SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૦ 11 સર્વ પદાર્થોમાં સદાકાળે, સમકાળે ત્રિપદી રહેલી જ હોય તો આત્મા જ્યારે કેવળજ્ઞાનાદિને સાધના દ્વારા પ્રાપ્ત કરે છે ત્યાર પછી તો તે સાદિ-અનંત કાળ સુધી સાથે જ રહે છે. તેનો નાશ ક્યાં થાય છે ! તો તેમાં ત્રિપદી કઈ રીતે સંભવી શકે ?” (પૃ.૧૨૭૪) આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં પૂ. ઉપાધ્યાયજી મ. સ્કૂલ અને સૂક્ષ્મ – આ બે રીતે સમાધાન આપે છે. (૧) સ્થૂલ દૃષ્ટિએ - (૧) ભવસ્થ કેવલી અને (૨) અભવસ્થ કેવલી (સિદ્ધસ્થ કેવલી) એમ બે ભેદ કરી કેવલજ્ઞાનાદિમાં નાશાદિ જણાવે છે. (પૃ.૧૨૭૭) આ વાત સંમતિતર્ક આદિ ગ્રંથમાં તો છે જ. પરંતુ સૂરિમંત્રમાં પણ “નમો ભવત્થતિમાં નમો સમવત્થતિ ....' - આ પ્રમાણે બે ભેદો જણાવેલ છે. (૨) સૂક્ષ્મ દૃષ્ટિએ :- સૂક્ષ્મઋજુસૂત્રનયના આધારે તો પૂ. ઉપાધ્યાયજી મ. ગા.૧૬માં કેવળજ્ઞાનમાં ત્રિપદી બતાવે છે. જે શેયાકારઈ પરિણમઈ જ્ઞાનાદિક નિજપર્યાય રે..” (પૃ.૧૨૮૦) પ્રતિસમય કેવળજ્ઞાનમાં પણ શેયના પરિવર્તનથી જ્ઞાનાકારમાં પરિવર્તન આવે છે. તે સ્વરૂપે ત્રિપદી ઘટિત થાય છે. વર્તમાન સમયે જે પર્યાય જે સ્વરૂપે કેવળજ્ઞાનમાં જોવાયો તે જ પર્યાય અનંતર ક્ષણે અતીતરૂપે જણાય છે. તથા જે એક સમય પહેલાં અનાગતરૂપે હતો તે વર્તમાનરૂપે જણાય છે. આ રીતે વર્તમાનપર્યાય અતીત બને છે. અનાગતપર્યાય વર્તમાન બને છે. આટલો ફેરફાર કેવળજ્ઞાનમાં પણ પરિવર્તનસ્વરૂપે જણાય છે. તેથી તે-તે શેયપર્યાયસ્વરૂપે કેવળજ્ઞાનનો ઉત્પાદ-વ્યય થાય છે. આ બધું શેય સાપેક્ષ છે. દરેક ક્ષણમાં કેવળજ્ઞાન તો કેવળજ્ઞાનસ્વરૂપે ધ્રુવ જ છે. આ રીતે કેવળજ્ઞાનમાં સૂક્ષ્મ રીતે ત્રિપદી ઘટે છે. (પૃ.૧૨૮૧) અહીં કેવળજ્ઞાનની વાત આવતાં પં. શ્રીયશોવિજયજી મહારાજે “જ્ઞાન અનાકાર નથી, સાકાર છે, કેવળજ્ઞાન ઉપયોગરૂપે વિનાશી છે. લબ્ધિરૂપે અવિનાશી છે. તથા કેવળજ્ઞાન-કેવળદર્શનનો ઉપયોગ ક્રમશઃ હોય છે કે યુગપતું હોય છે...' વગેરે પદાર્થો ભિન્ન-ભિન્ન ગ્રન્થોની ભિન્ન-ભિન્ન માન્યતાઓને ઉદ્ધરણો સાથે જણાવેલ છે. (જુઓ - પૃ.૧૨૮૩ થી ૧૨૯૪.) સમ્યક્ત, સિદ્ધત્વ વગેરે ભાવો નિરાકાર હોવાથી તેમાં શેયાકારના પરિવર્તનની આધારતા હોતી નથી. માટે ત્યાં ત્રિપદી કાળસાપેક્ષ ઘટિત કરવી તેમ જણાવેલ છે. (જુઓ – પૃ.૧૨૯૫ થી ૧૩૦૦.) ૧૮ મી ગાથામાં પૂ. ઉપાધ્યાયજી મ. અભુત વાત જણાવે છે કે પ્રત્યેક દ્રવ્ય પ્રતિસમય અનંતધર્માત્મક છે. તથા પ્રત્યેક દ્રવ્યમાં થતા ઉત્પાદ-વ્યય કાળથી અને સંખ્યાથી સરખા છે અને જેટલા ઉત્પાદ-વ્યય છે તેટલા જ ધ્રૌવ્ય છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેય સમાનસંખ્યક છે. સંમતિતર્કમાં જણાવેલ આ પદાર્થને પૂ.ઉપાધ્યાયજી મહારાજે સંક્ષિપ્તમાં મૂક્યો છે. (પૃ.૧૩૦૩) તથા તે જ પદાર્થનું વિસ્તૃત વિવેચન ૫. શ્રીયશોવિજયજી મ. સ્યાદ્વાદ કલ્પલતાના આધારે જણાવે છે. (જુઓ-પૃ.૧૩૦૫ થી ૧૩૦૬.) દ્રવ્યમાં ઉત્પાદ થવાના બે પ્રકાર છે. (૧) પ્રયોગજન્ય, (૨) વિગ્નસાજન્ય. પં. શ્રીયશોવિજયજી મહારાજ ભગવતીસૂત્રના પાઠના આધારે ઉત્પાદનો ત્રીજો ભેદ પણ જણાવે છે – મિશ્ર અર્થાત્ પ્રયોગ-વિગ્નસા ઉભયજન્ય. તથા સ્થાનાંગસૂત્રમાં પણ પુદ્ગલની પરિણતિ ત્રણ પ્રકારે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy