________________
૧/૨
५९०
० द्रव्यभिन्नपर्याये पदलक्षणा 0 ર કહતાં માંહોમાહિ ભેદ છઇ, તે ઉપચારઈ કહિતાં લક્ષણાઈ જાણ; જે માટઇં દ્રવ્યભિન્નકંબુગ્રીવાદિપર્યાયનઈ વિષઈ તે ઘટાદિપદની લક્ષણા માનઈં.
प्रयोजनविशेषवशत उपचारेण = लक्षणया कथ्यते ज्ञायते च, मृदादिकद्रव्यभिन्नरक्तादिगुण-कम्बुप ग्रीवादिमत्त्वलक्षणपर्यायेषु घटादिपदलक्षणाया अभ्युपगमात् । रा वस्तुतो द्रव्यार्थिकनयो गुण-पर्यायौ नैवाभ्युपगच्छति, तन्मते द्रव्यस्यैव पारमार्थिकत्वात् । अतः - तन्मते द्रव्ये एव शब्दशक्तिर्वर्त्तते । लोकानां गुण-पर्याययोः या प्रतीतिः व्यवहृतिश्च जायते सा हि - द्रव्ये एवाऽवसेया, न तु द्रव्यव्यतिरिक्तगुणादौ । लोकव्यवहारादितः गुण-पर्यायाभ्युपगमस्याऽऽवश्यकत्चे श द्रव्याऽभिन्नतयैव तौ स्वीकर्तव्यौ इति द्रव्यार्थिकनयाभिप्रायः। इत्थञ्च शब्दत्वावच्छिन्नस्य शक्तिः कु गुण-पर्यायाऽभिन्नद्रव्ये एवाऽङ्गीकार्या । ततश्च कम्बुग्रीवादिपर्यायाऽभिन्नमृद्रव्यस्यैव घटपदवाच्यार्थत्वं र्णि सङ्गच्छते।
लोकव्यवहारेण तु गुण-पर्यायौ द्रव्यभिन्नौ। किन्तु द्रव्यार्थिकनयतो गुण-पर्याययोः द्रव्याऽभिन्नत्वेन द्रव्य-गुणादिभेदभानं शक्त्या द्रव्यार्थिकनये नैव सम्भवति । लोकव्यवहारप्रयोजनतः तदीयतात्पर्यविषयीછતાં કોઈ વિશેષ પ્રયોજનના લીધે ગુણ-પર્યાય તથા દ્રવ્ય વચ્ચે ભેદનું જ્ઞાન કરાવવું હોય તો શક્તિના બદલે લક્ષણા દ્વારા તેનું પ્રતિપાદન કરી શકાય છે તથા શ્રોતાને તે રીતે તેનું ભાન થઈ શકે છે. કારણ કે દ્રવ્યાર્થિકનય મૃત્તિકા વગેરે દ્રવ્યથી ભિન્ન એવા રક્તાદિ ગુણમાં તથા કબુગ્રીવાદિમત્ત્વાદિ પર્યાયમાં ઘટ' વગેરે શબ્દની લક્ષણા સ્વીકારે છે.
ગુણ-પર્યાય દ્વવ્યાત્મક : દ્રવ્યાર્થિકનય 8 | (વસ્તુ) વાસ્તવમાં તો દ્રવ્યાર્થિકનય ગુણ-પર્યાયને માનવા તૈયાર નથી. તેના મત મુજબ દ્રવ્ય જ વાસ્તવિક પદાર્થ છે. તેથી દ્રવ્યાર્થિકનય મતાનુસાર કોઈ પણ પદની શક્તિ ફક્ત દ્રવ્યમાં જ રહેલી જ છે. લોકોને ગુણની તથા પર્યાયની જે પ્રતીતિ થાય છે તથા ગુણ-પર્યાયનો જે વ્યવહાર થાય છે તે ના વાસ્તવમાં દ્રવ્યને વિશે જ થાય છે. દ્રવ્યભિન્ન કોઈ ગુણને વિશે કે પર્યાયને વિશે નહિ. તેથી ગુણ
પર્યાયને લોકવ્યવહારાદિના લીધે માનવા જ પડે તેમ હોય તો દ્રવ્યથી અભિન્નસ્વરૂપે જ માનવા જોઈએ. આ આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનો અભિપ્રાય છે. તેથી કોઈ પણ પદની = તમામ શબ્દની શક્તિ, તેના મત મુજબ, ગુણ-પર્યાયઅભિન્ન દ્રવ્યમાં જ રહેલી છે. જેમ કે જે કંબુગ્રીવાદિપર્યાયમાં “ઘટ” તરીકેનો વ્યવહાર થાય છે તે પર્યાય માટીદ્રવ્યથી અભિન્ન હોવાથી કંબુગ્રીવાદિપર્યાયઅભિન્ન મૃત્તિકાદ્રવ્ય જ ઘટ' પદનો વાચ્યાર્થ છે - તેમ સમજવું યુક્તિસંગત છે.
હમ લોકવ્યવહારનિર્વાહ માટે લક્ષણા : દ્રવ્યાર્થિકનય હો (નોવ.) પરંતુ લોકવ્યવહાર તો પર્યાયપ્રધાન છે, દ્રવ્યપ્રધાન નથી. દ્રવ્યત્વરૂપે સર્વ દ્રવ્ય સમાન હોવાથી વિભિન્ન પ્રકારના પ્રસિદ્ધ લોકવ્યવહાર શુદ્ધદ્રવ્યાર્થિકનયના મત મુજબ સંભવી શક્તા નથી. વ્યવહારમાં તો પર્યાયની જ મુખ્યતા રહેલી છે. પર્યાયનો વ્યવહાર દ્રવ્યથી ભિન્નરૂપે જ થાય છે. કારણ કે પર્યાય દ્રવ્યથી અભિન્ન હોય તો સર્વ દ્રવ્ય દ્રવ્યત્વરૂપે અભિન્ન હોવાથી ફરીથી વિભિન્ન પ્રકારના