SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ * दिगम्बरमते द्रव्यात्मको निश्चयकालः १०/१४ ब्रह्मदेवकृतव्याख्यालेशस्त्वेवम् “ द्रव्यपरिवर्तरूपो यः स कालो भवति व्यवहाररूपः । स च परिणाम -क्रिया-परत्वापरत्वेन लक्ष्यत इति परिणामादिलक्ष्यः । तद्यथा - जीव- पुद्गलयोः परिवर्ती नव-जीर्णपर्यायः । तस्य या समयघटिकादिरूपा स्थितिः स्वरूपं यस्य स भवति द्रव्यपर्यायरूपो व्यवहारकालः । इदानीं निश्चयकालः कथ्यते - वर्तनालक्षणश्च परमार्थकाल इति । स्वकीयोपादानरूपेण स्वयमेव परिणममानानां पदार्थानाम्, शीतकालाध्ययनेऽग्निवत्, पदार्थपरिणतेः यत् सहकारिकारणत्वं सा वर्तना भण्यते । सैव लक्षणं यस्य स वर्तनालक्षणः कालाणुद्रव्यरूपो निश्चयकालः । इति व्यवहारकालस्वरूपं निश्चयक कालस्वरूपं च विज्ञेयम् । योऽसौ अनाद्यनिधनः तथैवाऽमूर्त्तः नित्यः समयाद्युपादानकारणभूतोऽपि समयादि[ विकल्परहितः कालाणुद्रव्यरूपः स निश्चयकालः । यस्तु सादि-सान्त-समय-घटिका-प्रहरादिविवक्षितव्यवहार* વ્યવહાર કાળ : દિગંબર મત प १५५० (ઘ.) બૃહદ્વવ્યસંગ્રહની વ્યાખ્યા બ્રહ્મદેવ નામના દિગંબર વિદ્વાને બનાવેલી છે. તે વિસ્તૃત વ્યાખ્યાનો ઉપરોક્ત ગાથા સંબંધી ઉપયોગી અંશ નીચે મુજબ છે. “દ્રવ્યપરિવર્ત સ્વરૂપ જે કાળ છે તે વ્યવહારરૂપ છે. પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ દ્વારા તે વ્યવહારકાળ ઓળખાય છે. તે આ મુજબ જીવ અને પુદ્ગલના નવા-જૂના પર્યાય એ પરિવર્ત કહેવાય છે. તેની સમય, આવલિકા, ઘડી વગેરે સ્વરૂપ સ્થિતિ (= અવસ્થાન કાળ) એ જ જેનું સ્વરૂપ છે તે વ્યવહારકાળ દ્રવ્યના પર્યાય સ્વરૂપ છે. મતલબ કે જીવાદિના નવા-જૂના પર્યાય વગેરેની સમયાદિપ્રમાણ સ્થિતિ એ વ્યવહારકાળ છે. નિશ્ચય કાળ : દિગંબર દૃષ્ટિએ CII (રૂપાન્ત.) હવે નિશ્ચયકાળ કહેવામાં આવે છે. વર્તનાલક્ષણવાળો કાળ એ પરમાર્થ કાળ = નિશ્ચય કાળ કહેવાય છે. પોતપોતાના ઉપાદાનરૂપે પદાર્થો જાતે જ પરિણમતા હોય છે. આ રીતે જાતે જ પરિણમતા એવા પદાર્થોની પરિણતિ પ્રત્યે જે સહકારીકારણતા છે તે વર્તના કહેવાય છે. અત્યંત ઠંડી શિયાળાની મધ્ય રાત્રે પડતી હોય ત્યારે ભણવા ઈચ્છતા વિદ્યાર્થીને ભણવાની ક્રિયામાં જેમ અગ્નિ સહકારી કારણ બને છે, તેમ વર્તના પણ સ્વયં પરિણમતા પદાર્થની પરિણતિ પ્રત્યે ઉપકારી બને છે. આવી વર્તના એ જ જેનું લક્ષણ છે તે નિશ્ચયકાળ છે. આ નિશ્ચયકાળ કાલાણુદ્રવ્યસ્વરૂપ છે. અર્થાત્ પદાર્થપરિણતિ પ્રત્યે સહકારીકારણતા સ્વરૂપ વર્તના કાલાણુદ્રવ્યમાં રહે છે. તેથી કાલાણુદ્રવ્ય પદાર્થની પરિણતિ પ્રત્યે સહકારી કારણ છે. તથા તેમાં રહેનારી સહકારીકારણતા એટલે વર્તના પરિણામ. આમ વ્યવહારકાળનું સ્વરૂપ દ્રવ્યપરિવર્ત છે. તથા નિશ્ચયકાળનું સ્વરૂપ કાલાણુદ્રવ્યાત્મક છે - તેમ જાણવું. કાલાણુ દ્રવ્ય અનાદિ અનંત છે. તે જ રીતે કાલાણુ દ્રવ્ય અમૂર્ત છે. નિત્ય એવા કાલાણુ દ્રવ્ય એ સમય, આવલિકા, મુહૂર્ત વગેરે સ્વરૂપ વ્યવહારકાળનું ઉપાદાનકારણ છે. તેમ છતાં પણ કાલાણુ દ્રવ્યમાં સમય, આવલિકા, મુહૂર્ત વગેરે કોઈ વિકલ્પ ભેદ નથી. આવા પ્રકારના જે કાલાણુ દ્રવ્ય છે, તે નિશ્ચયકાળ છે. ‘આ પદાર્થ સાદિ (= આદિયુક્ત) છે, તે પદાર્થ સાન્ત (= અન્તયુક્ત) છે, એક સમયમાં કર્મમુક્ત જીવ લોકાગ્રે પહોંચ્યો, એક ઘડીમાં બે માળા ગણાઈ, એક પ્રહર સુધી તે ચાલ્યો' ઈત્યાદિ ચોક્કસ પ્રકારના વ્યવહારમાં કાળ અંગે જે વિકલ્પ ઉભા થાય છે તે વ્યવહારકાળ જાણવો. કાલાણુસ્વરૂપ (= દ્રવ્યકાલસ્વરૂપ) પૂર્વોક્ત નિશ્ચયકાળનો જ તે વ્યવહારકાળ પર્યાય છે. આમ વ્યવહારકાળ - =
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy