SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૪-૫, ૬-૭ ૫૩ જડ પદાર્થોમાં નથી અને જડ સાથે મિશ્રિત એવાં સંસારી જીવમાં પણ નથી પરંતુ કર્મઉપાધિથી રહિત શુદ્ધ એવાં સિદ્ધના આત્મામાં જ છે માટે સદ્ભૂત છે. 112/8-411 અવતરણિકા - ગાથા-૧માં અધ્યાત્મની ભાષાથી નયના બે ભેદ બતાવેલ (૧) નિશ્ચયનય, (૨) વ્યવહારનય. તેમાંથી નિશ્ચયનયના બે ભેદ બતાવ્યા પછી વ્યવહારનયના બે ભેદો છે તેમ ગાથા-૩માં બતાવેલ. ત્યારપછી વ્યવહારનયના બે ભેદોમાંથી સદ્ભુત વ્યવહારનયના બે ભેદો ગાથા-૪ અને ૫માં બતાવ્યા. હવે અસદ્ભૂત વ્યવહારના બે ભેદો ગાથા-૬ અને ૭માં ક્રમસર બતાવે છે ગાથા: = અસદ્ભૂત વ્યવહારના જી, ઇમ જ ભેદ છઈં દોઇ; પ્રથમ અસંશ્લેષિતયોગÜ જી, વેવત્ત ધન જોઇ રે. પ્રાણી॰ ll/sll ગાથાર્થઃ ઈમ જ=એમ જ=જેમ સદ્ભૂત વ્યવહારના બે ભેદ છે એમ જ, અસદ્ભૂત વ્યવહારના બે ભેદ છે. પ્રથમ=પ્રથમ ભેદ, અસંશ્લેષિતના યોગથી છે. (જેમ) દેવદત્તનું ધન જોઈ (‘આ દેવદત્તનું ઘન છે' એ પ્રમાણે દેખાડે.) II૮/૬]] ટોઃ અસદ્ભૂત વ્યવહારના ઈમ જ ૨ ભેદ છઈ, એક ઉપચરિતાસભૂત વ્યવહાર, બીજો અનુપચરિતાસદ્દભૂત વ્યવહાર. પહેલો ભેદ-અસંશ્લેષિતોગÜ કલ્પિત સંબંધઈં હોઈ, જિમ-દેવદત્તનું ધન. ઈહાં-ધન દેવદત્તનઈં સંબંધ-સ્વસ્વામિભાવરૂપ કલ્પિત છઈ, તે માર્ટિ-ઉપચાર. દેવદત્ત નઈં ધન-એક ઢવ્વ નહીં, તે માર્ટિ-અસદ્ભૂત, એમ ભાવના કરવી. II૮/sll ટબાર્થઃ ઇમ જ=એમ જ=સદ્ભૂત વ્યવહારના બે ભેદ છે એમ જ, અસદ્ભૂત વ્યવહારના બે છે=ભેદ બે છે. (૧) ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર (૨) અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર. પહેલો ભેદ અસંશ્લેષિતના યોગથી કલ્પિત સંબંધ હોવાને કારણે થાય છે. જેમ “દેવદત્તનું ધન.” ઇહાં=અહીં=“દેવદત્તનું ધન” એમ કહ્યું એમાં, ધન અને દેવદત્તનો સંબંધ સ્વસ્વામિભાવરૂપ કલ્પિત છે=“આ ધનનો મારો સ્વામિભાવ છે” એ પ્રકારનો સંબંધ કલ્પિત છે. તે માટે ઉપચાર છે=ઉપચારને સ્વીકારનાર વ્યવહારનય છે. વળી, દેવદત્ત અને ધન એક દ્રવ્ય નથી તે માટે અસદ્ભુત છે એમ ભાવના કરવી. ૮/૬॥
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy