SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ દિવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮| ગાથા-૧૨-૧૩, ૧૪ પણ “અનુપયોગ બૈ' એ વચનાનુસાર આવશ્યક ક્રિયાકાળમાં વર્તતો આવશ્યક કરનાર પુરુષનો જે અનુપયોગરૂપ પર્યાય છે તેને આશ્રયીને તે આવશ્યકની ક્રિયાને દ્રવ્યાવશ્યક કહેવાયું છે પરંતુ પર્યાયના આધારરૂપ દ્રવ્યાંશના સ્વીકારથી દ્રવ્યાવશ્યક કહેવાતું નથી એ પ્રમાણે અર્થ કરીને તાર્કિક એવાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના મતાનુસાર અનુયોગદ્વારની સંગતિ કરવી એ પ્રમાણે ગ્રંથકારશ્રી વડે એક પરિશીલન કરાયેલો માર્ગ છે અર્થાત્ ગ્રંથકારશ્રી વડે ઉલ્ચલિત આ દિશા છે IIટ/૧૨-૧૩ અવતરણિકા - ગાથા-૧૧માં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે, સાત વયથી અતિરિક્ત દ્રવ્યાધિકતય અને પર્યાયાધિનય જો દિગંબર સ્વીકારે, તો અર્પિતનય અને અતપિતનયને પણ દિગંબરે પૃથફ સ્વીકારવા જોઈએ. વળી, જો અર્પિત-અનધિતનયને તે નવ નયમાં અંતભવ કરે તો દ્રવ્યાર્ષિકનય અને પર્યાયાર્થિકનયને પણ સાત મૂળનમાં અંતભવ કરવા જોઈએ. ત્યારબાદ સાત મૂળનયોમાં દ્રવ્યાર્દિકનય અને પર્યાયાર્થિકનયના અંતભવતી પ્રક્રિયા ગ્રંથકારશ્રીએ ગાથા-૧૨, ૧૩માં બતાવી. હવે તે સાતનામાં જ દ્રવ્યાધિનય અને પર્યાયાધિકનયનો અંતભવ દિગંબરે કરવો જોઈએ, તે યુક્તિથી સ્પષ્ટ કરે છે – ગાથા - ઇભ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ; પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે. પ્રાણી II૮/૧૪ ગાથાર્થ : આમ=ગાથા-૧૨ અને ૧૩માં બતાવ્યું એ પ્રમાણે, અંતભવિત તણો અંતર્ભાવિત કરાયેલા એવાં દ્રવ્યાધિકનયનો અને પર્યાયાર્થિકનયનો, અળગો ઉપદેશ કેમ છે ?=સાતનયથી દ્રવ્યાધિનયનો અને પર્યાયાર્થિકનયનો પૃથક ઉપદેશ દિગંબરના મતમાં અસંગત છે. - અહીં દિગંબર કહે કે, તત્વાર્થમાં પાંચ નય પ્રસિદ્ધ છે છતાં શબ્દનયથી પૃથફ સમભિરૂઢ અને એવંભૂતને ગ્રહણ કરીને સાત નય કયાં તેમ સાત નયથી પૃથફ દ્રવ્યાચિકનય અને પર્યાયાધિકનયનું ગ્રહણ થઈ શકશે. તેના નિરાકરણ અર્થે ગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી કહે છે – જેમ પાંચ નય થકી સાતમાં વિષયભેદ છે (તેમ) લેશ નથી=(તેમ) દ્રવ્યાર્થિકનાય અને પર્યાયાર્થિકનયનો વિષયભેદ લેશ નથી. (તેથી સાત નયથી પૃથક દ્રવ્યાર્થિકનય કે પર્યાયાર્થિકનાય નથી એમ દિગંબરે સ્વીકારવું જોઈએ-એમ અન્વય છે.) II૮/૧૪TI
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy