SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/૮ १४७१ . कान्टादिमतनिरासाऽतिदेशः । (१२) “आकाशमनन्तप्रदेशाध्यासितं सर्वेषामवकाशदानसामोपेतम्” (भग.आ.३६ वृ.) इति भगवत्या-प राधनावृत्तौ अपराजितसूरिवचनम्, (१३) “स्वभावाऽऽकाशनाद् आकाशम्, (१४) आ = मर्यादया = तत्संयोगेऽपि स्वकीय-स्वकीयस्वरूपेऽवस्थानतः सर्वथा तत्स्वरूपाऽप्राप्तिलक्षणया काशन्ते = स्वभावलाभेन अवस्थितिकरणेन च दीप्यन्ते पदार्थसार्थाः यत्र तद् आकाशम्, अथवा (१५) आ = अभिविधिना = सर्वात्मना तत्संयोगाऽनुभवलक्षणेन काशन्ते = तथैव दीप्यन्ते पदार्था यत्र तद् आकाशम्” (अनु.द्वा.सू.१३२ वृ.पृ.१००) श इति अनुयोगद्वारसूत्रवृत्तौ मलधारिहेमचन्द्रसूरिवचनञ्चानुसन्धेयं नानाशास्त्रसन्दर्भान्वेषणरसिकान्तःकरणैः । ___ यत्तु कान्ट-हेगलादिभिः स्वतन्त्रं गगनद्रव्यं नास्तीति गदितम्, तत्तु रसेल-बुलर-जेकोबिप्रभृतिभिरेव अतिरिक्ताकाशद्रव्यस्वीकर्तृभिः निराकृतमिति न नः तत्र यत्नः। तच्च गगनं परमार्थत एकमप्यवच्छेदकभेदाद् लोकालोकतया = लोकाऽलोकभेदेन द्विधा = का (૧૨) દિગંબરીય ભગવતી આરાધના ગ્રંથની વૃત્તિમાં અપરાજિત નામના દિગંબરાચાર્ય આકાશને ઉદ્દેશીને એવું જણાવે છે કે “આકાશ દ્રવ્ય અનંત પ્રદેશોથી = નિરવયવ અંશોથી યુક્ત છે તથા સર્વ દ્રવ્યોને અવગાહના = અવકાશ આપવાના સામર્થ્યથી યુક્ત છે.' (૧૩) અનુયોગદ્વારસૂત્રવ્યાખ્યામાં શ્રીમલધારી હેમચન્દ્રસૂરિજી મહારાજે આકાશની નીચે મુજબ ત્રણ વ્યાખ્યા દર્શાવેલ છે કે “સ્વભાવને દેખાડવાના લીધે આકાશ કહેવાય છે.” (૧૪) “ફા = મર્યાદા. સર્વ પદાર્થો આકાશનો સંયોગ થવા છતાં પણ પોતપોતાના સ્વરૂપમાં રહેવાના લીધે તેઓ બિલકુલ આકાશસ્વરૂપ બની જતા નથી. આવા પ્રકારની મર્યાદાથી પદાર્થોનો સમૂહ સ્વભાવપ્રાપ્તિથી અને રહેવાથી જ્યાં (= આકાશમાં) પ્રકાશે છે, જણાય છે તેને આકાશ કહેવાય. અર્થાત્ પોતાનો સ્વભાવ ટકાવી રાખીને પદાર્થસમૂહ જ્યાં રહેલો જણાય તેને આકાશ કહેવાય.” (૧૫) “અથવા સ = અભિવિધિ = અભિવ્યાપ્તિ. સંપૂર્ણતયા આકાશના સંયોગથી વ્યાપ્ત થવું છે તે અહીં અભિવ્યાપ્તિ જાણવી. પોતાના સ્વભાવને ટકાવીને, જ્યાં રહીને પદાર્થસમૂહ પ્રસ્તુત અભિવ્યાપ્તિથી શોભે-પ્રકાશે તેને આકાશ કહેવાય.” સ્પષ્ટતા :- ઉપર ૧૪ નંબરની વ્યાખ્યા કરતાં ૧૫ નંબરની વ્યાખ્યામાં એ વિશેષતા શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે સર્વ ઘટ, પટ વગેરે પદાર્થોમાં આકાશનો સંયોગ વ્યાપીને રહેલો છે. ઘટ, પટ વગેરેનો એક પણ અવયવ એવો નથી કે જ્યાં આકાશસંયોગ ન હોય. આ પ્રમાણે અનેક શાસ્ત્રોના સંદર્ભને શોધવામાં પરાયણ અંત:કરણવાળા જિજ્ઞાસુઓએ ઉપરોક્ત વિવિધ શાસ્ત્રવચનોનું અનુસંધાન કરવું. (યg.) જર્મનદેશીય કાન્ટ, હેગલ વગેરે આધુનિક ચિંતકોએ સ્વતઆકાશ દ્રવ્યનો અસ્વીકાર કર્યો છે. પરંતુ અતિરિક્ત = સ્વતંત્ર આકાશદ્રવ્યનો સ્વીકાર કરનારા રસેલ, બુલર, જેકોબિ વગેરે પશ્ચિમદેશીય વિદ્વાનોએ જ કાન્ટ વગેરેના મતનું નિરાકરણ કરેલ છે. તેથી કાન્ટ વગેરેના મતનું નિરાકરણ કરવામાં અમે પ્રયત્ન કરતા નથી. આકાશ એક છતાં બે અલ-. (તવ્ય.) તે આકાશ દ્રવ્ય પરમાર્થથી એક છે. છતાં અવરચ્છેદકભેદથી = ઉપાધિભેદથી તેના લોકાકાશ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy