SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ૦ ___ द्रव्यं स्वगुणादिस्वभावः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'द्रव्यमेव गुण-पर्यायस्वभाव' इति अन्वयद्रव्यार्थिकनयाभिप्रायं विज्ञाय अस्मदीयाऽखिलगुण-पर्यायेषु आत्मद्रव्यसमभिव्याप्त्यनुभूतिकृते बद्धकक्षतया भाव्यम् । । अस्मदीयगुणप्रकृतिः राजसिकी तामसिकी वा न स्यात्, परं सात्त्विकी आध्यात्मिकपरिणतिसमनुविद्धा न स्यात् तथा यतितव्यम्। तथैवाऽस्मदीयगुणानुभवः कार्यः। एवं मनुष्यादि-मिथ्यादृष्टिकामि क्रुद्धादिकार्मिकपर्यायान् उपेक्ष्य 'चैतन्यस्वभावसमनुविद्धाः सम्यग्दृष्टि-देशविरति-सर्वविरति-क्षपकादिनिर्मलपर्याया मया संवेद्याः' इति दृढतया प्रणिधातव्यम् । इत्थमेव तत्त्वतः ‘आत्मद्रव्यमेव गुण -पर्यायस्वभाव' इत्यबाधितानुभवसौभाग्योदयः द्रुतं सम्भवेत् । तदुत्तरञ्च '“जत्थ न जरा, न मच्चू, न ण वाहिणो, नेव परिभवो, न भयं। न य तण्हा, नेव छुहा, न पारवस्सं, न दोहग्गं ।। न य दीणया, न या सोगो, न पियविओगो, नऽणिट्ठसंजोगो। न य सीयं, न य उहं, न य संतावो, न दारिदं ।।” (आ.प.२५१२५२) इति आराधनापताकावर्णितमनाबाधं सिद्धस्वरूपं प्रादुर्भवेत् ।।५/१६।। છે આપણા ગુણ-પર્યાયમાં આત્મદ્રવ્યની અનુભૂતિ કરીએ છે આધ્યાત્મિક ઉપનય : - ‘દ્રવ્ય જ ગુણ-પર્યાયનો સ્વભાવ છે' - આવી અન્વયદ્રવ્યાર્થિકનયની વાત જાણીને આપણા પ્રત્યેક ગુણ-પર્યાયમાં આત્મદ્રવ્ય વણાયેલ હોય તેવી પ્રતીતિ કરવા આપણે કટિબદ્ધ બનવું. આપણા ગુણોની પ્રકૃતિ રાજસપ્રકૃતિસ્વરૂપ (દા.ત. પત્ની એક સાડી માંગે ત્યારે પાંચ કિંમતી સાડી આપવા સ્વરૂપ રાજસ પ્રકૃતિવાળી ઉદારતા) કે તામસપ્રકૃતિસ્વરૂપ (દા.ત. સ્વેચ્છાપૂર્વક અનિષ્ટ તત્ત્વને પ્રોત્સાહન આપવા માટે ગુંડાઓને પુષ્કળ પૈસા આપવા સ્વરૂપ તામસપ્રકૃતિવાળી ઉદારતા) ન બને; પરંતુ તેમાં સાત્ત્વિક પ્રકૃતિ, આધ્યાત્મિક વલણ, આત્મદ્રવ્ય વણાયેલ જોવા મળે છે તે રીતે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તે જ સ્વરૂપે આપણા ગુણનો અનુભવ આપણે કરવો જોઈએ. વા તેમ જ મનુષ્ય, તિર્યંચ, મિથ્યાષ્ટિ, કામ, ક્રોધી વગેરે કાર્મિક પર્યાયોની (= કર્મોદયજન્ય, પ્રાયઃ કર્મબંધજનક, નિકૃષ્ટ પરિણામોની) ઉપેક્ષા કરીને તેના બદલે જેમાં ચેતનદ્રવ્ય છવાયેલ હોય તેવા | સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, પક, કેવલી વગેરે નિર્મળ પર્યાયોનો અનુભવ કરવાનું પ્રણિધાન દઢ કરવું જોઈએ. તો જ પારમાર્થિક રીતે “આત્મદ્રવ્ય સ્વકીયગુણ-પર્યાયનો સ્વભાવ છે - આવો અબાધિત અનુભવ કરવાનું સૌભાગ્ય ઝડપથી સંપ્રાપ્ત થઈ શકે. ત્યાર બાદ આરાધનાપતાકામાં વર્ણવેલ પીડારહિત સિદ્ધસ્વરૂપે પ્રગટ થાય. ત્યાં દર્શાવેલ છે કે “સિદ્ધાત્મામાં (૧) ઘડપણ નથી, (૨) મૃત્યુ નથી, (૩) વ્યાધિ નથી, (૪) પરાભવ પામવાપણું કે કરવાપણું નથી, (૫) ભય નથી, (૬) તૃષ્ણા -તરસ નથી, (૭) ભૂખ નથી, (૮) પરવશતા નથી, (૯) દુર્ભાગ્ય નથી, (૧૦) દીનતા નથી, (૧૧) શોક નથી, (૧૨) પ્રિયવિયોગ નથી, (૧૩) અનિષ્ટ સંયોગ નથી, (૧૪) ઠંડી નથી, (૧૫) ગરમી નથી, (૧૬) સંતાપ નથી, (૧૭) દરિદ્રતા નથી.” (પ/૧૬) 1. ચત્ર ન નર, ન મૃત્યુ, ન ચાધયા, નૈવ મિ:, ન ભય ન ર તૃUTI, નૈવ સુધી, ન પરવેશ્યમ, ન ઢીય| 2. न च दीनता, न शोकः, न प्रियवियोगः, नाऽनिष्टसंयोगः। न च शीतम्, न चोष्णम्, न च सन्तापा, न दारिद्र्यम् ।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy