SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १२३२ . ऋजुसूत्रानुगृहीतव्यवहारनयमतद्योतनम् । કાલત્રયપ્રયોગ છઈ, તે પ્રતિક્ષણપર્યાયોત્પત્તિનાશવાદી જે ઋજુસૂત્રનય, તેણઈ અનુગૃહીત જે વ્યવહારનય, તે લેઈનઈ કહિયઈ. यतः क्षणभिदेलिमपर्यायोत्पत्ति-नाशवादिना शुद्धेन ऋजुसूत्रनयेनाऽनुगृहीतः सूक्ष्मदर्शी व्यवहारनयः तु विभक्तकालत्रयबोधकप्रत्ययघटितमेव वाक्यप्रयोगं प्रमाणीकुरुते । एतेन “व्यवहारनयाऽभिप्रायेण क्रियमाणमपि कृतं भवति" (सू.कृ.१/१३/निर्यु.१२५/पृ.२३१) इति सूत्रकृताङ्गनियुक्तिव्याख्यावचनमपि व्याख्यातम्, शुद्धर्जुसूत्राऽननुगृहीतस्य स्थूलव्यवहारस्य तत्र व्यवहारपदेन विवक्षितत्वात् । પ્રત્યયભેદથી ગર્ભિત વાક્યભેદનો નિયમ વ્યવહારનયને લાગુ પડી શકતો નથી. જ અનેકવિધ ઉપચાર વ્યવહારમાન્ય જ સ્પષ્ટતા :- કારણમાં કાર્યનો ઉપચાર, અનાગતમાં વર્તમાનનો ઉપચાર, વર્તમાનમાં અતીતનો ઉપચાર... ઈત્યાદિ રૂપે અનેક ઉપચારને વ્યવહારનય માન્ય કરે છે. તેથી “અનાગતકાલીન વસ્તુમાં વર્તમાનપણાનો વ્યવહાર ન થાય' - આ નિયમ વ્યવહારનયને માન્ય રહેતો નથી. # વિભક્તકાલબયપ્રયોગ સૂક્ષ્મવ્યવહારનયથી સંભવિત ઃ સમાધાન # ઉત્તરપક્ષ :- (યતિ.) તમારી વાત સાચી છે. સ્થૂલ વ્યવહારનય અનાગતમાં વર્તમાનપણા વગેરેનો ઉપચાર કરતો હોવાથી ત્રણેય કાલમાં અવિભક્ત = સમાન વાક્યપ્રયોગને સ્થૂલદર્શી વ્યવહારનય માન્ય કરે છે. પરંતુ સૂક્ષ્મદર્શી વ્યવહારનય તો જુદા જુદા ત્રણ કાળમાં જુદા જુદા = વિભક્ત વાક્યપ્રયોગને છે જ પ્રમાણભૂત માને છે. વ્યવહારનય સામાન્યથી સ્થૂલદર્શી હોવા છતાં શુદ્ધ ઋજુસૂત્રનયથી અનુગૃહીત વ્યવહારનય સૂક્ષ્મદર્શી બને છે. કારણ કે શુદ્ધ જુસૂત્રનય “ક્ષણભંગુર એવા પર્યાયના પ્રતિક્ષણ ઉત્પાદ અને વિનાશ થાય છે' - તેવું માને છે. પ્રતિક્ષણ બદલાતા પર્યાયને જોનાર શુદ્ધ ઋજુસૂત્રનયથી અનુગૃહીત થયેલ વ્યવહારનય પણ સૂક્ષ્મદષ્ટિવાળો બને છે. તેથી વિભક્ત = વિભિન્ન કાલત્રયને જણાવનાર લ લટું વગેરે પ્રત્યયથી ઘટિત જુદા જુદા વાક્યનો જુદા જુદા કાળમાં પ્રયોગ થાય તો જ તેવો વાક્યપ્રયોગ પ્રમાણભૂત બને - આ પ્રમાણે સૂક્ષ્મદર્શી વ્યવહારનય માને છે. તેથી કુંભાર ચાકડા ઉપર મૃતપિંડને ચઢાવે ત્યારે “ઉત્પભ્યતે' - આવો વાક્યપ્રયોગ તથા સ્થાસ, કોશ અવસ્થામાં “ઉત્પદ્યતે” - આવો વાક્યપ્રયોગ તથા ચાકડા ઉપરથી કબુગ્રીવાદિમાન પદાર્થ નીચે ઉતારી લેવામાં આવે ત્યારે “ઉત્પન્ન આવો વાક્ય પ્રયોગ સૂક્ષ્મ વ્યવહારનય સ્વીકારે છે. આમ કાલભેદે કાલભેદબોધક વાક્યનો પ્રયોગ થાય તો જ તે વાક્ય પ્રમાણભૂત બને. અનાગતમાં વર્તમાનત્વનો આરોપ કરીને પ્રવર્તતા ઔપચારિક વાક્યપ્રયોગ સૂક્ષ્મ વ્યવહારનયની દૃષ્ટિમાં પ્રમાણભૂત નથી. # સૂચગડાંગવ્યાખ્યાની સ્પષ્ટતા # (ર્તન.) સૂયગડાંગસૂત્રનિર્યુક્તિની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ “વ્યવહારનયના અભિપ્રાયથી ક્રિયમાણ પણ કૃત હોય છે... - આમ જે જણાવેલ છે ત્યાં પણ ‘વ્યવહારનય’ શબ્દ દ્વારા શુદ્ધ ઋજુસૂત્રથી અનનુગૃહીત સ્થૂલવ્યવહારની વિવક્ષા કરવાથી તે સંગત થાય છે. તેથી ઉપરની વાત વ્યાજબી છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy