SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ' ० आवृत्त्या अर्थद्वयप्रतिपादनविचारः । અથવા નયાત્મક શાસ્ત્રઈ ક્રમિકવાક્યદ્વયઈ પણિ એ અર્થ જણાવિયઈ. જ ऽनेकार्थतात्पर्यग्रहेऽपि नैकदोभयोर्बोधः किन्तु आवृत्त्यैव । अत एव तत्र वाक्यभेदव्यवहारः सङ्गच्छते ... (અષ્ટસદસ્વીતા-વિવર -૧/૦૬) રૂતિ વેત્ ? तर्हि 'सकृदुच्चरितं पदं सकृदेवार्थं गमयती'ति न्यायेन सुनयात्मकात् शास्त्राद् द्विः आवृत्त्या रा शक्ति-लक्षणाभ्यां क्रमिकवाक्यद्वयेनाऽपि शक्यार्थ-लक्ष्यार्थभानसम्भवात् । न हीत्थं क्रमिकवाक्यद्वयेनाऽपि म सुनयवचनात् शक्यार्थ-लक्ष्यार्थभाने कोऽपि विरोधः। प्रथमं सुनयवाक्यं शक्त्या विवक्षितवस्त्वंशं । प्रतिपादयति ततः आवृत्त्या लक्षणया वस्तुगताऽविवक्षितांशान् प्ररूपयतीत्यभ्युपगमे न कमपि । विरोधं पश्यामः। तथाहि - (१) द्रव्यार्थिकनयवाक्यं शक्त्या प्रथमं वस्तुनो द्रव्यात्मकतां प्रतिपादयति । तदुत्तरम् णि તેથી એકીસાથે શક્યાર્થ અને લક્ષ્યાર્થ એમ ઉભયનો બોધ કરાવવાનું વક્તાનું તાત્પર્ય શ્રોતાને ખ્યાલમાં હોવા છતાં પણ એકીસાથે બન્ને અર્થનો બોધ નહિ થાય પરંતુ ત્યાં “ગંગા' પદનું પુનરાવર્તન કરવું પડશે. આમ ગંગાપદની પુનરાવૃત્તિ દ્વારા જ ત્યાં ક્રમશઃ શક્યાર્થનો અને લક્ષ્યાર્થનો બોધ થશે. - એક વાર બોલાયેલ “ગંગા' પદની પુનરાવૃત્તિ થતી હોવાથી જ ત્યાં વાક્યભેદનો = વાક્યદ્વયનો વ્યવહાર, જે શિષ્યલોકમાં માન્ય છે તે, સંગત થશે. તેથી ઉપરોક્ત ઉદાહરણના બળથી “નયવાક્ય યુગપદ્ અનંત અર્થનો બોધ કરાવે છે' - આવી તમારી માન્યતાનું સમર્થન કરી નહિ શકાય. છે એક શબ્દ એક અર્થનો બોધક : કલ્પાન્તર નિવેદન છે જૈન :- (તર્દિ) “એક વખત બોલાયેલ શબ્દ એક જ અર્થને જણાવે છે' - આ ન્યાય (= નિયમ) શબ્દશાસ્ત્રનિષ્ણાતોને માન્ય છે. તેથી એક વાર બોલાયેલું એક પદ શક્યાર્થ અને લક્ષ્યાર્થ એમ બે અર્થનું છે એકીસાથે ભાન કરાવી ન શકે - આ પ્રમાણે જો તમે કહેતા હો તો નયવાક્ય દ્વારા વસ્તુની વા અનંતધર્માત્મકતાનો બોધ કરાવવા માટે અમે કલ્પાંતરનો (= અન્ય વિકલ્પનો) નિર્દેશ કરીએ છીએ કે “જયાં મત્સ્ય-ઘોષી’ વાક્યમાં રહેલ “ગંગા' પદની જેમ નયાત્મક શાસ્ત્રવચનની પણ બે વાર આવૃત્તિ ( પુનરાવર્તન) કરી બે પ્રકારના વાક્ય સ્વીકારી, એક વાક્ય શક્તિ દ્વારા શબ્દના શક્યાર્થનું ભાન કરાવે અને પુનરાવર્તન પામેલું બીજું વાક્ય લક્ષણો દ્વારા લક્ષ્યાર્થનું ભાન કરાવે. આ પ્રમાણે ક્રમિક બે વાક્ય દ્વારા પણ સુનયવચનથી શક્યાર્થનું અને લક્ષ્યાર્થનું ક્રમશઃ ભાન માનવામાં કોઈ વિરોધ નથી. એક સુનયવાક્ય પ્રથમ વાર શક્તિ દ્વારા પોતાના વિવક્ષિત અંશનું વસ્તુમાં નિરૂપણ કરે ત્યાર બાદ તે જ સુનયવાક્યનું પુનરાવર્તન કરવાથી તે સુનયવચન લક્ષણા દ્વારા વસ્તુગત પોતાના અવિવક્ષિત અંશોનું ગૌણરૂપે પ્રતિપાદન કરે. આવું માનવામાં અમને કોઈ પણ વિરોધ દેખાતો નથી. 1 જૂફ નચવાક્યથી પદાર્થમાં ક્રમશઃ ત્રિતયાત્મકતાનો બોધ | (તથા દે.) જેમ કે (૧) દ્રવ્યાર્થિકનયનું વચન શક્તિ દ્વારા પદાર્થમાં મુખ્યરૂપે દ્રવ્યાત્મકતાનું પ્રતિપાદન કરે છે. ત્યાર બાદ પુનરાવર્તિત થયેલું તે જ વચન લક્ષણા દ્વારા પદાર્થમાં ગુણાત્મકતાનું તથા પર્યાયાત્મકતાનું # કો.(૧૨)માં “જાણવો” પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy