SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ७६८ ० सङ्ग्रहार्थभेदको व्यवहारः । દ/૧૨ વ્યવહાર સંગ્રહવિષયભેદક, તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે; દ્રવ્ય જીવાજીવ ભાખઈ, જીવ ભવિયા સિદ્ધ રે //૬/૧ર (૮૫) બહુ. સંગ્રહનયનો જે વિષય તેહના ભેદનો દેખાડણહાર (=ભેદક) તે વ્યવહારનય (ભાખઈ=) કહિઈ. अधुनाऽवसरसङ्गतिकं व्यवहारनयं प्रतिपादयति - ‘सङ्ग्रहेति । सङ्ग्रहार्थविभेदी च व्यवहारो द्विधा भवेत्। जीवाऽजीवौ यथा द्रव्यं जीवाः संसारिणः शिवाः ।।६/१२।। __ प्रकृते दण्डान्वयस्त्वेवम् - सङ्ग्रहार्थविभेदी व्यवहारो द्विधा भवेत् । यथा (१) द्रव्यं द्विधा - श जीवाऽजीवौ, (२) जीवाः द्विधा - संसारिणः शिवाश्च ।।६/१२ ।।। क सदादिरूपतया सङ्ग्रहनयेन विषयीकृतस्य वस्तुनः प्रातिस्विकार्थक्रियासम्पादनायाऽविशेषेण ग्रहणाऽयोगात् प्रतिनियतप्रसिद्धलोकव्यवहारनिर्वाहाय सङ्ग्रहार्थविभेदी = क्रोडीकृतसर्वविशेषस्य पुरस्कृतसामान्यधर्मावच्छिन्नस्य सङ्ग्रहनयविषयस्य विशेषेण = विशेषधर्मपुरस्कारेण विभाजनकारी = भेदग्राही व्यवहारः = व्यवहारनयो भवति । અવતરણિકા :- હવે અવસરસંગતિથી પ્રાપ્ત વ્યવહારનયનું ગ્રંથકારશ્રી નિરૂપણ કરે છે : જે વ્યવહાર નચની વ્યાખ્યા જ શ્લોકાર્ધ - સંગ્રહનયના વિષયનું વિભાજન કરનાર વ્યવહારનય બે પ્રકારે છે. જેમ કે (૧) જીવ અને અજીવ દ્રવ્ય છે. (૨) સંસારી અને મુક્ત - આ રીતે જીવો બે પ્રકારના છે. (૬/૧૨) વ્યાખ્યાથી :- સત્ વગેરે સ્વરૂપે સંગ્રહનય દ્વારા ગ્રહણ કરાયેલ વસ્તુ અલગ-અલગ ક્રિયાઓ કરે છે. પરંતુ ચોક્કસ પ્રકારની ક્રિયાનું સંપાદન કરવા માટે સંગ્રહવિષયીભૂત તમામ વસ્તુને સમાન રીતે જ લેવાની પ્રવૃત્તિ કોઈ કરતું નથી. (મતલબ એ છે કે ઘટ-પટ વગેરે સત્ સ્વરૂપે સમાન હોવા છતાં જેને 1, પાણી પીવાની ક્રિયા કરવી છે તે માણસ ઘટને લેવાની પ્રવૃત્તિ કરે છે. તથા જેને ઠંડી લાગે છે તે વ્યક્તિ પટને લેવાની પ્રવૃત્તિ કરે છે. તેથી સન્માત્રરૂપે કે દ્રવ્યત્વરૂપે ઘટ-પટ વગેરે એક સરખા હોવા છતાં મેં તે તમામની ક્રિયા એકસરખી નથી હોતી. એક વસ્તુનું કાર્ય બીજી વસ્તુ કરતી નથી.) તેથી સંગ્રહાય તમામ વિશેષ ગુણધર્મોને ગૌણ કરીને સામાન્ય ધર્મને મુખ્ય કરી જે પદાર્થને પોતાનો વિષય બનાવે છે, તે પદાર્થમાં વિશેષ ધર્મને આગળ કરવાનું કાર્ય વ્યવહારનય કરે છે. ચોક્કસ પ્રકારની લોકપ્રસિદ્ધ ક્રિયાનું સંપાદન કરવા માટે સંગ્રહનયના વિષયનું ઉપરોક્ત રીતે વિશેષ ગુણધર્મના પુરસ્કારથી વિભાજન કરનારો નય વ્યવહારનય બને છે. ટૂંકમાં, સંગ્રહનય જે પદાર્થોમાં અભેદનું જ્ઞાન કરાવે છે, તે જ વિષયમાં વ્યવહારનય ભેદનું જ્ઞાન કરાવે છે. (સંગ્રહનય બધા પદાર્થોને સમાન રીતે જુએ છે. વ્યવહારનય તમામ પદાર્થોને વિલક્ષણરૂપે જુએ છે. તેથી સંગ્રહનય અન્વય કરવામાં પરાયણ છે. જ્યારે વ્યવહારનય વ્યવચ્છેદ = વ્યતિરેક = બાદબાકી કરવામાં કુશળ છે.) આ ગાથા અને તેનો ટબી કો.(૧૩)માં નથી.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy