SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રસ્તાવના ૦ અન્વયી = અનુગત-સ્થાયી-ધ્રૌવ્ય સ્વરૂપ વ્યતિરેકી = અનનુગત-અસ્થાયી-ઉત્પાદ-વ્યયાત્મક પર્યાયસ્વરૂપ. ગોરસ - અન્વયી દ્રવ્ય છે. દૂધ-દહીં - વ્યતિરેકી પર્યાયસ્વરૂપ છે. (પૃ.૧૨૧૨-૧૨૧૭). આમ બધી જ વસ્તુમાં સમકાળે ત્રિપદી છે. (૪) સર્વકાલીનત્વ :- ત્રિપદી સર્વકાળે હોય છે. એક ક્ષણ પણ એવી નથી કે જે ક્ષણે કોઈ પણ સત્ પદાર્થમાં કે દ્રવ્યમાં ત્રિપદી ન હોય. જૈનદર્શનમાં નૂતન પર્યાયનો ઉત્પાદ અને પ્રાચીન (પૂર્વ) પર્યાયનો નાશ પણ સ્વઉપાદાનભૂત દ્રવ્યસ્વરૂપ જ હોય છે. પ્રથમ ક્ષણે ઉત્પાદ-વ્યય દેખાય છે. બીજી ક્ષણે પણ તે ઉત્પાદાદિ દ્રવ્યના ધ્રૌવ્યસ્વરૂપમાં જ છે. ધ્રુવદ્રવ્યમાં અનુગમશક્તિ-અન્વયશક્તિ-એકતાશક્તિથી તે રહેલ જ છે. પ્રથમ ક્ષણે ઉત્પાદાદિ આવિર્ભાવ રૂપે દેખાય છે પણ દ્વિતીયાદિક્ષણે તે તિરોભાવ સ્વરૂપે દ્રવ્યના ધ્રુવસ્વરૂપમાં રહેલાં જ છે. તેથી દરેક ક્ષણે “: ઉત્પન્ન, ટિ: નષ્ટ - એવો પ્રયોગ થઈ શકે છે. આમ સદાકાળ ઉત્પાદાદિ સત્ દ્રવ્યોમાં રહેલા છે. (પૃ.૧૨૨૩-૧૨૨૫) દ્રવ્યના આધારે ઉત્પાદ-વ્યયને બતાવીએ પણ મુખ્યતા ધ્રુવ સ્વરૂપની રાખીએ તે દ્રવ્યાર્થિકનયની વાત છે. જ્યારે ઉત્પાદ-વ્યયને વિશેષરૂપે બતાવીએ ત્યારે મુખ્યતા પર્યાયાર્થિકનયની છે. પ્રતિસમય પ્રગટ થતા ઉત્પાદાદિ તે તે સમયે જ હોય છે - તે પર્યાયાર્થિકનયથી સમજવું. તથા પ્રતિસમયમાં સર્વ સમયોના ઉત્પાદાદિ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યમાં રહેલા જ છે. આગમપ્રજ્ઞ પૂ. ઉપાધ્યાયજી મ. જે વિષયનું પ્રતિપાદન કરે તેમાં એટલા ઊંડા ઉતારી દે કે તે વિષયનું સાંગોપાંગ-સર્વાગીણ જ્ઞાન કરાવી દે. એક જ ત્રિપદી વિષયમાં એટલા બધા ઊંડાણથી અને ચારેબાજુથી એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ – આ બધા આયામોથી પદાર્થને સુસ્પષ્ટ કરે છે. નિશ્ચયનય વસ્તુના ઉત્પાદની પ્રક્રિયામાં ત્રણ કાળને એક જ સમયમાં ઘટાવે છે. વસ્તુ ઉત્પન્ન થઈ ચૂકી છે, કેટલાક અંશે ઉત્પસ્યમાન છે, પ્રક્રિયા ચાલુ હોવાથી ઉત્પદ્યમાન પણ છે. નિશ્ચયનયથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક જ સમયમાં છે. તેથી જ ભગવતીસૂત્રમાં નિશ્ચયનયથી પ્રભુનું વચન કમાણે કડે - અર્થાત્ “કરાતું કાર્ય થઈ ગયેલું છે' તેમ જાણવું. (પૃ.૧૨૨૯) જ્યારે વ્યવહારનય ભેદપ્રધાન દૃષ્ટિવાળો હોઈ ઉત્પદ્યમાન, ઉત્પસ્યમાન અને ઉત્પન્ન ત્રણે કાળનો ભેદથી વ્યવહાર કરશે. આ બધું સૂક્ષ્મતાથી સમજવા જુઓ - પૂ.૧૨૨૯ થી ૧૨૩૭. આ રીતે ત્રિપદી એક જ સમયમાં ઘટે છે. તથા તે સર્વ સમયોમાં નિરંતર ચાલુ છે. આ પદાર્થને પૂ. ઉપાધ્યાયજી મ. ૯/૧૨-૧૩ માં નૈયાયિકોને તથા વ્યવહારવાદીઓને સમજાવી રહ્યા છે. તથા તેનો અભુત વિસ્તાર વિસ્તારરુચિવાળા નવ્યન્યાયાભ્યાસી જીવો માટે પં. શ્રીયશોવિજયજી મ.સા. દ્વારા કરાયેલ છે. તે દ્રવ્યાનુયોગ પરામર્શવૃત્તિમાં જોવા લાયક છે. (પૃ.૧૨૩૯ થી ૧૨૭૩). સંમતિતર્ક ગ્રંથના આધારે “ઉત્પાદાદિ ત્રણેય ઉત્પાદાદિમય-ત્રિપદીમય છે. અર્થાત્ ઉત્પાદમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રહેલા છે. વ્યયમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રહેલા છે અને પ્રૌવ્યમાં પણ ઉત્પાદાદિ ત્રણેય છે' - આ વાત ખાસ વાંચવા જેવી છે. (પૃ.૧૨૬૨-૧૨૬૪).
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy