SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ९५२ ० विमृश्यकारित्वं श्रेयः । ८/१० किम् अभिप्रेतम् ? वयं किं कर्तुं सन्नद्धाः स्म: ? एतत्फलं किमागमिष्यति ? अल्पाऽऽयकृते या बहुव्ययः अनेन स्याद् न वा ? यदस्मल्लिप्सितं तदुपायः अयमेव यदुत अन्यः कश्चित् ? अतोऽपि प्रशस्ततर उपायः शक्यो न वा ? प्रशस्ततरोपायप्रयोगे वर्तमानः संयोगः साधको बाधको वा ?' इत्यादिकं विमृश्यैव किमपि अनुष्ठानम् आरब्धव्यम्, येनोत्तरकालं चित्तं सन्तापासऽऽविष्टं न स्यात् । एतादृशबोधबलेन तत्त्वार्थसूत्रहारिभद्रीवृत्तौ दर्शितं “अव्याबाधसुखलक्षणम्, अनन्तम्, के अनुपमम्, परमार्थं मोक्षम्” (त.सू.१०/उपसंहार हा.वृ.पृ.५३६) अचिरेण लभते महामुनिः ।।८/१०।। શું આવવાનું છે ? થોડોક લાભ મેળવવા જતાં વધુ નુકસાન તો નથી થવાનું ને ? આપણે જે મેળવવા માંગીએ છીએ તેનો આ યોગ્ય ઉપાય છે કે કેમ ? આનાથી વધુ સારો ઉપાય શું શક્ય છે ખરો ? વધુ સારા ઉપાય અજમાવવામાં વર્તમાનના સંયોગો સાધક છે કે બાધક છે ?... ઈત્યાદિ બાબતોનો વિચાર કરીને જ કોઈ પણ કાર્ય શરૂ કરવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. તેવા પ્રકારની સમજણના સામર્થ્યથી મહામુનિ તત્ત્વાર્થસૂત્રહારિભદ્રીવૃત્તિમાં વર્ણવેલ (૧) અવ્યાબાધ સુખ સ્વરૂપ, (૨) અનંત, (૩) અનુપમ, (૪) પરમાર્થ સ્વરૂપ મોક્ષને ઝડપથી મેળવે છે. (૮/૧૦) (લખી રાખો ડાયરીમાં.... – • વાસના આત્માના સશરીરી સ્વરૂપમાં જ અટવાય છે. ઉપાસના આત્માના/પરમાત્માના અશરીરી સ્વરૂપમાં ભળવા ઝંખે છે. સાધનામાં સંયોગાનુસાર ભરતી-ઓટ આવે. દા.ત. આદ્રકુમાર. ઉપાસના સદા પૂરબહારમાં ખીલવા સર્જાયેલ છે. દા.ત. કુમારપાળપુત્ર નૃપસિંહ. • ગાઢ બેહોશીની ક્ષણ એ વાસના. પરિપૂર્ણ જાગૃતિની ક્ષણ એ ઉપાસના. • બુદ્ધિ વિના સાધનામાં આગળ વધી શકાય નહિ. શ્રદ્ધા વિના ઉપાસનાનું ઉડયન અશક્ય છે. બુદ્ધિ બીજાના દોષની ગટરના ઢાંકણા ખોલે છે. શ્રદ્ધા બીજાના દોષની ગટરના ઢાંકણાં બંધ કરે છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy