SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ४/१३ ० अधिकभङ्गप्रतिक्षेपः । ४९१ ગુરુ કહઈ છઈ “તિહાં પણિ એક નયાર્થનો મુખ્યપણઈ વિધિ, બીજા સર્વનો નિષેધ, ઈમ લેઇ પ્રત્યેકિં રણ *અનેક સપ્તભંગી કીજઇ.” अत्र गुरुभिः समाधीयते - तत्र प्रस्थक-प्रदेशादिमीमांसायामपि एकनयाभिप्रेताऽर्थस्य मुख्यभावेन विधिः, इतरेषाञ्च सर्वेषामेव मीमांसाप्रवृत्तानां षण्णां पञ्चानां वा नयानां ये येऽर्थाः अभिप्रेताः तेषां सर्वेषामेवाऽर्थानां गौणभावेन निषेधः उपेक्षा वा क्रियते तदा निष्पद्यते प्रथमो भङ्गः। प्रथमे भङ्गे निषिद्धानाम् उपेक्षितानां वा तत्तन्नयार्थानां मुख्यभावेन विधिः = प्रतिपादनम्, एकनयाभिप्रेताऽर्थस्य म च गौणभावेन निषेधः क्रियते तदा द्वितीयो भङ्गः । ધર્માસ્તિકાયનો પ્રદેશ, કથંચિત્ અધર્માસ્તિકાયનો પ્રદેશ, કથંચિત્ આકાશનો પ્રદેશ, કથંચિત્ જીવનો પ્રદેશ, કથંચિત્ સ્કંધનો પ્રદેશ- આવું પ્રતિપાદન કરે છે. (૫) શબ્દનય “ધર્માસ્તિકાયનો પ્રદેશ એ ધર્માસ્તિકાય છે. અથવા ધર્માસ્તિકાયપ્રદેશ છે' - ઈત્યાદિરૂપે બોલે છે. (૬) સમભિરૂઢનય કહે છે કે “ધર્માસ્તિકાય સ્વરૂપ પ્રદેશ, અધર્માસ્તિકાય સ્વરૂપ પ્રદેશ ઈત્યાદિ પાંચ પ્રદેશ છે.” (૭) જ્યારે એવંભૂતનયની અપેક્ષાએ દેશ-પ્રદેશની કલ્પનાથી રહિત અખંડ વસ્તુ જ વાસ્તવિક છે. તેથી તેના મતે “ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે.' ઈત્યાદિ રૂપે પ્રયોગ કરાય છે. આ પ્રમાણે પ્રદેશ દષ્ટાંતમાં સાત નયના અલગ અલગ અભિપ્રાયો વર્તે છે. (આઠમી શાખાના પંદરમા શ્લોકમાં આ બાબત વિસ્તારથી સમજાવવામાં આવશે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.) આ રીતે પ્રસ્થક અને પ્રદેશ દષ્ટાંતમાં અલગ અલગ નયોના અલગ અલગ અભિપ્રાયો પ્રવર્તે છે. જો બે નયના પરસ્પરવિરુદ્ધ બે અભિપ્રાયની અપેક્ષાએ વિચાર કરવાથી વસ્તુમાં છે સાત ભાગા સંભવે તો ચાર, પાંચ, છ કે સાત નયોના પરસ્પર વિરુદ્ધ અનેક અભિપ્રાયોની અપેક્ષાએ વ! વિચારણા કરવાથી તો વસ્તુમાં સાત કરતાં અધિક ભાંગા (= પ્રકાર) માનવા જ પડે. તેથી સર્વત્ર સપ્તભંગીનો નિયમ સંગત નહિ થાય. આ પ્રમાણે પૂર્વપક્ષીનું તાત્પર્ય છે. I સપ્તભંગીમાં ભગવૃદ્ધિ અમાન્ય છે ઉત્તરપક્ષ :- (સત્ર) ઉપરોક્ત સમસ્યાનું સમાધાન ગુરુભગવંતો આ પ્રમાણે આપે છે. પ્રસ્થક કે પ્રદેશ વગેરે દષ્ટાંતની વિચારણા વિવિધ નયોની અપેક્ષાએ કરવામાં આવે તો પણ સપ્તભંગીનો નિયમ ભાંગશે નહિ. આનું કારણ એ છે કે (૧) પ્રસ્થક, પ્રદેશ વગેરે દષ્ટાંતમાં કોઈ પણ એક નયને અભિપ્રેત એવા વિષયનું મુખ્યરૂપે વિધાન કરવામાં આવે ત્યારે પ્રસ્થક કે પ્રદેશ દષ્ટાંતની વિચારણા કરવામાં પ્રવૃત્ત થયેલાં બાકીના (૬ કે ૫ વગેરે) બધા જ નયોને જે જે અર્થ અભિપ્રેત છે તે બધા અર્થોને ગૌણ કરીને તે તમામનો નિષેધ કે ઉપેક્ષા કરવાથી પ્રદેશ વગેરે દષ્ટાંતમાં પ્રથમ ભાંગો (= પ્રકાર) પ્રાપ્ત થશે. (૨) પ્રથમ ભાંગામાં જે જે નયોને સંમત એવા છે જે અર્થોનો નિષેધ કર્યો હતો, તે તમામ અર્થોને મુખ્ય બનાવી વિધાન = પ્રતિપાદન કરવામાં આવે તથા પ્રથમ ભાંગામાં જે નયના અભિપ્રેત અર્થનું મુખ્યરૂપે વિધાન કર્યું હતું તેને ગૌણ કરીને તેનો નિષેધ કે ઉપેક્ષા કરવામાં આવે ત્યારે બીજો ભાંગો પ્રાપ્ત થાય. * આ.(૧)માં “એકેક” પાઠ.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy