SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ १४०६ ० काल: अनस्तिकाय: ० १०/३ प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरिभिः अपि कालमुद्दिश्य “अयं च एक एव वर्तमानः परमार्थः सन्, नाऽतीता नाऽनागताः समयाः, तेषां यथाक्रमं विनष्टाऽनुत्पन्नत्वेनाऽसत्त्वात् । ततः कायत्वाभाव इति देश -પ્રવેશવત્વનાવિર(પ્રજ્ઞા.9/.રૂ પૃ.૨) રૂત્યુનત્યનુસન્થયન્સ तदुक्तं तैरेव जीवाजीवाभिगमवृत्ती “अयञ्चैक एव वर्तमानः सन्, नाऽतीताऽनागताः, तेषां यथाक्रम વિનાનુત્પન્નત્વ” (નીવા.૪ પૃ.) તિા ____तत्त्वार्थभाष्यसिद्धसेनीयवृत्तौ अपि “न च कालः अस्तिकायः, एकसमयत्वाद्” (त.सू.५/१/वृ.पृ.३१६) णि इति प्रतिपादितम् । एतेन “कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थम् अद्धासमयप्रतिषेधार्थञ्च” (त.सू.५/१ भा.पृ.३१६) मा इति तत्त्वार्थभाष्ये उमास्वातिवचनमपि व्याख्यातम् । - અતીતાદિ કાળ અસત્ જ (પ્રજ્ઞા) તેમ જ કાળ દ્રવ્યને ઉદ્દેશીને પ્રજ્ઞાપના સૂત્રની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિ મહારાજે પણ જણાવેલ છે કે “આ એક જ વર્તમાન સમય પરમાર્થસત્ છે. અતીત સમયો કે અનાગત સમયો પરમાર્થસત્ નથી. કારણ કે અતીત સમય વિનષ્ટ હોવાના કારણે વર્તમાનમાં અસત્ છે. તથા અનાગત = ભવિષ્ય સમય અનુત્પન્ન હોવાના કારણે અસત્ છે. તેથી કાયમ માત્ર એક વર્તમાન સમય જ પરમાર્થથી વિદ્યમાન હોય છે. તેથી કાળદ્રવ્યમાં કાયત્વ = સમૂહત્વ = સંઘાતપરિણામ ગેરહાજર છે. તેથી ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યમાં જે રીતે દેશની અને પ્રદેશની કલ્પના કરવામાં આવે છે તે રીતે કાળ નામના છઠ્ઠા દ્રવ્યમાં દેશની અને પ્રદેશની કલ્પના કરવામાં આવતી નથી. આમ કાળદ્રવ્ય અસ્તિકાય સ્વરૂપ નથી' – એમ સિદ્ધ થાય છે.” આ વાતનું પણ અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું. કાળ એક છેઃ શ્રીમાલયગિરિસૂરિજી હS | (ag.) શ્રી મલયગિરિસૂરિ મહારાજે જ જીવાજીવાભિગમસૂત્રની વૃત્તિમાં જણાવેલ છે કે “આ એક જ વર્તમાન સમય વાસ્તવિક છે. અતીત કે અનાગત સમયો વાસ્તવિક નથી. કારણ કે અતીત સમયો વિનષ્ટ થયેલા છે તથા અનાગત સમયો અનુત્પન્ન છે.” આમ જીવાજીવાભિગમસૂત્રવૃત્તિ મુજબ પણ “કાળ અસ્તિકાયસ્વરૂપ નથી' - તેમ સિદ્ધ થાય છે. A કાળ એક છેઃ શ્રીસિદ્ધસેનગણિવર , (તસ્વાર્થ.) તત્ત્વાર્થસૂત્રભાષ્યની સિદ્ધસેનીયવૃત્તિમાં પણ જણાવેલ છે કે “કાળ અસ્તિકાય નથી. કારણ કે કાલતત્ત્વ એક સમય પ્રમાણ છે.” આવું જણાવવાથી તત્ત્વાર્થભાષ્યમાં શ્રીઉમાસ્વાતિજી વાચકે જે વાત દર્શાવેલ છે તેની પણ સ્પષ્ટતા થઈ જાય છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યની સંજ્ઞામાં જે કાય શબ્દનું ગ્રહણ કરેલ છે તે ધર્માદિદ્રવ્યના પ્રદેશો અને અવયવો (= દેશો) અનેક છે - તેવું જણાવવા માટે છે તથા અદ્ધાસમયનો = કાલસમયનો “અસ્તિકાય' તરીકે નિષેધ કરવા માટે છે.” મતલબ કે કાલતત્ત્વ એકસમયાત્મક હોવાથી અસ્તિકાયસ્વરૂપ નથી - આ પ્રમાણેની હકીકત વાચકશિરોમણિ ઉમાસ્વાતિજી મહારાજના મનમાં પણ રહેલ છે. આવું સ્પષ્ટ થાય છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy