SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૦ ધર્મ, અધર્મ અને આકાશમાં પરપર્યાયનિમિત્તક ઉત્પાદાદિ ત્રણેય છે. ગતિ કરવામાં જીવને અને પુદ્ગલને ધર્મ સહકારી કારણ છે. જીવન અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયક બનવા રૂપે જ ધર્માસ્તિકાયમાં આ ઉત્પાદાદિ ત્રણે ઘટે છે. તે જ રીતે જીવ-પુદ્ગલને સ્થિતિમાં સહાયક બનવાની અપેક્ષાએ અધર્માસ્તિકાયમાં પરપર્યાયનિમિત્તક ઉત્પાદાદિ ત્રણ ઘટિત થાય છે. આકાશ અવગાહન આપે છે. અવગાહનનો સુંદર અર્થ મધ્યમ પરિમાણ સ્યાદ્વાદરહસ્યમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે ખોલ્યો છે. (પૃ.૧૪૫૯), અવગાહન = આધારતા. પર્યાયસ્વરૂપ અવગાહના એ આકાશનું લક્ષણ છે. તેમાં પણ જીવ, પુદ્ગલ વગેરેને આધાર આપવા સ્વરૂપે ત્રિપદી ઘટિત થાય છે. આ ત્રણે દ્રવ્યો અંગે વિશદજ્ઞાન માટે વાંચો - પૃ.૧૪૧૧ થી ૧૪૮૨. તત્ત્વાર્થવૃત્તિમાં શ્રીસિદ્ધસેન ગણિવરે પણ અલોકાકાશમાં ઉત્પાદાદિ અગુરુલઘુગુણની વૃદ્ધિનહાનિસ્વરૂપે બતાવેલ છે. (જુઓ - પૃ.૧૪૮૦) કાળદ્રવ્ય અંગે મતો :• એક મત છે - કાળ સ્વતંત્ર દ્રવ્ય છે. • બીજો મત છે - કાળ પર્યાય છે, સ્વતંત્ર દ્રવ્ય નથી. પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ ૧૦ મી ઢાળની ગા.૧૦ માં કાળદ્રવ્યની ચર્ચાના પ્રારંભમાં સ્પષ્ટપણે જણાવે છે કે કાળ એક પર્યાય છે. દરેક દ્રવ્યમાં એક સમયનું પરિણમન-પરિવર્તન તે જ કાળ છે. તેથી કાળ એ સર્વ દ્રવ્યની વર્તનાસ્વરૂપ પર્યાય જ છે. (પૃ.૧૪૮૩-૧૪૮૫). પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને કાળને ઉપચરિત દ્રવ્ય કહેવાય પણ સ્વતંત્ર દ્રવ્ય નહીં. (પૃ.૧૪૮૬૧૪૮૭). તત્ત્વાર્થકારે પણ “વાનરત્યે' કહી કાળને કેટલાક આચાર્ય દ્રવ્ય માને છે. તેમ કહી કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં પોતાનું અસ્વારસ્ય પ્રગટ કર્યું છે. (પૃ.૧૫૮૦) શ્રીજીવાભિગમ સૂત્રમાં પણ ભગવાનને પૂછયું કે “કાળ શું છે ?' ત્યારે પ્રભુએ કહ્યું – “કાળ જીવ-જીવમય છે.” અર્થાત જીવ-અજીવનો પર્યાય તે જ કાળ છે. (પૃ.૧૪૯૨). આ કાળ અંગે દિગંબરમત - શ્વેતાંબરમતની માન્યતાઓ તથા કાળ અંગે વિશદ જ્ઞાન કરાવતી તથા “કાળ પર્યાય છે' - એમ સિદ્ધ કરતી વિવેચના પં.શ્રીયશોવિજયજી મહારાજે ઘણાં બધા ગ્રંથોના (૩૭૦ જેટલા) ઉદ્ધરણો સાથે પૂ.ઉપાધ્યાયજી મ.ની મૂળ વાતને સામે રાખીને આપેલ છે. (જુઓ - પૃ.૧૪૮૩ થી ૧૬૩૪) બધા જ દ્રવ્યો પોત-પોતાના વિશેષ લક્ષણો દ્વારા અન્ય દ્રવ્યોથી ભિન્ન સ્વરૂપે છે. પુદ્ગલ એ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ દ્વારા અન્ય દ્રવ્યથી ભિન્ન છે. તથા જીવદ્રવ્ય સહજ ચેતના થકી જ અન્ય દ્રવ્યથી ભિન્ન પડે છે. (પૃ.૧૬૩૬) ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ જ્ઞાન-દર્શનરૂપે વિધ છે. મોક્ષદશામાં પણ જ્ઞાન વિદ્યમાન
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy