________________
૧/૨૨
• नयद्वयेन परमाणोः नित्यानित्यत्वस्थापनम् । तत्पूर्वकं अस्याऽनित्यत्वम्” (त.सू.रा.वा.५/२५) इति स्पष्टमेव परमाणूत्पाद-व्ययौ प्रतिपादितौ । ततश्च । विनैवाऽवयवानां संयोगं विभागं वा स्निग्धत्वादिरूपेण परमाणौ उत्पादः रूक्षत्वादिरूपेण च व्ययः સિધ્યતઃ |
द्रव्यार्थादेशतो ध्रौव्ये सत्यपि पर्यायार्थादेशतः तु तत्तत्समयवैशिष्ट्यरूपेण प्रतिसमयं परमाणौ स उत्पाद-व्ययसिद्धिः अनाविलैव । इदमेवाभिप्रेत्य विशेषावश्यकभाष्ये '“न कीरइ दव्वयाइ वा सव्वं । कीरइ य कज्जमाणं समए सव् सपज्जयओ” (वि.आ.भा.३३७४) इत्युक्तम् । तद्वृत्तौ “सर्वस्याऽपि समये समयेऽपराऽपरस्वपर्यायाणामुत्पादाद्” (वि.आ.भा.३३७४ वृ.) इत्युक्तम् । ततश्च तत्तत्पर्यायरूपेण परमाणौ .. प्रतिसमयम् उत्पाद-व्ययौ निराबाधावेव इत्यवधेयम् । ___ इत्थञ्च पर्यायार्थिकनयमतेन वर्णादिपर्यायैः परमाणूनामुत्पाद-व्ययौ द्रव्यार्थिकनयानुसारेण च का પરિણામ ઉત્પન્ન થતાં સ્નિગ્ધત્વરૂપે પરમાણુની ઉત્પત્તિ અને રૂક્ષત્વરૂપે પરમાણુનો નાશ થાય છે. તેથી અવયવવિભાગ કે અવયવસંયોગ વિના પણ પરમાણુના ઉત્પાદ-વ્યય સ્પષ્ટપણે સિદ્ધ થાય છે.
શંકા :- તમારા જણાવ્યા મુજબ, ઉપર પ્રમાણે પરમાણુત્વરૂપે અથવા સ્નિગ્ધત્વાદિરૂપે પરમાણુના ઉત્પાદ-વ્યય જરૂર સિદ્ધ થાય છે. પરંતુ તે ઉત્પાદ-વ્યય તો કાદાચિત્ક છે. પ્રતિક્ષણ તો તે-તે સ્વરૂપે પરમાણુની ઉત્પત્તિની અને વિનાશની તેના દ્વારા સિદ્ધિ નહિ થઈ શકે. તમારે તો પરમાણુમાં પણ પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ કરવી છે. તેની સિદ્ધિ તો ઉપરોક્ત શાસ્ત્રપાઠો દ્વારા નહિ જ થાય ને ?
જે પ્રતિક્ષણ પરમાણમાં ઉત્પાદ-વ્યય સિદ્ધિ છે. સમાધાન :- (કવ્યા.) પરમાણુમાં દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી ધ્રૌવ્ય હોવા છતાં પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી તો પરમાણુમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યયની સિદ્ધિ થાય છે. ચણક વગેરે સ્કંધમાંથી નિરંશ અવયવ દ્રવ્ય અલગ થાય ત્યારે પ્રથમસમયવિશિષ્ટસ્વરૂપે પરમાણુની ઉત્પત્તિ થાય છે અને સ્કંધપ્રદેશત્વરૂપે તેનો નાશ થાય છે. બીજા સમયે દ્વિતીયસમયવિશિષ્ટસ્વરૂપે પરમાણુની ઉત્પત્તિ અને પ્રથમસમયવિશિષ્ટસ્વરૂપે તેનો નાશ થાય છે. આમ પ્રતિસમય પરમાણુના ઉત્પાદ-વ્યય તતત્સમયવિશિષ્ટરૂપે થાય જ છે. તથા પરમાણુસ્વરૂપે કે પુગલદ્રવ્યસ્વરૂપે પરમાણુ ધ્રુવ પણ રહે છે. તેથી પરમાણમાં પ્રતિસમય ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ નિરાબાધ છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “સર્વ વસ્તુ દ્રવ્યરૂપે ઉત્પન્ન થતી નથી તથા સર્વ વસ્તુ પર્યાયરૂપે પ્રતિસમય ઉત્પદ્યમાન કરાય છે.” તેની વ્યાખ્યામાં હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે - “બધી જ વસ્તુમાં પ્રત્યેક સમયે નવા નવા સ્વપર્યાયો ઉત્પન્ન થાય છે. આથી તે તે પર્યાયરૂપે પરમાણુના ઉત્પાદ-વ્યય અબાધિત જ છે. આ ખ્યાલમાં રાખવું.
છે પરમાણુ નરભેદથી નિત્ય અને અનિત્ય છે (ત્યષ્ય) આ રીતે વિચારીએ તો પર્યાયાર્થિકનયના મતે વર્ણાદિ પર્યાયો દ્વારા પરમાણમાં ઉત્પાદ -વ્યય અને દ્રવ્યાર્થિકનય અનુસારે પરમાણુમાં દ્રૌવ્ય અવશ્ય સ્વીકારવું જોઈએ. આ વાત આ જ શાખાના
1. न क्रियते द्रव्यतया वा सर्वम्। क्रियते च क्रियमाणं समये सर्वं स्वपर्ययतः ।।