SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ १०/३ • अद्धासमयोऽद्धासमयान्तरेणाऽस्पृष्टः । १४०५ કાલદ્રવ્યનઈ અસ્તિકાય ન કહિઈ. જે માટઈ તેહનાં પ્રદેશસંઘાત નથી; એક સમય બીજા સમયનઈ ન મિલઇ, તે વતી. अकलङ्काचार्येण तु तत्त्वार्थराजवार्त्तिके “प्रदेशप्रचयो हि कायः येषामस्ति तेऽस्तिकाया जीवादयः પડ્યેવોપવિઝાઃ” (તા.રા.વા.૪/૦૪/) રૂત્યુ$નિત્યવધેયમ્ पञ्चास्तिकाये कुन्दकुन्दस्वामिनाऽपि '“एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा । लब्भंति दव्वसण्णं कालस्स दु णत्थि कायत्तं ।।” (प.का.१०२) इति दर्शितम् । इत्थञ्च कालद्रव्यं नाऽस्तिकाय उच्यते, प्रदेशसङ्घातविरहात् । न ह्येकः वर्त्तमानः समयः । समयान्तरमुपस्पृशति, अतीताऽनागतयोः समययोः विनष्टाऽनुत्पन्नत्वेन असत्त्वात् । इदमेवाभिप्रेत्य માવત્યાં “કાસમયો તિરું સામર્દ પુ ? નલ્થિ ઈન વિ” (પ.પૂ.૭૩/૪, પ્રશ્ન-39) इत्युक्तम् । જ અસ્તિકાયપ્રરૂપણા : તત્ત્વાર્થરાજવાર્તિકકારના અભિપ્રાયથી જ (7) અકલંક નામના દિગંબર આચાર્ય તો તત્ત્વાર્થરાજવાર્તિક ગ્રંથમાં અસ્તિકાય શબ્દની વ્યાખ્યા કરતાં એવું જણાવે છે કે “પ્રદેશપ્રચય એટલે કાય. જે દ્રવ્યમાં પ્રદેશ પ્રચય હોય છે તે અસ્તિકાય કહેવાય છે. કાળ સિવાય જીવ વગેરે પાંચ જ દ્રવ્ય અસ્તિકાય તરીકે શાસ્ત્રમાં જણાવાયેલ છે.” અકલંક આચાર્યની આ વાત પણ વાચકવર્ગે ધ્યાનમાં રાખવી. અસ્તિકાચ અંગે કુંદકુંદસ્વામીનું મંતવ્ય - (પક્વા.) પંચાસ્તિકાય નામના ગ્રંથમાં કુંદકુંદસ્વામી નામના દિગંબર આચાર્ય પણ જણાવે છે કે કાળ, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવ - આ છ પદાર્થ દ્રવ્યસંકેતને પ્રાપ્ત કરે છે. કાળ દ્રવ્યમાં તો કાયત્વ નથી રહેતું. તેથી આકાશાદિ પાંચ દ્રવ્ય અસ્તિકાય સ્વરૂપ જાણવા.” કાળ અનતિકાય છે કે (ત્ય) આમ કાળ દ્રવ્ય અસ્તિકાય કહેવાતું નથી. કારણ કે કાળદ્રવ્યમાં પ્રદેશસમૂહ નથી. જે ની રીતે ધર્માસ્તિકાય વગેરે પાંચ દ્રવ્યના પ્રદેશો એકબીજાને સ્પર્શીને રહેલા છે તે રીતે એક સમય બીજા સમયનો સ્પર્શ કરતો નથી. આમ નિરંશઅનેકસમયસમૂહાત્મક ન હોવાથી કાળદ્રવ્યને અસ્તિકાય શબ્દથી ઓળખાવવામાં નથી આવતું. અતીત સમય વિનષ્ટ હોવાથી અસત્ = અવિદ્યમાન છે. અનાગત સમય અનુત્પન્ન હોવાથી અસત્ છે. તેથી વર્તમાન એક સમય અન્ય સમયને સ્પર્શતો નથી. મતલબ કે એક સમય રવાના થાય છે અને બીજો સમય આવે છે. બીજો સમય રવાના થાય છે અને ત્રીજો સમય આવે છે. આમ ક્રમશઃ સમયનો પ્રવાહ ચાલ્યા કરે છે. પરંતુ વાસ્તવમાં તો વર્તમાન એક સમયે જ વિદ્યમાન હોય છે. તેથી કાળદ્રવ્યને અસ્તિકાય કહી ન શકાય. આ જ અભિપ્રાયથી ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરી રૂપે જણાવેલ છે કે “હે ભગવંત! અદ્ધાસમય કેટલા અદ્ધાસમયોથી સ્પર્શાવેલ છે ? એક પણ અદ્ધાસમયથી એક પણ અદ્ધાસમય સ્પર્શાવેલ નથી.' જે લા. (૨)માં ‘તેહનઈ સંઘાત' પાઠ. 1. તે વાતાવ ધsધમ ૧ પુલતિા નીવાડા તમને દ્રવ્યસંગ નિસ્ય नास्ति कायत्वम् ।। 2. अद्धासमयः कियद्भिः अद्धासमयैः स्पृष्टः ? न अस्ति एकेन अपि।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy