SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૫ • परकीयानुचितव्यवहारे कर्म अपराध्यते । ૬ ૦૬ ___अयमभिप्रायः - प्रमाणस्य सर्वनयसमाहारतया प्रमाणघटकत्वे एव नयस्य सुनयत्वं स्यात् । प्रमाणाऽघटकत्वे, प्रमाणनिरपेक्षत्वे, प्रमाणघटकनयान्तरनिरपेक्षत्वे, प्रमाणसापेक्षनयान्तराभिमतार्थापलापे वा मिथ्यादृष्टेः पार्थे वसन् दुर्नय एव भवेत् । गौणभावेन प्रमाणघटकनयान्तरसम्मतविषयाऽङ्गीकारे ५ तु स एव सुनयतामपद्येतेति। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – कश्चिदपि सिद्धान्तः अभिप्रायो वा नयः। तस्य सर्वथैव । सिद्धान्तान्तरनिरपेक्षत्वे अपसिद्धान्तत्वं दुर्नयत्वं वाऽऽपद्यते । अस्मदभिप्रायाऽवधारणादिषु मैवं स्यादिति । व्यक्त्यन्तराभिप्रायोऽपि समुचितरीत्या यथावसरं सोत्साहतया ग्राह्यः। केनचिद् अस्मदुपरि अन्या- श यादिकं क्रियते तदा न तदीयविपर्यस्तप्रवृत्तिः स्वचेतसि प्राधान्येन समाश्रयणीया किन्तु स्वीयकर्म-क विषमतैव विलोकनीया । अस्माभिः तपश्चर्या-प्रवचनप्रभावनादिसुकृते सम्पादिते तु नास्मदीयपुरुषकारः र्णि समालम्बनीयः किन्तु भगवदनुग्रह-नियति-कालपरिपाकादिकं कारणविधया प्राधान्येनोररीकर्तव्यम् । 'मदीयसुकृते मदीयकौशल्य-पुण्य-पुरुषकारादिकमेव कारणीभूतम्, नान्यदि'त्यभिगमस्तु दुर्नयतामापद्येत । 'मैवमस्माकं भूयादिति प्रणिधातव्यम् । ततश्च “व्यपगतजनन-जरा-निधनाद्यातङ्कम्” (द.र.र.२/३/वृ.पृ. १६४) इति दर्शनरत्नरत्नाकरवृत्तौ दर्शितं मोक्षसुखं मक्षु लभ्यते ।।५/५।। (વ.) અહીં કહેવાનો આશય એ છે કે સર્વ નયોનો સમાહાર પ્રમાણ છે. તેથી પ્રમાણઘટક બનવા તૈયાર હોય તે જ નય સુનય કહેવાય. જે નય પ્રમાણઘટક ન બને, પ્રમાણનિરપેક્ષ બને, પ્રમાણઘટક નયાન્તરથી નિરપેક્ષ બને, પ્રમાણસાપેક્ષ નયાન્તરના અભિપ્રેત અર્થનો ગૌણભાવે પણ સ્વીકાર ન કરે કે તેનો અમલાપ કરે તો તે નયને મિથ્યાદષ્ટિ પાસે રહેનારો દુર્નય સમજવો. તથા જો પ્રમાણઘટકીભૂત અન્ય નયના વિષયને ગૌણ ભાવે સ્વીકારવા તૈયાર થાય તો તે જ નય સુનયાત્મક બની જશે. 5 અન્ય વ્યક્તિના અભિપ્રાયને સમજવો જરૂરી છ ભિક ઉપનય - કોઈ પણ સિદ્ધાન્ત કે અભિપ્રાય એક પ્રકારનો નય છે. એક સિદ્ધાન્ત છે કે માન્યતા જો અન્ય સિદ્ધાન્તથી કે માન્યતાથી તદન નિરપેક્ષ - વિમુખ - સ્વતંત્ર બની જાય તો તે સિદ્ધાન્ત વા ખરેખર અપસિદ્ધાન્ત કે દુર્નય બની જાય. આવું આપણી માન્યતામાં કે અવધારણામાં આવી ન જાય તે માટે સામેની વ્યક્તિના અભિપ્રાયનો પણ યોગ્ય રીતે, યોગ્ય સમયે, સ્વીકાર કરવાની તૈયારી આપણે સ રાખવી. કોઈ આપણી સાથે અન્યાય કે અનુચિત વ્યવહાર કરે ત્યારે સામેની વ્યક્તિના ગલત પુરુષાર્થ ઉપર ભાર આપવાના બદલે આપણા કર્મના વૈષમ્ય = વિચિત્રતા ઉપર ભાર આપવો. તથા તપશ્ચર્યા, શાસનપ્રભાવના વગેરે સત્કાર્ય આપણા દ્વારા થાય ત્યારે પુરુષાર્થના સિદ્ધાન્તને વળગવાના બદલે પ્રભુકૃપા, નિયતિ, કાળપરિપાક વગેરે પરિબળોને પ્રાધાન્ય આપવું. “મેં કરેલા સારા કામમાં માત્ર મારી આવડત -હોંશિયારી જ કારણભૂત છે'- આવો અભિગમ તો દુર્નય સ્વરૂપ બની જાય. આવું આપણામાં ન બને તેનો સંકલ્પ કરવો. તેનાથી દર્શનરત્નરત્નાકરવૃત્તિમાં બતાવેલ જન્મ-જરા-મરણરહિત મોક્ષસુખ ઝડપથી મળે છે. (૫/૫)
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy