SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Do| રૂ/ રૂ • विप्रत्ययार्थमीमांसा જો અભેદસ્વભાવ દ્રવ્યાદિક ૩ નઈ ન હુવઈ તો.* न वा रक्तगुणस्य घटव्यतिरिक्तत्वे ‘घटो रक्तीभूत' इति प्रत्ययो व्यवहारो वा सम्भवेत्; अन्यथा तदानीं 'काञ्चनमेव वस्त्रीभूतम्, नरीभूतं वा', 'घटः शुक्लीभूतः शुक्लपटीभूतः वा' इत्यपि प्रतीयेत व्यवह्रियेत वा, भेदाऽविशेषात् । अतः काञ्चनद्रव्य-कुण्डलपर्याययोः घटद्रव्य-रक्तगुणयोश्च । प्रतिस्वमभेदोऽप्यङ्गीकर्तव्यः। इत्थं प्रत्यभिज्ञादिबलेन द्रव्य-गुण-पर्यायाणां मिथोऽभेदसिद्धिः एकान्तभेदपरिहृतिश्च वेदितव्या। __ एवमेव च्चिप्रत्ययप्रयोगोपपत्तेः, अभूततद्भावे एव तत्प्रयोगात् । एतदभिप्रायेणैव अष्टसहस्रीશકે. માટે દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદ માનવો જરૂરી છે. જો દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદ હોવા છતાં ઉપરોક્ત પ્રકારની પ્રતીતિઓ થઈ શકતી હોત તો ત્યારે “સોનું જ વસ્ત્રરૂપે પરિણમી ગયું અથવા તો “સોનું જ માણસ બની ગયું - આવા પ્રકારની પણ પ્રતીતિ થવી જોઈએ અથવા તેવો વ્યવહાર થવો જોઈએ. સુવર્ણ કરતાં કુંડલ પર્યાય જેમ જુદો છે તેમ વસ્ત્ર અને માણસ પણ કાંચનથી જુદા જ છે (‘દ્રવ્ય અને પર્યાય વચ્ચે એકાંતે અભેદ ન માનવામાં કયો દોષ લાગુ પડે ?' તે બતાવ્યા બાદ ‘દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંતે ભેદ માનવામાં કયો દોષ આવે?” તેનું ઉદાહરણ દેખાડતાં ગ્રંથકારશ્રી કહે છે કે, “ઘડો જ સફેદ થઈ ગયો.” અથવા “ઘડો જ સફેદ વસ્ત્ર રૂપે પરિણમી ગયો' - આ પ્રમાણે પણ પ્રતીતિ અને વ્યવહાર માન્ય કરવાની આપત્તિ આવશે. કારણ કે જેમ ઘડાથી શ્યામ કે રક્ત વર્ણને તમે સર્વથા જુદા માનો છો તેમ ઘડાથી સફેદ વસ્ત્ર અને સફેદ વસ્ત્રનો વર્ણ પણ સર્વથા જુદા જ છે. પરંતુ આવા પ્રકારની પ્રતીતિ કે વ્યવહાર લોકસંમત કે શાસ્ત્ર- સંમત નથી. માટે કાંચન દ્રવ્ય , અને કુંડલ પર્યાય વચ્ચે અભેદ તથા ઘટ દ્રવ્ય અને રક્ત વર્ણ = ગુણ વચ્ચે અભેદ પણ માનવો જરૂરી છે. આ રીતે પ્રત્યભિજ્ઞા વગેરેના બળથી દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર અભેદ સિદ્ધ થાય છે તથાણ પરસ્પર એકાંતે ભેદનું નિરાકરણ થાય છે - તેમ સમજવું. સ્પષ્ટતા :- “આ માણસ યુવાન થઈ ગયો’ – આ વાક્ય માણસ (દ્રવ્ય) અને યુવાન (પર્યાય) વચ્ચે અભેદને સિદ્ધ કરે છે. “કમળાના રોગવાળો દર્દી પીળો થઈ ગયો' - આ વાક્ય “રોગી' (દ્રવ્ય) અને “પીળા” (ગુણ) વચ્ચે અભેદને સિદ્ધ કરે છે. આવા અનેક પ્રયોગો દ્વારા લોકવ્યવહારમાં પણ દ્રવ્યની સાથે ગુણ અને પર્યાયનો અભેદ સિદ્ધ થાય છે. આમ નૂતન ગુણસ્વરૂપે કે પર્યાયસ્વરૂપે પરિણમેલ દ્રવ્ય પણ જણાવે છે કે દ્રવ્યની સાથે ગુણનો અને પર્યાયનો અભેદ છે. દ્રવ્ય-પર્યાયનો અભેદ : અષ્ટસહસીતાત્પર્યવિવરણ જ (વને) આ રીતે માનવામાં આવે તો જ “ષ્યિ' પ્રત્યયનો પ્રયોગ સંસ્કૃત વ્યાકરણની દૃષ્ટિએ સંગત બને. કારણ કે સંસ્કૃત ભાષાની દૃષ્ટિએ વિચાર કરીએ તો “થ્વિ” પ્રત્યયનો પ્રયોગ ત્યાં થાય છે કે જ્યાં જે પદાર્થ જે સ્વરૂપે પૂર્વે ન હોય અને પાછળથી તે સ્વરૂપે પરિણમી ગયેલ હોય. અષ્ટસહસ્રીપ્રકરણ ગ્રંથ દિગંબર વિદ્યાનંદસ્વામીએ બનાવેલો છે. તેના ઉપર શ્વેતાંબરશિરોમણિ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી * કો.(૯)+આ.(૧)માં “ગુણગુણ્યાદિકનઈ પાઠ. * લા.(૨)માં “હઉઈ તઉંઈ ત્તિ પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy