SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ८२२ • अशुखकथन-मननादित्यागोपदेशः । ૭/૨ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - अयं सद्भूतव्यवहारोपनयो हि आध्यात्मिकोपासनाऽऽरम्भे पशरीर-स्वजन-सम्पदादिषु असद्भूतस्वामित्वं शिथिलीकृत्य स्वकीयकेवलज्ञानादिक्षायिकगुणवैभवे रा स्वामित्वमुपदर्शयति, श्रद्धां जनयति, तन्माहात्म्यमाविर्भावयति, तदाविर्भावचिकीर्षाञ्चोपजनयति । ततश्च - पुण्योदयप्राप्यपौद्गलिकसमृद्धिसमादरो विलीयते, क्षायिकगुणवैभवस्वामिनि अर्हदादौ भूयान् भक्ति - -बहुमानादिभावः सम्प्रवर्धते, क्षायिकगुण-वैभवाविर्भावसाधनीभूतक्षायोपशमिकाऽशुद्धगुणेष्वपि २ स्वकीयसद्भूतस्वामित्वबुद्धिमुपजनयति, तद्योग-क्षेम-शुद्धि-वृद्धि-प्रकर्षगोचरप्रयत्नञ्चोपस्थापयति । ततश्च क आध्यात्मिकोपासको मोक्षमार्गे एव सम्प्रवर्तते । एतद्धि सद्भूतव्यवहारोपनयप्रयोजनमत्राऽवसातव्यम् । म किञ्च, कथन-मननयोः विषयो यदि शुद्धः स्यात्, तर्हि वाग्विचारयोः शुद्धिः प्रादुर्भवेत्, अन्यथा तयोरशुद्धिः स्यात् । अतः परचिन्ता-विकथादिकं परिहृत्य स्वकीयशुद्धगुण-पर्याया एव स्ववाग्विचारविषयतामादरेणाऽऽपादनीयाः। ततश्च ज्ञानमञ्जयाँ देवचन्द्रवाचकोक्तं “निरावरणात्यन्तिकैकान्तिक-निर्द्वन्द्व-निरामयाऽविनाशि सिद्धस्वरूपम्” (ज्ञा.सा.११/८ वृ.) आसन्नं स्यात् ।।७/२ ।। આના ઉદાહરણ દેખાડવામાં આવશે. તેના દ્વારા ઉપરોક્ત બાબત એકદમ સ્પષ્ટ થઈ જશે. | સભૂત વ્યવહાર ઉપનયનું પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્તુત સભૂતવ્યવહાર ઉપનય આધ્યાત્મિક ઉપાસનાના પ્રારંભમાં શરીર, સ્વજન, સંપત્તિ વગેરે વિશે રહેલા અદ્ભૂત સ્વામિત્વને શિથિલ કરે છે. ત્યાર બાદ તે સાધકને પોતાના કેવલજ્ઞાન વગેરે ક્ષાયિકગુણવૈભવને વિશે સ્વામિત્વ = માલિકી દેખાડે છે. “ક્ષાયિક ગુણવૈભવ એ જ પ્રગટ કરવા યોગ્ય છે. મારે તેને ઝડપથી પ્રગટ કરવો છે' - આવી રુચિ-શ્રદ્ધાને સદ્ભૂતવ્યવહાર ઉપનય જગાડે છે. ક્ષાયિકગુણવૈભવનો મહિમા પ્રગટાવે છે. તેમજ તેને પ્રગટ કરવા માટેની ઈચ્છા | ઉભી કરે છે. તેથી પુણ્યોદયથી પ્રાપ્ય-પ્રાપ્ત એવી ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ પ્રત્યેનો આદરભાવ અંદરથી તૂટે છે. તેમજ ક્ષાયિકગુણવૈભવના સ્વામી એવા અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંત, કેવલી ભગવંત C1 ઉપર પુષ્કળ ભક્તિ-બહુમાન-આદરભાવ સમ્યફ રીતે પ્રકૃષ્ટપણે વધતો જાય છે. તદુપરાંત, ક્ષાયિક ગુણવૈભવને પ્રગટ કરવાના ઉપાયભૂત ક્ષાયોપથમિક અશુદ્ધ ગુણોને વિશે પણ સ્વકીય સદ્ભુત માલિકીપણાનો ભાવ-બોધ સાધકમાં આ ઉપનય જગાડે છે. તથા ક્ષાયોપથમિક ગુણોની પ્રાપ્તિ સુરક્ષા -શુદ્ધિ-વૃદ્ધિને વિશે પણ તે પ્રયત્ન કરાવે છે. તેનાથી આધ્યાત્મિક ઉપાસક મોક્ષમાર્ગે જ સારી રીતે પ્રવર્તે છે. આ જ પ્રસ્તુત સદ્ભુત વ્યવહાર ઉપનયનું અહીં તાત્ત્વિક પ્રયોજન સમજવું. છે શુદ્ધ ગુણ-પર્યાયોનો પરિચય કરીએ છે (વિ.) વળી, કથનનો કે મનનનો વિષય શુદ્ધ હોય તો વચનશુદ્ધિ અને વિચારશુદ્ધિ પ્રગટે. તે અશુદ્ધ હોય તો વચન અને મન અશુદ્ધ બને. તેથી પારકી પંચાત, વિકથા વગેરેથી દૂર રહી, પોતાના શુદ્ધ ગુણ -પર્યાયોને જ આદરથી પોતાની વાણીનો અને વિચારનો વિષય બનાવવા. તેના લીધે જ્ઞાનસારની જ્ઞાનમંજરી વૃત્તિમાં ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજીએ બતાવેલ નિરાવરણ આત્યંતિક ઐકાંતિક નિર્કન્દ નિરામય અવિનાશી સિદ્ધસ્વરૂપ નજીક આવે. (૨)
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy