________________
६७३
જ શાખા - ૫ અનુપેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. વિવિધ ગ્રંથોના આધારે જ્ઞાનની મુખ્યતા જણાવો. ૨. દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક ઉભયનો સ્વીકાર કરવા છતાં વૈશેષિક દર્શન મિથ્યા શા માટે છે? ૩. પર્યાયાર્થિકનયના ગૌણ-મુખ્ય અર્થ જણાવો. ૪. શુદ્ધ દ્રવ્યાર્થિક નયના ત્રણ પ્રકાર સમજાવો. ૫. શબ્દશક્તિમૂલક વ્યંજના અને અર્થશક્તિમૂલક વ્યંજનાની ઓળખાણ કરાવો. ૬. સામાન્ય લક્ષણા પ્રયાસત્તિને આધારે તૈયાયિકમતનો અને જૈનમતનો સમન્વય કરો. ૭. દ્રવ્યાસ્તિકનયના અંતિમ ચાર પ્રકાર જણાવો. ૮. દ્રવ્યાર્થિકનયનો ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રકાર અશુદ્ધ દ્રવ્યાર્થિક નય શા માટે કહેવાય છે ? ૯. લક્ષણાનું નિયામક શું છે ? લક્ષણામાં બાધક શું છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો ? ૧. ભગવતીસૂત્રમાં જણાવેલ આત્માના આઠ પ્રકાર જણાવો. ૨. “વ્યંજનાવૃત્તિ’ શબ્દનો પરિચય આપો. ૩. આલાપપદ્ધતિમાં બતાવેલ નય-ઉપનય તથા તેના અવાંતર ભેદ જણાવો. ૪. અન્વયંદ્રવ્યાર્થિકનયની વ્યાખ્યા જણાવો. ૫. શબ્દમાં રહેલ શક્તિ અને લક્ષણા વિશે ઉદાહરણ દ્વારા પરિચય આપો. ૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રતિપાદન સકલાદેશ અને વિકલાદેશ કેવી રીતે કરે છે ? ૭. પ્રતિતંત્ર સિદ્ધાંત એટલે શું ? ૮. સુનય-દુર્નયની ઓળખાણ કરાવો. ૯. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય વસ્તુની પ્રતિપાદકતામાં શું તફાવત કરે છે ? ૧૦. માર્ગણાસ્થાન અને ગુણસ્થાનની અપેક્ષાએ સંસારી જીવના પ્રકાર જણાવો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. જ્ઞાન આત્મસ્વરૂપ છે. - - ૨. ઘડામાં રહેલ રક્તત્વ જાતિ એ ગુણ છે. ૩. નયનો વ્યવહિત સંકેત લક્ષણા નામની વૃત્તિનો નિયામક છે. ૪. જમીન ઉપર ઘડો રહે છે તેમ દ્રવ્યમાં ગુણ રહેતા નથી. ૫. સ્વભાવમાં વર્તમાન દ્રવ્યને પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય ગ્રહણ કરે છે. ૬. સર્વ નયોનો સમાહાર પ્રમાણ છે. ૭. “મૃમય ધટી વાક્ય માટી અને ઘટ વચ્ચે ભેદને જણાવે છે.