાત્ મસ્તિ વ’ ભાંગો પ્રાપ્ત થાય છે. તેથી અર્પિતનયથી સત્ત્વનું ગ્રહણ થાય છે અને જે નયની અનર્પણા કરીને કહેવામાં આવે ત્યારે એ નયનો ‘સ્વાત્ નાસ્તિ વ’ ભાંગો પ્રાપ્ત થાય છે તેથી અનર્પિતનયથી અસત્ત્વનું ગ્રહણ થાય છે માટે ‘સ્યાત્ અસ્તિ વ્’ અને ‘સ્વાત્ નાસ્તિ વ્’ એમ બે ભાંગાની પ્રાપ્તિ થાય છે અને
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy