________________
20
છે. જીવ જ્ઞાનરહિત અર્થાત્ ઉપયોગરહિત ક્યારેય પણ હોતો નથી. બાકી તો જીવ જડ બની જાય. તેથી જ્ઞાનોપયોગ કે દર્શનોપયોગ સ્વરૂપ એ જ જીવનું લક્ષણ છે. (પૃ.૧૬૩૭)
♦ પ્રસ્તાવના ૭
સાધક પં.શ્રીયશોવિજયજી મહારાજ ઉપયોગને વધુ સ્પષ્ટ કરતાં ગોમ્મટસારના આધારે કહે છે કે ‘વસ્તુના નિમિત્તે જીવને જે ભાવ ઉત્પન્ન થાય છે તે ઉપયોગ છે.’ (પૃ.૧૬૩૮) તથા પૂ. સૂરિપુરંદર આ.ભ.શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે ‘જીવનું લક્ષણ સુખ-દુઃખ-જ્ઞાનોપયોગ છે.’ (પૃ.૧૬૩૮) તથા પરમાત્મપ્રકાશમાં દિગંબર યોગીન્દ્રદેવે શુદ્ધ આત્માનું લક્ષણ જણાવ્યું છે સ્પર્શાદિવિકલ, ચિન્માત્ર
‘આત્મા મનશૂન્ય,
જ્ઞાનસ્વરૂપ છે.' આવો આત્મા
ઈન્દ્રિયરહિત, જ્ઞાનમય, મૂર્તિવિરહિત ઈન્દ્રિયનો વિષય બનતો નથી. (પૃ.૧૬૩૯)
સિદ્ધના એકત્રીસ ગુણો એ આત્માનું નિષેધમુખી સ્વરૂપ છે. શ્રીશંકરાચાર્યે પણ આત્માનું મસ્ત મઝાનું સ્વરૂપ નેગેટીવ અને પોઝીટીવ આમ બે રીતે બતાવ્યું છે, તે અદ્ભુત છે.
=
-
=
मनोबुद्ध यहंकार - चित्तानि नाऽहं न च श्रोत्र - जिह्वे न च घ्राणनेत्रे ।
न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् । ।१ ।।
न च प्राणसंज्ञो न वै पञ्चवायुः, न वा सप्तधातुर्न वा पञ्चकोश: । न वाक् पाणि-पादौ न चोपस्थ - पायू, चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् । । २ ।।
न मे द्वेषरागौ न मे लोभमोहौ, मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् । । ३ ।। न पुण्यं न पापं न सौख्यं न दुःखं, न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः । अहं भोजनं नैव भोज्यं न भोक्ता, चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ १४ ॥ । न मे मृत्युशंका, न मे जातिभेदः, पिता नैव मे नैव माता न जन्म । न बन्धुः न मित्रं गुरुर्नैव शिष्यश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ।।५ ।।
अहं निर्विकल्पो निराकाररूपो, विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
सदा मे समत्वं न मुक्तिर्न बन्धश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ।।६।।
અતિ પ્રજ્ઞાવૈભવી પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં ૯ મી તથા ૧૦ મી ઢાળમાં દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યતાનું પ્રતિપાદન કરી આપણી જ્ઞાનષ્ટિ જાગૃત કરે છે. તેના ઉપર વિર્ય, સંશોધક, ચિંતક, આલેખક પં. શ્રીયશોવિજયજી મહારાજે સંસ્કૃત તથા ગુજરાતી વૃત્તિ રચી અનન્ય ઉપકાર કર્યો છે. તે તે વિષયના અનેક ગ્રંથોના ઉદ્ધરણો સાથે પદાર્થોને સુંદર રીતે ખોલ્યા છે. અભ્યાસુવર્ગને એક જગ્યાએથી અનેક ગ્રંથોનો સાર મળી જાય તેવી રચના છે. આધ્યાત્મિક મોલ છે. આ
પંન્યાસ શ્રીયશોવિજય મહારાજના આ જ્ઞાનયજ્ઞની ભૂરિ ભૂરિ અનુમોદના. એમની તત્ત્વધારા અદ્ભુત છે. શું લખું તેમના માટે ?
કેટલું ચિંતન ! કેટલું સંશોધન ! કેટલું સ્મરણ ! દાદ માગે તેવું છે...