SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ • मानसिकसहिष्णुतादिकम् आत्मसात् कार्यम् । ऽभिप्राय-सिद्धान्ताद्यनुसारेण परप्रवर्तनाऽभिनिवेशे च वयमपि दुर्नयवादिन एव स्यामः, व्यक्त्यन्तराभि- ए प्रायादेरपि नयरूपत्वात् । 'मैवं मे भूयादि'ति मानसिकसहिष्णुतोदारता-मध्यस्थताऽप्रतिबद्धतादिकम् । आत्मसात्कर्तव्यम् । इत्थमेव तप्तोपलनिपतितजलन्यायेन कुकर्म-कुसंस्कारशोषणतः “सर्वाऽऽबाधारहितं परमानन्दसुखसङ्गतमसङ्गम् । निःशेषकलातीतं सदाशिवादिपदवाच्यम् ।।” (षो.प्र.१५/१६) इति षोडशकप्रकरणप्रदर्शितं परतत्त्वं प्रकाशेत ।।५/६ ।। પાસે પ્રવૃત્તિ કરાવવાનો આગ્રહ રાખીએ તો આપણે પણ દુર્નયવાદી બની જઈએ. કારણ કે દરેક વ્યક્તિનો વિચાર-ઉચ્ચાર એ એક પ્રકારનો નય જ છે. આવું આપણામાં ન બની જાય તે માટે આપણે કે વૈચારિક સહિષ્ણુતા-ઉદારતા-મધ્યસ્થતા-અપ્રતિબદ્ધતા કેળવવી જ રહી. જે રીતે અત્યંત તપી ગયેલાવા પત્થર ઉપર પડેલ પાણી ઝડપથી શોષાય જાય, એ જ રીતે ઉપરોક્ત ગુણવૈભવથી કુકર્મો-કુસંસ્કારો શોષાઈ જવાથી પરમતત્ત્વ પ્રકાશે. પરમતત્ત્વને દર્શાવતાં ષોડશકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે છે કે “સર્વપીડારહિત, પરમાનંદસુખથી યુક્ત, અસંગ, સર્વકર્માશશૂન્ય, સદાશિવાદિશબ્દથી વાચ્ય એવું પરમતત્ત્વ છે.” (પ/૬) લખી રાખો ડાયરીમાં...) બુદ્ધિ કદાચ વધે છે. છતાં વિકાસ પામતી નથી; વિનાશમાર્ગે દોડે છે. શ્રદ્ધા બહારથી ન વધવા છતાં અવશ્ય વિરાટ વિકાસ સાધે છે. વાસના બીજાની બાહ્ય ખામીને ખમી શકતી નથી, આંતરિક ખૂબી મેળવી શકતી નથી. ઉપાસના પોતાની આંતરિક ખામીને ખમી શકતી નથી, આંતરિક ખૂબી મેળવ્યા વિના રહી શકતી નથી. એકાંતમાં ય વાસના ઢેત પેદા કરે છે. એકાન્તપ્રિય ઉપાસના અદ્વૈતની અનુભૂતિ આપે છે. સંપૂર્ણપણે નીચોવાઈ ગયા પછી પણ વાસના વિનશ્વર, અને તનાવયુક્ત ઉત્પાદન કરે છે. સ્વસ્થ, સશક્ત ઉપાસના અવિનાશી આત્મસુખનું સર્જન કરે છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy