SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ६८५ ૬/ • अनादिनित्यपर्यायविरोधपरिहार: 0 द्रव्यत्वाऽऽत्मत्व-चैतन्याऽऽद्यपेक्षया च नित्यत्वं सम्मतमेव । ततश्च नाऽत्राऽऽगमविरोधलेशोऽपि। प न च सर्वपर्यायापेक्षया रत्नप्रभापृथिव्या अनित्यत्वमागमसम्मतम्, अन्यथा 'रयणप्पभा पुढवी ग पज्जयट्ठयाए असासता' इत्युक्तं स्यात्, न तु “वण्णपज्जवेहिं, गंधपज्जवेहिं, रसपज्जवेहिं, फासपज्जवेहिं असासता” (जीवा.प्रतिपत्ति - ३/१/७८) इत्युक्तं भवेत् । ततश्च पर्यायत्वावच्छिन्नापेक्षया रत्नप्रभापृथिव्या । नाऽशाश्वतत्वं किन्तु वर्णादिकतिपयपर्यायापेक्षयैवेति सिद्धम् । द्रव्यार्थिकनयतः द्रव्यापेक्षयेव । पर्यायार्थिकनयतः संस्थानापेक्षया रत्नप्रभापृथिवीपदवाच्यार्थस्य नित्यत्वे नैवाऽऽगमविरोधः । न वा बाधः, संस्थानविशेषसापेक्षनित्यत्वस्य रत्नप्रभायां सत्त्वात् । न हि व्यवहारतः रत्नએક જ પદાર્થમાં નિત્યત્વ સંભવી શકે છે. જેમ કે “આત્મા સ્વપ્રદેશાર્થની અપેક્ષાએ નિત્ય છે. દ્રવ્યત્વ, આત્મત્વ વગેરે જાતિની અપેક્ષાએ નિત્ય છે. ચૈતન્ય વગેરે ગુણોની અપેક્ષાએ પણ નિત્ય છે' - આ વાત આગમસંમત જ છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એક પણ પ્રદેશ ક્યારેય ઓછો થતો નથી. તેથી આત્મા આત્મપ્રદેશની અપેક્ષાએ નિત્ય છે. દ્રવ્યત્વ જાતિ, આત્મત્વ જાતિ વગેરેની અપેક્ષાએ પણ આત્મા નિત્ય છે. કારણ કે દ્રવ્યત્વરૂપે કે આત્મસ્વરૂપે આત્માનો ક્યારેય નાશ થતો નથી. તે જ રીતે ચૈતન્ય વગેરે ગુણની અપેક્ષાએ પણ આત્મા નિત્ય છે. કારણ કે ચૈતન્યનો આત્મામાંથી ક્યારેય ઉચ્છેદ થતો નથી. તેથી જેમ આત્માને અનેક અપેક્ષાએ નિત્ય કહી શકાય છે, તેમ રત્નપ્રભા પૃથ્વીને પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ અને સંસ્થાનવિશેષની અપેક્ષાએ નિત્ય કહેવામાં કોઈ આગમવિરોધ આવતો નથી. મ નિત્ય પર્યાનું સમર્થન & (ન .) “પર્યાયાર્થિનયથી સર્વ પર્યાયની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીમાં અનિત્યત્વ માન્ય છે' - રે આ વાત આગમસંમત નથી. કેમ કે પર્યાયાર્થિકનયના આદેશથી રત્નપ્રભા પૃથ્વીમાં સર્વ પર્યાયોની દૃષ્ટિએ જો અનિત્યત્વ આગમમાન્ય હોત તો “રત્નપ્રભા પૃથ્વી પર્યાયાર્થથી અશાશ્વત છે' - આમ જીવાજીવાભિગમસૂત્ર વગેરે આગમોમાં સામાન્ય વિધાન જણાવેલ હોત. પરંતુ એવું તો જણાવેલ નથી. ત્યાં તો “રત્નપ્રભા પૃથ્વી વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય, સ્પર્શપર્યાય - આ ચાર પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે' - આમ વિશેષવિધાન જ કરેલ છે. જો સર્વ પર્યાયની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીમાં અનિયત્વ આગમસંમત હોત તો પર્યાય સામાન્ય સાપેક્ષ અનિત્યતાનું વિધાન કર્યું હોત, વર્ણાદિપર્યાયવિશેષસાપેક્ષ અનિત્યતાનું વિધાન કર્યું ન હોત. પરંતુ હકીકત એ છે કે આગમની અંદર રત્નપ્રભાદિ પૃથ્વીમાં પર્યાયવિશેષ સાપેક્ષ અનિત્યતાનું વિધાન કરવામાં આવેલ છે. તેથી સિદ્ધ થાય છે કે રત્નપ્રભા પૃથ્વીમાં સર્વ પર્યાયની અપેક્ષાએ અશાશ્વતત્વ માન્ય નથી. પરંતુ વર્ણાદિ અમુક વિશેષ પર્યાયની દૃષ્ટિએ જ અનિત્યતા આગમસંમત છે. “રત્નપ્રભાપૃથ્વી શબ્દથી પ્રતિપાદન કરવા યોગ્ય પદાર્થ જેમ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, તેમ પર્યાયાર્થિકનયથી સંસ્થાનની અપેક્ષાએ પણ નિત્ય છે – આવું પ્રતિપાદન કરવામાં કોઈ આગમવિરોધ આવતો નથી. (વા.) વળી, વ્યવહારથી રત્નપ્રભા પૃથ્વી વગેરેનું સંસ્થાન ક્યારેય પણ બદલાતું નથી. તેથી સંસ્થાનની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વીને નિત્ય માનવાની વાતમાં કોઈ બાધ આવતો નથી. આમ 1. રનઅમ કૃથિવી વાર્થતા અશ્વત 2. વર્ષર્થવૈ, ન્યપર્વ, રસ, સ્પર્વ માન્યતા
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy