SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬ ० अनेकजननेऽनेकात्मकतासिद्धिः । ११७७ एकस्यैव हेमादिद्रव्यस्याऽनेकोपादानं प्रति सहकारित्वाऽयोगात् । उपादानस्य शोकादिनानाकार्यजनन- प समर्थत्वे सहकारिवैयर्थ्यात्, तदसमर्थत्वे सहकारिणः सर्वथैक्ये नानाकार्योत्पादकत्वाऽयोगात् । ततश्च हा सुवर्णादौ निमित्तकारणे शक्तेरवश्यमभ्युपगन्तव्यतया तन्नाशादिना सुवर्णादेः अनेकरूपता अनाविला। .. ___ “शक्त्यनभ्युपगमे पदार्थस्य स्वरूपेणैव कार्यहेतुत्वे यदेव विषं पूर्व मारणसमर्थम् आसीत् तदेव । केनचिद् मन्त्रविशेषेण संस्कृतं कथम् उज्जीवनहेतुः स्यात् ? तदानीमपि पदार्थस्वरूपस्य तादृक्षस्य एव श प्रत्यक्षेण वीक्षणात् । (शक्तिस्वीकारे तु) मन्त्रसंस्कारक्षणे मारणशक्तेः विनाशात् शक्त्यन्तरस्य च मन्त्रसहकृताद् વિશાત્ ઉત્પત્તેઃ” (સ્વા. રત્ના. ૪/99/g.૭૦૭) તિ ચાદવરત્નારે વિસ્તરે વધ્યમ્ જાય છે. કારણ કે શોક, હર્ષ વગેરે અનેક વિલક્ષણ કાર્યના ઉપાદાનકારણ સ્વરૂપ મનસ્કારમાં, તમે બૌદ્ધો જેમ ભિન્નતાને = અનેકતાને સ્વીકારો છો તેમ સુવર્ણ દ્રવ્ય સ્વરૂપ નિમિત્તકારણમાં પણ અવશ્ય ભિન્નતાને = અનેકતાને તમારે સ્વીકારવી જરૂરી છે. કારણ કે એક જ સુવર્ણ આદિ દ્રવ્ય અનેક ઉપાદાનકારણો પ્રત્યે સહકારી બની શકતું નથી. મતલબ એ છે કે શોક, પ્રમોદ આદિ વિભિન્ન કાર્યો પ્રત્યે જો તે તે ઉપાદાનકારણ સ્વયં જ સમર્થ હોય તો તેના માટે સુવર્ણ આદિ સ્વરૂપ સહકારીકરણની કલ્પના નિરર્થક બની જશે. તથા જો ઉપાદાનકારણ શોક, પ્રમોદ આદિ વિભિન્ન કાર્યોને ઉત્પન્ન કરવા માટે સ્વયં સમર્થ ન હોય તો સુવર્ણ આદિ દ્રવ્ય સ્વરૂપ એક સહકારીકારણના સંનિધાનથી તેનામાં વિભિન્ન કાર્યોની ઉત્પાદકતા યુક્તિસંગત બની ન શકે. તેથી સુવર્ણ આદિ દ્રવ્ય સ્વરૂપ સહકારી કારણમાં શક્તિ અવશ્ય માનવી પડશે. તથા તે શક્તિના નાશ વગેરે દ્વારા સુવર્ણમાં વિભિન્નતા = વિભિન્નસ્વભાવતા = અનેકરૂપતા = ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મકતા નિરાબાધ રહેશે. Y, ઝેરમાં મારકશક્તિ-સંજીવનશક્તિની વિચારણા છે. (“શવ7.) સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં શ્રીવાદિદેવસૂરિજીએ શક્તિપક્ષનું સમર્થન કરતાં જણાવેલ છે કે વા “જો શક્તિનો સ્વીકાર કરવામાં ન આવે અને દરેક પદાર્થ પોતાના સ્વરૂપથી જ = સ્વયમેવ જો પોતાના કાર્યને કરતો હોય તો જે ઝેર પૂર્વે મારવા માટે સમર્થ હતું, તે જ ઝેર વૈદ્ય દ્વારા કોઈ વિશિષ્ટ મંત્રથી ૩ સંસ્કૃત કરવામાં આવે = અભિમંત્રિત કરવામાં આવે તો કઈ રીતે બીજાને જીવાડવાનું કારણ તે ઝેર બની શકે ? કારણ કે ઝેરનું સ્વરૂપ તો ત્યારે પણ પ્રત્યક્ષ પ્રમાણથી તેવું જ દેખાય છે, જેવું અભિમંત્રિત કર્યા પૂર્વે દેખાતું હતું. (જો ઝેર સ્વતઃ જ મારવાનું કામ કરતું હોય તો અભિમંત્રિત કર્યા પૂર્વે જેમ તે મારવાનું કામ કરતું હતું તેમ અભિમંત્રિત કર્યા બાદ પણ તે મારક જ બનવું જોઈએ. પરંતુ તેવું તો બનતું નથી. માટે ઝેરમાં મારક શક્તિ માનવી જરૂરી છે. ઝેર સ્વતઃ મારતું નથી કે જીવાડતું નથી. પરંતુ મારક શક્તિના પ્રભાવે ઝેર મારવાનું કામ કરે છે - તેવું જો માનવામાં આવે તો કોઈ દોષ નહિ આવે. તે આ રીતે :-) અભિમંત્રિત કરવાના સમયે ઝેરમાં રહેલી મારક શક્તિનો નાશ થઈ જાય છે તથા અભિમંત્રણના પ્રભાવે ઝેરમાંથી નવી સંજીવનશક્તિ ઉત્પન્ન થાય છે. તેથી અભિમંત્રિત ઝેર જીવાડવાનું કામ કરે છે. આ અંગે વિસ્તારથી નિરૂપણ સ્યાદ્વાદરત્નાકરમાંથી જાણી લેવું. સ્પષ્ટતા :- સર્પના મોઢામાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવે તો સાપ જેમ મારતો નથી. તેમ ઝેરમાંથી મારકશક્તિને રવાના કરવામાં આવે તો ઝેર મારી શકતું નથી. તેથી મારકશક્તિના નાશ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy