SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ तत्त्वविभागवैविध्यं सप्रयोजनम् १०२९ जीवादितत्त्वविभागनिरूपणे तु तत्त्वपदस्य मुमुक्षुप्रवृत्त्युपयुक्तज्ञानविषये रूढतया प्रयोजनविशेष - प सद्भावात् तत्त्वविभागे विभाज्यतावच्छेदकव्याप्यविशेषणविधया मिथोऽसमानाधिकरणत्वप्रवेशस्याऽनपेक्षणात्, जीवादौ मोक्षादिव्यावृत्तेः अनभिमतत्वात्, भिन्न-भिन्नप्रयोजनकतत्त्वव्यवहारप्रवृत्तेः तत्र ‘ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુદ્ગલ, કાળ, ઘટ અને પટ - આ આઠ દ્રવ્યો છે' - આ અષ્ટદ્રવ્યવિભાગવાક્ય પણ પ્રમાણ બની જાય. પરંતુ પ્રમાણ નથી. કારણ કે ઘટનો અને પટનો પુદ્ગલદ્રવ્યમાં સમાવેશ થઈ જાય છે. તથા દશમી શાખામાં જણાવવામાં આવશે તે મુજબ, કાલનો જીવમાં અને અજીવમાં સમાવેશ થઈ જાય છે. ઘટત્વ વગેરે ગુણધર્મો પુદ્ગલત્વના સમાનાધિકરણ હોવાથી તથા કાલત્વધર્મ જીવત્વ-અજીવત્વનો સમાનાધિકરણ હોવાથી અષ્ટદ્રવ્યવિભાગવાક્ય પ્રમાણભૂત નથી. જે ધર્મો સમાનાધિકરણ હોય તેને જો વિભાજ્યતાઅવચ્છેદક તરીકે માન્ય કરવામાં આવે તો ઘટ, પટની જેમ મકાન, ખુરશી વગેરે દ્રવ્યનો પણ દ્રવ્યવિભાગવાક્યમાં પ્રવેશ માન્ય કરવો પડે. તેવું માન્ય કરીને દ્રવ્યના લાખો, કરોડો યાવત્ અનંત ભેદ પાડવા પડે. તેવા દ્રવ્યવિભાગથી કોઈ પ્રયોજન પણ સરતું નથી. તેથી તેવો દ્રવ્યવિભાગ વ્યર્થ છે. તેથી વિભાજ્યતાઅવચ્છેદક (= વિભાગનિયામક) ધર્મો અસંકીર્ણ હોવા જરૂરી છે. તેથી સાધનકોટિમાં પરસ્પર અસમાનાધિકરણત્વનો વિભાજ્યતાઅવચ્છેદકના વિશેષણ તરીકે પ્રવેશ જરૂરી છે. આથી ‘નયો નવ પ્રકારના છે' - આ પ્રમાણે જે મૂલનયવિભાગવાક્ય દેવસેનજીએ દર્શાવેલ છે, તે પ્રમાણભૂત નહિ બની શકે. કારણ કે નયત્વવ્યાપ્ય દ્રવ્યાર્થિકત્વ ધર્મ નૈગમત્વાદિને સમાનાધિકરણ છે તથા નયત્વવ્યાપ્ય પર્યાયાર્થિકત્વ ગુણધર્મ ઋજુસૂત્રત્વ વગેરેને સમાનાધિકરણ છે. શકા :- ‘વિભાજ્યતાઅવચ્છેદક પરસ્પર અસમાનાધિકરણ જ હોવા જોઈએ’ આ નિયમ માન્ય કરવામાં આવે તો સાત કે નવ તત્ત્વનો વિભાગ પણ માન્ય નહિ બની શકે. કારણ કે જીવ અને અજીવ તત્ત્વમાં જ આશ્રવાદિ તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. આશ્રવત્વાદિ ધર્મો જીવત્વ-અજીવત્વને સમાનાધિકરણ બની જવાથી સાત તત્ત્વનો કે નવ તત્ત્વનો વિભાગ પણ અસંગત બની જશે. . ८/१६ - તત્ત્વવિભાગવૈવિધ્ય સપ્રયોજન છે સમાધાન :- (નીતિ.) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે દ્રવ્યવિભાગનું કે નયવિભાગનું નિરૂપણ કરવાના અવસરે સાધનકોટિમાં વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મના વિશેષણ તરીકે પરસ્પર અસમાનાધિકરણત્વનો પ્રવેશ કરવા છતાં પણ જીવાદિ તત્ત્વના વિભાગનું નિરૂપણ કરવાના અવસરે તો તત્ત્વવિભાગમાં વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ગુણધર્મના વિશેષણ તરીકે ‘પરસ્પર વૈયધિકરણ્ય’– નો પ્રવેશ કરવાની અપેક્ષા = આવશ્યકતા રહેતી નથી. કેમ કે પ્રસ્તુતમાં ‘તત્ત્વ’ શબ્દ એ મુમુક્ષુની પ્રવૃત્તિમાં ઉપયોગી એવા જ્ઞાનના વિષયમાં રૂઢ છે. મુમુક્ષુપ્રવૃત્તિમાં ઉપયોગી એવા જ્ઞાનનો વિષય એ જ અહીં તત્ત્વપદાર્થ હોવાથી સાત કે નવ પ્રકારે તત્ત્વનું નિરૂપણ કરવામાં વિશેષ પ્રકારનું પ્રયોજન રહેલું છે. અહીં જીવાદિમાં મોક્ષાદિ તત્ત્વની વ્યાવૃત્તિ બાદબાકી અભિમત નથી. જીવાદિ પદાર્થને વિશે અલગ-અલગ પ્રયોજનવાળી તત્ત્વવ્યવહારસંબંધી પ્રવૃત્તિ જ અહીં સાધ્ય છે. નયવિભાગમાં ઈતરનયવ્યાવૃત્તિ સાધ્ય હોવાથી અસમાનાધિકરણત્વનો પ્રવેશ જરૂરી છે. પરંતુ તત્ત્વવિભાગમાં અસમાનાધિકરણત્વનો પ્રવેશ આવશ્યક નથી. તત્ત્વવિભાગનિરૂપણમાં તે આ રીતે સમજવું. તત્ત્વવિભાગમાં =
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy