SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ–૪ | ગાથા-૧ એકસ્થાનમાં આતપ અને અંધારું કેમ કરીને રહે ? એ કહો. શ્રુતધર્મમાં મન દૃઢ કરી રાખો=જિનવચનાનુસાર દ્રવ્યગુણપર્યાયના ભેદાભેદને બતાવનાર શ્રુતધર્મમાં સ્થિર રુચિ કરીને મનને દૃઢ રાખો, જેમ શિવસુખફળ ચાખો. II૪/૧|| ટબો ઃ ૧૧૬ ‘દ્રવ્લાદિકનઈં ભેદ, અભેદ, બેહુ ધર્મ કિમ માર્ગો છો ? જિહાં વિરોધ નિર્ધાર છઈ. ભેદ હોઈ, તિહાં અભેદ ન હોઈ; અભેદ હોઈ તિહાં ભેદ ન હોઈ. એ બહુ ભાવાભાવરૂપઈં વિોધી છઈ. વિોધી બેહુ એક ઠામિ ન રહઈ. જિમ આતપ હોઈ, તિહાં અંધારો ન રહઈ, અંધારો હોઈ તિહાં આતપ ન રહઈ, તિમ ભેદાભેદ એકત્ર ન હોઈ’. . ઈહાં શ્રુતધર્મઈં-સ્યાદ્વાદ પ્રવચન માહિં, મન દૈઢ-વિશ્વાસવંત કરી રાખો. જિમ શાસનશ્રદ્ધાદઢપણઈ, મોક્ષરૂપ-કલ્પવૃક્ષનાં સુખરૂપ-ફલ ચાખો. શ્રુતધર્મ વિના ચારિત્રધર્મ ફલવંત ન હોઈ, જે માર્ટિ-શંકાસહિત ચારિત્રીઓ પણ સમાધિ ન પામઈ. ૩ń ચ “वितिगिच्छसमावन्नेणं अप्पाणेणं णो लभति समाहिं ।” (५-५ आचाराङ्गे) ||४/१|| ટબાર્થ : પરવાદી કહે છે-દ્રવ્યાદિકનો ભેદ, અભેદ બેઉ ધર્મ કેમ માનો છો ?=સ્યાદ્વાદી એવાં તમે ભેદ અને અભેદ બેઉ ધર્મ કેમ માનો છો ? અર્થાત્ બેઉ ધર્મ માનવા ઉચિત નથી. કેમ ઉચિત નથી ? તેથી કહે છે. જેમાં=બેઉ ધર્મ માનવામાં, વિરોધ નિર્ધાર છે=નક્કી છે. કેમ વિરોધ નક્કી છે ? તેથી કહે છે ભેદ હોય ત્યાં અભેદ ન હોય, અર્થાત્ જે બે વસ્તુનો ભેદ હોય તે બે વસ્તુનો અભેદ ન હોય, અભેદ હોય ત્યાં ભેદ ન હોય; કેમ કે એ બેઉ=ભેદ અને અભેદ બેઉ, ભાવાભાવરૂપે વિરોધી છે. વિરોધી એવાં બેઉ એક ઠામે રહે નહીં. જેમ આતપ હોય ત્યાં અંધારું રહે નહીં અને અંધારું હોય ત્યાં આતપ રહે નહીં=પ્રકાશ રહે નહીં, તેમ ભેદાભેદ=દ્રવ્યગુણપર્યાયનો ભેદ અને અભેદ, એકત્ર=એક જ વસ્તુમાં, હોય નહીં. ઈહાં=ભેદાભેદની વિચારણામાં, શ્રુતધર્મમાં=સ્યાદ્વાદ પ્રવચનમાં, મન દૃઢ કરી=વિશ્વાસવંત કરી, રાખો. જેમ શાસનમાં શ્રદ્ધાના દઢપણાથી મોક્ષરૂપ કલ્પવૃક્ષનાં સુખરૂપ ફ્ળો ચાખો. શ્રુતધર્મ વગર ચારિત્રધર્મ ફળવંત ન થાય. કેમ શ્રુતધર્મ વગર ચારિત્રધર્મ ફળવંત ન થાય ? તેથી કહે છે જે માટે શંકાસહિત ચારિત્રીઓ પણ સમાધિ પામે નહીં. ૩ ==અને કહેવાયું છે –
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy