SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ प "" (se ११७८ * चित्रप्रतीतेः चित्रप्रमेयनिमित्तकत्वम् ૬/૬ એક વસ્તુની પ્રમાતૃભેદઈં ઇષ્ટાનિષ્ટતા છઇ, તિહાં પણિ એક દ્રવ્યના ઈષ્ટાનિષ્ટજ્ઞાનજનન શક્તિ રૂપ પર્યાયભેદ કહવા જ. *ઈતિ ૧૩૯મી ગાથાનો અર્થ સંપૂર્ણ.* ૯/૬॥ न चैकस्यैवेक्षुफलादेः मनुष्य-क्रमेलकादिषु इष्टाऽनिष्टत्वप्रकारकप्रत्ययसहकारित्वदर्शनात् तथाऽभ्युपगम इति वाच्यम्, 4 " तत्राऽपीक्षुफलादिद्रव्ये इष्टाऽनिष्टत्वप्रकारकसमनन्तरप्रत्ययजनननानाशक्तिलक्षणपर्यायभेदस्याऽवश्यं वाच्यत्वात्, चित्रप्रतीतेः तथाभूतचित्रवस्तुनिमित्तत्वात्, अन्यथा ( ? तथा सति ) एकस्वभावत्वाऽभ्युपगमવિરોધાવિ”તિ (શા.વા. સ.૭/૧૧/પૃ.૧૧૪) વ્યń સ્યાદાવત્ત્વતતાયામ્ | દ્વારા મારકશક્તિવિશિષ્ટ ઝેરનો નાશ, સંજીવનશક્તિના ઉત્પાદ દ્વારા સંજીવનશક્તિયુક્ત ઝેરની ઉત્પત્તિ અને વિષત્વસ્વરૂપે તેનું સ્વૈર્ય આમ ઝેરમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ થાય છે. અનેક ઉપાદાન પ્રત્યે એકનિમિત્તકારણતા વિચાર બૌદ્ધ :- (૧ થે.) એક જ શેરડી મનુષ્યમાં ઈષ્ટત્વપ્રકારક પ્રતીતિને ઉત્પન્ન કરવામાં સહકારી બને છે તથા ઊંટ વગેરેમાં અનિષ્ટત્વપ્રકારક પ્રતીતિને ઉત્પન્ન કરવામાં સહકારી બને છે. પૂર્વે જણાવ્યા મુજબ આ હકીકત પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. તેથી એક નિમિત્તકારણ અનેક ઉપાદાનમાં વિભિન્ન કાર્યોને ઉત્પન્ન કરવા માટે સહકાર આપી શકે છે. આ વાત પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ હોવાના લીધે પ્રસ્તુતમાં પણ તેમ માની શકાય છે કે સુવર્ણ આદિ સ્વરૂપ નિમિત્તકારણ વિભિન્ન ઉપાદાનકારણમાં શોક, પ્રમોદ આદિ વિલક્ષણ કાર્યોને ઉત્પન્ન કરવામાં સહકારી બની શકે છે. આમ અનેક ઉપાદાન પ્રત્યે એક નિમિત્તકારણને સહકારી માનવામાં કોઈ વિરોધ આવતો નથી. તેથી સુવર્ણ આદિ દ્રવ્યમાં અભિન્નતા એકાત્મકતા એકસ્વભાવતા એકરૂપતા માનવી વ્યાજબી જ છે. તેથી સુવર્ણમાં અનેકાત્મકતા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતા સિદ્ધ થઈ શકતી નથી. = = = = > એક દ્રવ્યમાં અનેકપર્યાયાત્મકતાની સિદ્ધિ :- (“તત્રા.) “ના, તમારી વાત વ્યાજબી નથી. કેમ કે ‘એક દ્રવ્ય એક સ્વભાવથી અનેક વિલક્ષણ કાર્યોને ઉત્પન્ન કરવામાં અનેક ઉપાદાન પ્રત્યે સહકારી બની ન શકે' આ નિયમ મુજબ શેરડી વગેરે દ્રવ્યમાં પણ અનેકાત્મકતાનો સ્વીકાર અવશ્ય કરવો પડશે. મતલબ એ છે કે મનુષ્યમાં ઈષ્ટત્વપ્રકારક સમનન્તર પ્રતીતિને ઉત્પન્ન કરવાની શક્તિ અને ઊંટ વગેરેમાં અનિષ્ટત્વપ્રકારક સમનન્તર પ્રતીતિને ઉત્પન્ન કરવાની શક્તિ શેરડીમાં રહેલી છે - તેવું માનવું પડશે. આમ શેરડીમાં પણ અનેક શક્તિસ્વરૂપ અનેક પર્યાયનો સ્વીકાર અવશ્ય કરવો પડશે. તેથી એક જ શેરડીમાં અનેકશક્તિરૂપતા - અનેકપર્યાયાત્મકતા = અનેકરૂપતા = અનેકસ્વભાવતા સિદ્ધ થાય જ છે. આમ ‘શેરડી પણ એકાનેક સ્વભાવવાળી છે' - તેવું માનવું જરૂરી છે. ઈષ્ટત્વ-અનિષ્ટત્વપ્રકારક વિવિધ પ્રતીતિ સિદ્ધ કરે છે કે તે પ્રતીતિમાં નિમિત્ત બનનાર વસ્તુ પણ તથાવિધ વિવિધસ્વભાવને ધારણ કરે છે. જો બાહ્ય વસ્તુ વિલક્ષણ વિવિધ પ્રતીતિનું નિમિત્ત બને તો તેમાં સર્વથા એકસ્વભાવરૂપતાનો સ્વીકાર કરવામાં વિરોધ આવશે” = આ પ્રમાણે સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. ♦ પુસ્તકોમાં ‘જન’ પાઠ. કો.(૭+૧૦+૧૧) નો પાઠ લીધો છે. * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. -
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy