SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૪ ० शब्दनयविषयविद्योतनम् । ७९३ ઋજુસૂત્રનયનઈ એ ઈમ કહાં જે “કાલભેદઈ અર્થભેદ તું માનઈ છઈ, તો લિંગાદિભેદઈ ભેદ કાં રે ન માનઈ ?” प्रकृते “शपथमभिधानं शप्यते वा यः शप्यते वा येन वस्तु स शब्दः, तदभिधेयविमर्शपरो नयोऽपि शब्द एवेति, स च भावनिक्षेपरूपं वर्तमानमभिन्नलिङ्गवाचकं बहुपर्यायमपि च वस्त्वभ्युपगच्छति” (स्था.३/१ ३/१९२, वृ.पृ.२५८) इति स्थानाङ्गवृत्तिकृद्वचनमनुसन्धेयम् । ___ऋजुसूत्रनयवादिनं शब्दनयो ह्येवं वक्ति – 'हे ऋजुसूत्रनयवादिन् ! यदि तव मते विगताऽनुत्पन्न- म वर्तमानाः घटादयो भिन्नाः, कालभेदात्; तर्हि 'तटः तटी तटम्, आपो जलमि’त्यादौ लिङ्ग-वचन -कारक-पुरुषभेदात् कथं नाऽर्थभेदः सम्मतः ? ततश्च यस्य शब्दस्य लिङ्ग-वचनादयः अभिन्नाः । तस्यैवाऽभिन्नार्थकत्वम् । न पुनरेकस्यैवार्थस्य लिङ्गत्रयवृत्तिशब्दवाच्यत्वम्, वचनत्रिकवृत्तिशब्दवाच्यत्वम्, । कालत्रितयविशिष्टशब्दाभिधेयत्वम्, कारकषटकान्वितपदार्थत्वम्, पुरुषत्रिकोपेतपदप्रतिपाद्यत्वं वे'ति । शब्दनयाभिप्रायः। રહેલ હોય તો શબ્દનયનો તે વિષય બને એવો અહીં આશય છે. જ સ્થાનાંગવૃત્તિકારનું વક્તવ્ય છે (ક.) પ્રસ્તુતમાં સ્થાનાંગવૃત્તિનું વચન પણ યાદ કરવા યોગ્ય છે. ત્યાં વ્યાખ્યાકારશ્રી અભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે “શપથ એટલે શબ્દ = નામ. (૧) શબ્દ એટલે જ શબ્દનય. અથવા (૨) જે કહેવાય તે શબ્દ. અથવા (૩) જેના વડે વસ્તુ કહેવાય તે શબ્દ. તેથી શબ્દથી પ્રતિપાદન કરવા યોગ્ય એવા અર્થની વિચારણા કરવામાં પરાયણ એવો નય પણ શબ્દ જ કહેવાય છે. તે શબ્દનય ભાવનિક્ષેપસ્વરૂપ વસ્તુને સ્વીકારે છે. શબ્દનયવિષયભૂત વસ્તુ વર્તમાનકાલીન હોય છે. તથા વર્તમાનકાલીન એક જ વસ્તુના વાચક એવા શબ્દના લિંગ (પુલ્લિગ-સ્ત્રીલિંગ વગેરે) જુદા-જુદા નથી હોતા. શબ્દનામ લિંગ વગેરે બદલે એટલે અર્થ બદલાઈ જાય. તથા તે એક જ અર્થના વાચક અનેક પર્યાયશબ્દો પણ છે હોઈ શકે છે.” આ વાતનું અહીં અનુસંધાન કરવું. * શબ્દનચનો હજુસુત્રને ઠપકો જ (ગુસૂત્ર.) શબ્દનય ઋજુસૂત્રનયવાદીને આ પ્રમાણે કહે છે કે “હે ઋજુસૂત્રનયવાદી ! જો અતીત, સે. અનાગત અને વર્તમાન એવા ઘટાદિ પદાર્થ કાળનો ભેદ થવાથી તમારા મતે ભિન્ન હોય તો “તટ:, તરી, ત૮’, ‘બાપ , નર્ત,' વગેરે સ્થળમાં લિંગ, વચન, કારક અને પુરુષના ભેદથી શા માટે અર્થભેદ તમને સંમત નથી ? અર્થાત્ કાળ બદલાય ત્યારે જેમ અર્થ બદલાઈ જાય છે તેમ લિંગ વગેરે બદલાઈ જાય ત્યારે અર્થમાં ભેદ સ્વીકારવો ન્યાયસંગત છે. કેમ કે એક વાતનો સ્વીકાર અને બીજી વાતનો અસ્વીકાર કરવામાં કોઈ નિયામક નથી. તેથી જે શબ્દના લિંગ, વચન વગેરે અભિન્ન હોય તે જ શબ્દનો અર્થ અભિન્ન છે - તેવું માનવું જોઈએ. એક જ અર્થને ત્રણ લિંગવાળા શબ્દથી વાચ્ય માનવો કે એકવચન, દ્વિવચન કે બહુવચનવાળા શબ્દથી વાચ્ય માનવો કે અતીત-અનાગત-વર્તમાનકાળથી વિશિષ્ટ એવા શબ્દનો વિષય માનવો કે છ કારકવાળા શબ્દથી વાચ્ય માનવો કે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષવાળા
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy