________________
२६०२ ० महत्त्वाकाङ्क्षा त्याज्या 0
૨૭/૭ पलब्धप्रतिष्ठोऽहं स्याम् ?' इत्यादिकल्पनापरायणता संयमिनां न शोभते । ततो हि स्वाध्याय
ग -ध्यानादिविभवः विनश्यति। ततश्च स्वाध्याय-ध्यानकामिभिः पण्डितप्रवरलाभविजयोदाहरणतः ____ तादृशमहत्त्वाकाङ्क्षां परित्यज्य एकान्तवासाऽऽर्यमौने समाश्रयणीये। लोकपरिचयवृद्धौ हि श्लोक- परिचयो हीयते । वाचाटतायां सत्यां हि ध्यानयोगरुचिः विलीयते । स लोकपरिचयादित्यागेन ज्ञान-ध्यानादिपरायणत्वे '“अट्ठविहकम्ममुक्को नायव्वो भावओ मुक्खो” (उत्त. क २८ नि.गा.४९७) इति उत्तराध्ययननिर्युक्तौ भद्रबाहुस्वामिदर्शितः भावमोक्षः साक् सम्पद्येत ।।१७/७ ।।
અસરકારક રીતે બોલવાની કળા ક્યારે આત્મસાત્ થશે? તે માટેના speaking course વગેરે પુસ્તકો ક્યાંથી મળશે? મારી વાષ્પટુતા દ્વારા બધા લોકો ઉપર હું કઈ રીતે છવાઈ જાઉં?' - આવી ઘેલછાઓ સંયમીને કદાપિ ન શોભે. તેવી ઘેલછાથી સ્વાધ્યાયધન અને ધ્યાનવૈભવ સંયમીના જીવનમાંથી નષ્ટ
થાય છે. તેથી જેમણે સ્વાધ્યાયમાં અને ધ્યાનયોગમાં આરૂઢ થવું છે, તેમણે પંડિત પ્રવર શ્રીલાભવિજયજીના ર) ઉદાહરણથી તેવી મહત્ત્વાકાંક્ષા-ઘેલછા છોડીને એકાંતનું અને આર્યમૌનનું આલંબન લીધા વિના છૂટકો
નથી. લોકપરિચય વધે તો શ્લોકપરિચય ઘટે. બોલબોલ કરવાની કુટેવ પડે તો ધ્યાનયોગની રુચિ C તૂટે. તેથી સમ્યગુ એકાંતવાસ અને આર્યમૌન (= વિવેકપૂર્વક મૌન) - આ બન્નેના માધ્યમથી સ્વાધ્યાયમાં , અને ધ્યાનયોગમાં આરૂઢ થવાની, આરૂઢ રહેવાની પાવન પ્રેરણા પંડિતશિરોમણિ શ્રીલાભવિજયજી મહારાજના ઉદાહરણથી લેવા જેવી છે.
૪ ભાવમોક્ષને ઝડપથી મેળવીએ ૪ (નોજ.) લોકપરિચય વગેરેનો ત્યાગ કરીને જ્ઞાન-ધ્યાનાદિમાં ગળાડૂબ રહેવામાં આવે તો ઉત્તરાધ્યયનસૂત્રનિર્યુક્તિમાં જણાવેલ ભાવમોક્ષ અત્યંત ઝડપથી પ્રાપ્ત થાય. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “આઠ પ્રકારના કર્મથી મુક્ત એવો જીવ એ ભાવથી મોક્ષ જાણવો.” (૧૭/૭)
લખી રાખો ડાયરીમાં...૪
• સાધના આત્માને પુષ્ટ બનાવે છે,
ઉપાસના આત્માને શુદ્ધ બનાવે છે. સાધનાનો આંધળો રાગ ક્યારેક ઉપાસના પ્રત્યે બેદરકાર બનાવે. દા.ત. શિવભૂતિ બોટિક. ઉપાસનાનો તીવ્ર રાગ સાધના પ્રત્યે પણ જાગૃત રાખે. દા.ત. લોહાર્ય મુનિ.
1.
વિધર્મમુ જ્ઞાતવ્ય: માવતો મોક્ષ: